SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨] અંગ અંગ બાહ્ય શ્રુતનાં નામો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ રૂપ છે, તે અંગપ્રવિષ્ટ કૃત; અને સ્થવિરકૃત-અર્થ પ્રતિપાદનરૂપ તેમજ અનિયત આવશ્યક પ્રકરણાદિ શ્રત અંગબાહ્ય શ્રત છે. પ૫૦. નંદી સૂત્રની ટીકામાં અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ શ્રુતની વ્યાખ્યા કરતાં મલયગિરિજી મહારાજ આ પ્રમાણે કહે છે, કે સર્વોત્કૃષ્ઠશ્રુતલબ્ધિસંપન્ન ગણધર મહારાજે રચેલું મૂળભૂત સૂત્ર, એથવા જે સર્વદા નિયત હોય એવું આચારાંગાદિ તે અંગપ્રવિષ્ટ શ્રુત; અને સિવાય બીજા શ્રુતસ્થવિરોએ રચેલું હોય તે અંગબાહ્ય શ્રત. તેમાં અંગબાહ્ય શ્રુત બે પ્રકારે છે. સામાયિકાદિ છ પ્રકારનું આવશ્યક અને તેથી વ્યતિરિક્ત, આવશ્યક વ્યતિરિક શ્રુત બે પ્રકારનું છે. એક કાલિકશ્રુત અને બીજાં ઉત્કાલિકશ્રત. તેમાં જે શ્રત રાત્રિ અને દિવસની પ્રથમ અને ચરમપોરિલીમાંજ ભણાય, તે કાલિકશ્રુત અને જે કાળવેળા વર્જીને સર્વ કાળે ભણાય તે ઉત્કાલિકશ્રુત. તેનાં દશવૈકાલિક વિગેરે અનેક પ્રકાર છે, તેમાંના કેટલાક અપ્રસિદ્ધ ગ્રંથોના નામ આ પ્રમાણે છે. ૧ સ્થવિરાદિ કલ્પનું પ્રતિપાદલ્મ કરનાર કલ્પવ્રુત. તે બે પ્રકારનું છે. એક ચુલ્લકલ્પ તે અલ્પગ્રંથ અને અલ્પ અર્થવાળું છે, બીજું મહાકલ્પશ્રુત તે મહાગ્રંથ અને મહાઅર્થવાળું છે. ૨. જીવાદિપદાર્થની પ્રરૂપણા કરનાર પ્રજ્ઞાપના. ૩, પ્રમાદ-અપ્રમાદના સ્વરૂપનો ભેદ અને વિપાક જણાવનાર પ્રમાદાપ્રમાદ અધ્યયન. ૪, નંદી ૫. અનુયોગદ્વાર. ૬. દેવેન્દ્ર સ્તવ. ૭. તંદુલ વૈચારિક. ૮. ચંદ્રાવેધ્યક. ૯. સૂર્યપ્રજ્ઞપિત. ૧૦. પોરિષીમંડળ. ૧૧. મંડળપ્રવેશ. ૧૨. વિદ્યાચરણવિનિશ્ચય. ૧૩. ગણિવિદ્યા. ૧૪. ધ્યાનવિભક્તિ. ૧૫. મરણવિભક્તિ. ૧૬. આત્મવિશુદ્ધિ. ૧૭. વીતરાગધ્રુત. ૧૮. સંલેખનાશ્રુત. ૧૯. વિહારકલ્પ. ૨૦. ચરણવિધિ. ૨૧. આરિપચ્ચક્ખાણ. ૨૨, મહાપચ્ચક્ખાણ. એ વિગેરે ઉત્કાલિકશ્રત છે. કાલિકશ્રત પણ અનેક પ્રકારે છે. ૧ ઉત્તરાધ્યયન. ૨ દશાકલ્પ. ૩ વ્યવહાર. ૪ બૃહત્કલ્પ. ૫ નિશીથ. ૬ મહાનિશીથ, ૭ ઋષિભાષિત ગ્રંથો. ૮ જંબદ્વીપ પન્નત્તિ. ૯. દ્વીપ-સાગર પતિ. ૧૦ ચંદપન્નત્તિ. ૧૧. ક્ષુલ્લકવિમાન વિભક્તિ. ૧૨ મહા વિમાન પ્રવિભક્તિ. ૧૩ અંગચૂલિકા. ૧૪. વગેચૂલિકા. ૧૫ વિવાહ ચૂલિકા. ૧૬ અરૂણોપપાત. ૧૭ વરૂણોપપાત. ૧૮ ગરૂડોપપાત. ૧૯ ધરણોપપાત. ૨૦ વૈશ્રમણોપપાત. ૨૧ વેલંધરોપપાત. ૨૨ દેવેન્દ્રોપપાત. ૨૩ ઉત્થાનશ્રત. ૨૪ સમુત્થામૃત. ૨પ નાગપરિજ્ઞા. ૨૬ નિરયાવલિકા. ૨૭ કલ્પિકા, ૨૮ કલ્પાવંતસિકા. ૨૯ પુષ્પિતા. ૩૦ પુષ્પચડા. ૩૧ વૃષ્ણિદશા એ વિગેરે ચોરાશી હજા૨ પ્રકીર્ણ ક ગ્રંથો ભગવંત પ્રથમ જિનેશ્વર ઋષભ દેવના સમયમાં હોય, અને સંખ્યાતા હજા૨ પ્રકીર્ણક ગ્રંથો મધ્યના બાવીસ જિનેશ્વરના સમયમાં હોય, તથા ચૌદ હજાર પ્રકીર્ણકગ્રંથો ભગવંત મહાવીર દેવના સમયમાં હોય છે. અથવા જે જિનેશ્વરને જેટલા શિષ્યો ઉત્પાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિવાળા હોય, તેમના તેટલા હજારગ્રંથો હોય, અને પ્રત્યેકબુદ્ધ પણ તેટલા જ હોય, એ સર્વ ગ્રંથો આવશ્યક વ્યતિરિક્ત જે ઉત્કાલિકશ્રત, કાલિકશ્રુત, તે બધું અંગબાહ્ય કહેવાય. ઉપર જણાવેલા ગ્રંથોમાં શું શું હકીકત આવે છે તે જાણવાની ઈચ્છાવાળાએ નંદીસૂત્રની ટીકા જોઈ લેવી. અહીં વિસ્તાર થવાના ભયથી તે સર્વ નથી લખ્યું. અંગપ્રવિષ્ટશ્રુત બાર પ્રકારે છે. ૧ આચારાંગ. ૨ સૂત્રકૃતાંગ. ૩ સ્થાનાંગ. ૪ સમવાયાંગ. ૫ વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ.. ૬ જ્ઞાતાધર્મકથા. ૭ ઉપાસકદશા. ૮ અંતકૃતદશા. ૯ અનુત્તરોપપાતિકદશા. ૧૦ પ્રશ્રવ્યાકરણ. ૧૧ વિપાકસૂત્ર. ૧૨ દૃષ્ટિવાદ. તેમાં - ૧-લા આચરાગ સૂત્રમાં શ્રમણ નિર્ઝન્યોના આચાર, ગોચરી વિધિ, વિનય, વિનયની શિક્ષા, ભાષા, અભાષા, ચરણસિત્તરી, કરણસિત્તરી, સંયમ માત્રા અને આહારાદિની માત્રાનો વિચાર પ્રરૂપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy