SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] અક્ષરના પર્યાયનું પરિમાણ. [૨૩૫ ધર્માસ્તિકાયાદિના પર્યાયો આકાશપ્રદેશના પર્યાયોથી થોડા છે, માટે આગમમાં નથી કહ્યા. જો એમ ન હોય, તો તે સ્વપર્યાય પ૨પર્યાય ન હોવાથી અભાવરૂપ થાય ? ૪૯૦. ધર્માસ્તિકાયાદિ પાંચદ્રવ્યના પર્યાયો આકાશદ્રવ્યના પર્યાયોના અનંતમા ભાગે છે, તેથી તે થોડા હોવાથી નંદિસૂત્રમાં કહ્યા નથી, અને આકાશદ્રવ્યના પર્યાયો તે ધર્માસ્તિકાયાદિના પર્યાયોથી અનંતગુણા હોવાથી આગમમાં (નંદીસૂત્રમાં) આકાશદ્રવ્યના પર્યાય પ્રમાણે અક્ષરના પર્યાયનું પ્રમાણ સાક્ષાત્ કહ્યું છે, અર્થથી તો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પર્યાયો પણ એમાં કહેલા જ છે. અન્યથા જો એમ ન માનીએ તો એ ધર્માસ્તિકાયાદિના પર્યાયો અક્ષરના સ્વપર-પર્યાયોમાંથી કયા પર્યાય થાય ? સ્વપર્યાય થાય ? પ૨પર્યાય થાય ? કે ગધેડાના શીંગડા જેવો અભાવ થાય એ ત્રણ પ્રશ્ન થાય, કારણ કે જગતમાં જે પર્યાયો છે, તે સર્વ અક્ષરાદિપદાર્થના સ્વપર્યાય હોવા જોઈએ અથવા પ૨પર્યાય હોવા જોઈએ. એ બેમાંથી એક્કે રૂપે ન હોય તો તેનો અભાવ જ થઈ જાય. નિયમ પણ એવો જછે કે “કાંઈ પણ જે કોઈ પર્યાયો છે. તે રૂપઆદિની પેઠે સ્વ અથવા પરપર્યાય છે, અને જે અક્ષરાદિ વસ્તુના સ્વ અથવા પરપર્યાય રૂપ નથી તે જગતમાં ગધેડાના શીંગડાની પેઠે વિદ્યમાન જ નથી.” આ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ પર્યાયો થોડા હોવાથી સૂત્રમાં જો કે નથી કહ્યા, પરંતુ “h i us સે સનું બળŞ'' એટલે જે એક જાણે છે તે સર્વ જાણે છે. એ સૂત્રાનુસારે અર્થથી ધર્માસ્તિકાયાદિ પર્યાયો અક્ષરના પરપર્યાયરૂપે કહ્યા છે એમ સમજવું. ૪૯૦. પુનઃ એ સંબંધમાં શંકા કરે છે કે किमतगुणा भणिया, जमगुरुलहुपज्जया पएसम्म । एक्केक्कम्मि अणंता, पण्णत्ता वीयरागेहिं ॥ ४९१ ॥ આકાશપ્રદેશના પર્યાય અનંતગુણા શા માટે કહ્યા છે. ? એકેક પ્રદેશમાં અગુરૂલઘુ પર્યાય વડે અનંતા પર્યાયો વીતરાગ ભગવંત કહે છે. માટે ૪૯૧. પ્રશ્ન :- સર્વ આકાશપ્રદેશના પર્યાયો અનંતગુણા શાથી કહ્યા છે ? ઉત્તર ઃ- દરેક આકાશપ્રદેશમાં વીતરાગોએ (તીર્થકરગણધરોએ) અગુરૂલઘુ પર્યાયો અનંતા કહ્યા છે, માટે અનંતગુણા કહ્યા છે. મતલબ કે નિશ્ચયનયના મતે સર્વ બાદર (સ્કૂલ) વસ્તુ ગુરૂલઘુ છે, અને સૂક્ષ્મ વસ્તુ અગુરૂલઘુ છે. તેમાં અગુરૂલઘુવસ્તુના પર્યાયો આગમમાં અગુરૂલઘુ કહ્યા છે અને ગુરૂલવસ્તુના પર્યાયો ગુરૂલઘુ કહ્યા છે. આકાશ પ્રદેશો અગુરૂલઘુ છે, તેથી તેના પર્યાયો પણ અગુરૂલઘુ કહેવાય છે. અને તે પર્યાયો દરેક પ્રદેશમાં અનંતા છે, આથી જ સર્વ આકાશપ્રદેશોથી તેના પર્યાયો અનંતગુણા કહ્યા છે. ૪૯૧. પુનઃ બીજી રીતે શંકા કરે છે કે तत्थाविसेसियं नाणमक्खरं इह सुयक्खरं पगयं । तं हि केवलपज्जायमाणतुल्लं हविज्जाहि ? ॥ ४९२ ॥ ત્યાં સૂત્રમાં સામાન્યથી જ્ઞાનરૂપ અક્ષર કહ્યું છે, અને અહીં શ્રુતાક્ષર પ્રસ્તુત છે; તો તે શ્રુતાક્ષર કેવલજ્ઞાનના પર્યાય સમાન કેમ હોઈ શકે ? ૪૯૨. પ્રશ્ન :- નંદીસૂત્રમાં જ્ઞાન એટલે અક્ષર એમ સામાન્યથી કહ્યું છે. એ પ્રમાણે સામાન્ય કહેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy