SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દષ્ટિવાદ આદિ સંજ્ઞા. [૨૪૫ મિથ્યાદષ્ટિ પણ હિતાહિતના વિભાગરૂપ જ્ઞાનાત્મક સંજ્ઞાયુક્ત જણાય છે. તો તે (દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવડે) અસંશી કેમ કહેવાય છે? જેમ (લોકોમાં) દુર્વચન એ અવચન, અને અસતીનું ખરાબ વર્તન તે અશીલ (શીલરહિત કહેવાય છે;) તેમ મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અવશ્ય અજ્ઞાન કહેવાય છે. ૫૧૯-૫૨૦. કારણ કે सयसयविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलंभाओ । नाणफलाभावाओ मिच्छादिट्ठिस्स अण्णाणं ॥५२१।। સત્ અને અસતના ભેદરહિત, ભવહેતુક, યદ્દચ્છાથી ઉપલબ્ધિવાળું હોવાથી, તેમ જ જ્ઞાન દળનો (ચારિત્રનો) અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે. પર૧. પ્રશ્ન :- દેવાદિચારે ગતિના મિથ્યાષ્ટિ, દીર્ઘકાલિકીસંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી છે તો તેઓને દષ્ટિવાદોપદેશિકીસંજ્ઞા કેમ ન કહેવાય ? આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે – हो न हेउए, हेउई न कालम्मि भण्णए सण्णा । जह कुच्छियत्तणाओ, तह कालो दिठिवायम्मि ॥५२२।। જેમ પૃથ્વી આદીક જીવ સંબંધીની જે ઓઘસંજ્ઞા તે હેતુવાદોપદેશિકીસંજ્ઞાની અપેક્ષાએ (અશુભ હોવાથી) હેતુવાદોપદેશિકી સંજ્ઞાનો વિચાર કરતાં સંજ્ઞા નથી કહેવાતી, અથવા કાલિકે સંજ્ઞાનો વિચાર કરતાં હેતુવાદોપદેશિકીસંજ્ઞા કાલિકસંજ્ઞાની અપેક્ષા અશુભ હોવાથી સંજ્ઞા નથી કહેવાતી; તેમ દષ્ટિવાદોપદેશિકીસંજ્ઞાનો વિચાર કરતાં કાલિકસંજ્ઞા પણ (તેની અપેક્ષાએ અશુભ હોવાથી) સંજ્ઞા ન કહેવાય. (તેથી મિથ્યાદષ્ટિ દેવો પણ આની અપેક્ષાએ સંજ્ઞી ન કહેવાય.) પ૨૨. આ પ્રમાણે વિવિધ સંજ્ઞાનું સ્વરૂપ કહીને કઈ સંજ્ઞા ક્યા જીવન હોય, તે કહે છે. पंचण्हमूहसण्णा, हेउसण्णा य बेंइंदियाईणं । सुर-नारय-गब्भुभवजीवाणं कालिगी सण्णा ॥५२३॥ छउमत्थाणं सण्णा, सम्मद्दिट्ठीण होइ सुयनाणं । मइवावारविमुक्का, सण्णईआ तु केवलिणो ॥५२४॥ પૃથ્વી આદિ પાંચસ્થાવરને ઓuસંજ્ઞા, બેઇન્દ્રિયાદિને હેતુવાદોપદેશિકીસંજ્ઞા, દેવ, નારકી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, તથા મનુષ્યને દીર્ઘકાલિકીસંજ્ઞા. છદ્મસ્થ સમ્યગ્દષ્ટિને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. મતિના વ્યાપાર રહિત હોવાથી કેવળી ભગવંતો સંજ્ઞારહિત છે. પ૨૩-૫૨૪. પૃથ્વી-અપ્રતેજ-વાયુ-અને વનસ્પતિકાયને વાડા ઉપર ચડવાના અભિપ્રાય આદિરૂપ ઓળસંજ્ઞા છે. પૂર્વેવિવિધ સંજ્ઞામાં આ ઓઘસંજ્ઞા નથી કહી, તેથી એકેન્દ્રિયને સર્વથા અસંશી કહ્યા છે, ત્યારે અહીં સ્વામિત્વની પ્રરૂપણામાં તેઓને ઘસંજ્ઞા કહી છે, તેનું શું કારણ ? આવી શંકા ન કરવી, કેમકે એકેન્દ્રિયને ઓધ સંજ્ઞા જ છે, તે સિવાયની હેતુવાદાદિ સંજ્ઞા નથી, એ ઉપરથી સંજ્ઞા ત્રણ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy