SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સાદિ અનાદિ ભાંગે ઋત. [૨૫૯ એકાન્ત નિત્ય વસ્તુઓમાં પણ યથોક્ત સંવેદન થવું ઘટતું નથી, કેમકે તેઓમાં ભિન્નભિન્ન આકારના કારણભૂત એવા ધર્મભેદનો અભાવ છે. આ માટે અન્યત્ર કહ્યું છે કે “ધર્મભેદનો અભાવ હોવાની એકાંત નિત્યપદાર્થમાં અન્વય-વ્યતિરેકની પેઠે સ્ફટ સંવેદન ન થાય.” જો ધર્મભેદ માનવામાં આવે તો નિત્યપણાની હાનિ થાય. માટે એકાન્ત નિત્ય વસ્તુમાં યથોક્ત સંવેદન ન થાય. તેમજ એકાન્ત અનિત્યપદાર્થમાં પણ યથોક્ત સંવેદન થાય નહિ, કારણ કે તેઓમાં અનુવૃત્તિ આકારના કારણભૂત દ્રવ્યનો અન્વય નથી. એ માટે કહ્યું છે કે “એકાંત અનિત્ય પદાર્થોમાં દ્રવ્યનો અન્વય ન હોવાથી અન્વય વ્યતિરેકની પેઠે સત્ય સંવેદન ન થાય.” આ સંવેદનમાં કોઈ બાધક હેતુ નથી, કેમ કે કોઈ પણ વખત એવો હેતુ જણાયો નથી. માટે અન્વયે વિના વ્યતિરેક નથી અને વ્યતિરેક વિના અન્વયે નથી. કહ્યું છે કે “નાડી: સ હિ મેતત્વ ન મેટ્રોડયવૃત્તિત્ત: મૃચમેસંસવૃત્તિíત્યાન્તરે પર: શા” આ સંબંધમાં ઘણું કહેવાનું છે, પણ વિસ્તારના ભયથી તેમજ અન્યત્ર કહેલું હોવાથી અહીં નથી કહેતા. આ ગ્રંથમાં અને બીજા ગ્રંથોમાં આ વાત ઘણે સ્થળે કહેવાશે, પરંતુ અહીં એક સ્થળે લખેલ હોવાથી બીજે ઠેકાણે તે સુખે જાણી શકાય, એમ માનીને કંઈક વિસ્તારથી આ વાદસ્થાનક લખ્યું છે. માટે કંટાળો કે અરૂચિ ન કરવી, કેમ કે એ બહુ ઉપયોગી છે. ૫૪૪. સાદિ સપર્યવસિત-સાદિ અપર્યવસિત-અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રતના આ ચાર ભાંગાઓમાંનો પહેલો ભાંગો દ્રવ્યથી એક પુરૂષની અપેક્ષાએ કહ્યો; બીજો ભાંગો તો કેવળ કહેવા માગનો જ છે, કેમ કે એ કયાંઈ પણ સંભવતો નથી. માટે હવે--ત્રીજા અને ચોથો ભાંગો ભવ્ય અને અભવ્યની અપેક્ષાએ કહે છે - अहवा सुत्तं नेव्वाणभाविणोऽणाइयं सपज्जंतं । जीवत्तं पिव निययं सेसाणमणाइ-पज्जतं ॥५४५॥ અથવા ભવ્યને શ્રુત અનાદિ સાન્ત હોય છે, અને બાકીના અભવ્યને જીવત્વની પેઠે શ્રુત પણ અવશ્ય અનાદિ અનન્ત છે. ૫૪૫. જે મોક્ષ જવાને લાયક હોય તે ભવ્ય જીવ કહેવાય, એવા ભવ્ય જીવને ભવ્યત્વની જેમ શ્રત પણ અનાદિ કાળથી છે તેથી અનાદિ શ્રત છે, અને જયારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે તે શ્રુતનો અંત થાય તેથી સાન્ત શ્રત છે. એમ એક ભવ્યજીવની અપેક્ષાએ અનાદિ સાન્ત શ્રત કહેવાય. તથા જે કદિપણ મોક્ષને લાયક ન થાય તે અભવ્ય કહેવાય. એવા અભવ્ય જીવને જીવત્વ અથવા અભવ્યત્વની પેઠે શ્રત અનાદિ કાળથી છે અને ભવિષ્યમાં અનંતકાળ પર્યત રહેશે, કેમકે અભવ્યને સંસારમાં કદિપણ શ્રુતનો નાશ ન થાય. માટે એક અથવા સર્વ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનન્તશ્રુત કહેવાય, અહીં જે શ્રત કહ્યું છે, તે સમ્યફશ્રત કે મિથ્યાશ્રુત એવા ભેદ સિવાય ભવ્ય અને અભવ્યને સામાન્ય રૂપે શ્રત સમજવું. ૫૪૫. દ્રવ્યથી એક જીવની અપેક્ષાએ શ્રુતનો સાદિ-સપર્યવસિત એવો પહેલો ભાગો પૂર્વે કહ્યો છે, અને સર્વજીવોની અપેક્ષાએ શ્રુતનો ચોથો ભાંગો આગળ ૫૪૮મી ગાથામાં કહેવાશે. હવે ક્ષેત્રો કાળ અને ભાવથી એક જીવની અપેક્ષાએ શ્રતનો પ્રથમ સાદિસપર્યવસિત ભાંગો કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy