SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪રી સારી અને મહોટીસંશાથી સંક્ષિપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ સંજ્ઞાઓ કહી છે. જેમ કે-આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા-પરિગ્રહસંજ્ઞા-ક્રોધસંજ્ઞા-માનસંજ્ઞામાયાસંજ્ઞા-લોભસંજ્ઞા-ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા. આ જ પ્રમાણે બેઇંદ્રિયાદિને પણ કહી છે. તો પછી એમાં અસંજ્ઞી કયા ? આગમમાં જુદે જુદે સ્થળે અનેકવાર અસંજ્ઞી તો કહ્યા છે. એમાં સમજવું શું ? ૫૦૫. શંકાનું સમાધાન કરે છે थोवा न सोहणावि य, जं सा तो नाहिकीरए इहई । करिसावणेण भणवं, ण रूववं मुत्तिमेत्तेण ॥५०६॥ जइबहुदव्यो धणवं, पसत्थरूवो अ रूववं होइ । महईए सोहणाए य, तह सण्णी नाणसण्णाए ।।५०७॥ (એ સંજ્ઞાઓ) સ્વલ્પ અને સારી નહિ હોવાથી તેનો અહીં અધિકાર નથી. કારણ કે કાર્દાપણ હોય તેટલા (એક રૂપૈયા) માત્રથી જ ધનવાન અને સામાન્યરૂપથી રૂપવાન ન કહેવાય પણ જેમ ઘણાં દ્રવ્યથી ધનવાન અને સુન્દરરૂપથી જ રૂપવાન કહેવાય છે, તેમ મોટી અને સારી જ્ઞાનસંજ્ઞાથી જ સંસી કહેવાય છે. ૫૦૬-૫૦૭. જેમ અલ્પદ્રવ્યવાન વ્યક્તિ લોકમાં ધનવાન ન કહેવાય, તેમ એ દસવિધ સંજ્ઞાઓમાંની કેટલીક ઓઘસંજ્ઞાત્મક સ્વલ્પ હોવાથી, તે વડે સંજ્ઞી ન કહેવાય. વળી આહાર, ભય; પરિગ્રહ, મૈથુનાદિ સંજ્ઞાઓ મોટી છે, તો પણ તે સંજ્ઞાઓથી એ સંજ્ઞી ન કહેવાય. કારણકે તે મોહાદિજન્ય હોવાથી સારી નથી-વિશિષ્ટ નથી. લોકમાં પણ અવિશિષ્ટ મૂર્તિમાત્રથી જ રૂપવાન નથી કહેવાતો. જેમ કોઇ વ્યક્તિ ઘણાદ્રવ્યથી ધનવાન કહેવાય છે અને સુન્દરરૂપ વડે જ રૂપવાન કહેવાય છે, તેમ અહીં પણ મોટી અને સારી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલ મનો-જ્ઞાનસંજ્ઞા વડે જ સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞા એટલે મનોવિજ્ઞાન, એ મનોવિજ્ઞાનરૂપ મોટી અને સારી સંજ્ઞા વડે જ સંજ્ઞી. કહેવાય છે, બીજી સંજ્ઞાઓથી નહિ. માટે મનોવિજ્ઞાનરૂપ સંજ્ઞા જેમને હોય, તે સંજ્ઞી કહેવાય, તે સિવાયના સંશી કહેવાય નહિ. ૫૦૬-૫૦૭. . પૂર્વોકત ત્રણ પ્રકારની સંજ્ઞાઓમાંની પહેલી દીર્ઘકાલિકી સંજ્ઞાનું સ્વરૂપ કહે છે. इह दीहकालिकी-कालिकित्ति सण्णा जया सुदीहंपि । संभरइ भूयमेस्सं, चिंतेड़ य किह णु कायव्वं ? ॥५०८॥ कालियसण्णित्ति तओ, जस्स तई सो य जो मणोजोग्गे । खंधेऽणते घेत्तुं, मन्नइ तल्लद्धिसंपण्णो ॥५०९॥ શું થઇ ગયું, શું થશે અને શું કરવું” એ પ્રમાણે અનિલાંબા ભૂત અને ભવિષ્યકાળ સંબંધી જે વડે ચિંતવન થાય, તેને અહીં દીર્ઘકાલિકી અથવા કાલિકી સંજ્ઞા કહી છે. તે કાલિકીસંજ્ઞાવાલો જીવ મનજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ થકી મનોલમ્બિયુક્ત છે, તે મનોયોગ્ય અનન્તા સ્કંધો ગ્રહણ કરીને (તેમને મનપણે પરિણાવીને ચિત્તનીય વસ્તુનું) ચિન્તવન કરે છે, તેને જ સંજ્ઞી કહેવાય છે, ( આ કાલિકીસંજ્ઞાવાળા ગર્ભજતિર્યંચ-મનુષ્ય-દેવ-અને નારકી હોય છે.) ૫૦૦-૫૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy