SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અવધિજ્ઞાનનું જઘન્યક્ષેત્ર. [૨૭૭ તેજ વાત કહે છે. (३०) जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहण्णा ओहीखेत्तं जहण्णं तु ॥५८८॥ ત્રણ સમય પર્યત આહાર કરનાર સૂક્ષ્મ પનક (વનસ્પતિ વિશેષ) જીવનું જેટલું જઘન્ય શરીર હોય. તેટલું જ અવધિજ્ઞાનના વિષયભૂત) ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ છે. ૫૮૮. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો સંક્ષેપાર્થ છે. હવે એ સંબંધમાં સાંપ્રદાયિક અર્થનું વ્યાખ્યાન કરવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. પ૮૮. जो जोयणसाहस्सो, मच्छो नियए सरीरदेसम्मि । उववज्जंतो पढमे, समए संखिवइ आयामं ॥५८९॥ पयरमसंखेज्जंगुलभागतणुं मच्छदेहविच्छिण्णं । बीए तइए सूई, संखिविउं होइ तो पणओ ॥५९०॥ उववायाओ तइए, समए जं देइमाणमेयस्स । तण्णेयदव्वभायणमोहिक्खित्तं जहन्नं तं ॥५९१।। એક હજાર યોજન લંબાઈવાળો જે મત્સ્ય (મરીને) પોતાના શરીરના એક દેશમાં ઉત્પન્ન થતાં, પહેલા સમયે લંબાઇનો સંક્ષેપ કરે છે, બીજે સમયે મત્સ્યના દેહ જેટલું વિસ્તીર્ણ અને અંગુલના અસંખ્યામાં ભાગ જેટલું જાડું (આત્મપ્રદેશોનું) પ્રતર હોય તેનો સંક્ષેપ કરી સૂચી કરે છે. ત્રીજે સમયે (આત્મપ્રદેશોની) સૂચી સંક્ષેપીને તે પછી પનક (વનસ્પતિ વિશેષ) તરીકે ઉત્પન્ન થાય છે. એવા મત્સ્યને ત્રીજા સમયે પનકના શરીરનું જેટલું પ્રમાણ હોય છે. તેટલું તે અવધિના જોયદ્રવ્યના ભાજન (આધાર) ભૂત ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ છે. ૫૮૯-૫૯૦-૫૯૧. એક હજાર યોજન લંબાઈવાળો કોઇ મત્સ્ય મરીને પોતાનાજ શરીરના બાહ્યદેશમાં ઉત્પન્ન થતાં, પ્રથમ સમયે આત્મપ્રદેશની લંબાઈને સંકોચે છે, તે સંકોચતાં મત્સ્યના શરીર જેટલું વિસ્તૃત (લાંબુ પહોળું) અને જાડાઈમાં અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ જીવ પ્રદેશોનું પ્રતર થાય છે. આટલો વ્યાપાર પ્રથમ સમયે થાય છે. પ્રશ્ન :- પ્રથમ સમયે આત્મપ્રદેશની લંબાઈને સંકોચે છે, એમજ કહ્યું છે. અને તમે પ્રતર કરવાનું કહો છો તે કયાંથી કહો છો ? ઉત્તર - બીજે સમયે પ્રતરનો સંક્ષેપ કરવાનું કહ્યું છે, તેથી તે પ્રતરનો સંક્ષેપ પ્રતર કર્યા સિવાય થાય નહિ. તેથી બીજે સમયે તે પ્રતરને બન્ને બાજુથી સંકોચીને જાડાઈમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને લંબાઈમાં મત્સ્યના શરીર પ્રમાણસૂચિ કરે છે. તે પછી ત્રીજે સમયે સૂચીના સંક્ષેપથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા શરીરની અવગાહનાવાળો થઈને પૂર્વભવનું મત્સ્યાયુ ક્ષીણ થયે નવા ભવનું આયુ ઉદય થવાથી વિગ્રહગતિ સિવાય તે જ મત્સ્યના શરીરના કોઈ એક દેશમાં પનકરૂપે (સૂક્ષ્મવનસ્પતિ જીવ વિશેષપણે) ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિ સમયથી ત્રીજે સમયે આ પનક જીવના શરીરનું જઘન્યમાં જેટલું પ્રમાણ હોય છે, તેટલું ઓછામાં ઓછું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy