SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ આ સ્થળે : (૧૬) સfમળવોદિયના ૩રવીર આ ગાથા નિર્યુક્તિમાં દેખાય છે. તે સુગમ જાણીને અગર તેનો અર્થ કહેવાઈ ગયો છે એમ માનીને તેની વ્યાખ્યા મુકી દઈને આગળની ગાથા કહે છે. ___ (१७) पत्तेयमखराइं, अक्खरसोग पत्तिया लोए । एवइया सुयनाणे, पयडीओ होंति नायव्वा ॥४४४॥ - દરેક અક્ષરો અને અક્ષરના સંયોગો લોકમાં જેટલા છે, તેટલા ભેદ શ્રુતજ્ઞાનના છે એમ જાણવું. ૪૪૪. દરેક અકારાદિ અક્ષરો અનેક ભેદે છે. જેમ કે અકાર સાનુનાસિક અને નિરનુનાસિક. પુનઃ એ દરેક હસ્વ-દીર્ઘ-અને પ્લત એમ ત્રણ પ્રકારે છે. અને એ દરેક ભેદો પણ ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ ત્રણ પ્રકારે છે. એ બધા મળીને એક અકારનાજ અઢાર ભેદ છે. એ જ પ્રમાણે ઈકારાદિમાં પણ યથાયોગ્ય અઢાર અઢાર ભેદ જાણવા. તથા દુનિયામાં બે આદિ અક્ષરોના સંયોગો જેવા કે ઘટ પટ વિગેરે, વ્યાધ્ર સ્ત્રી ઇત્યાદિ. તે સંયોગો અનંતા છે તેમાંએ એકેક સંયોગ, સ્વરૂપ પર્યાયની અપેક્ષાએ અનન્તપર્યાયવાળો છે. તેથી શ્રુતજ્ઞાનના ભેદો પણ તેટલા જ જાણવા. ૪૪૪. એ ઉપર હવે ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. ___ संजुत्तासंजुत्ताण, ताणमेगक्खराइसंजोगा। होंति अणंता तत्थवि, एक्केकोऽणंतपज्जाओ ॥४४५।। તે અકારાદિ અક્ષરોના સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અનન્તા છે. તેમાં પણ એકેક સંયોગ અનન્તપર્યાયવાળો છે. . - સંયુક્ત-અસંયુક્ત એવા એક આદિ અક્ષરોના સંયોગો અનન્તા છે. જેમ કે “અબ્ધિપ્રાપ્ત” આ વાક્યમાં એક એક અક્ષરનો સંયોગ છે, તેથી તે સંયુક્ત એકાક્ષર સંયોગ કહેવાય, અને “ઘટ પટ” એ શબ્દોમાં કોઈ અક્ષર સંયુક્ત નથી તેથી તે અસંયુક્ત એકાક્ષર સંયોગ કહેવાય. આવા સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અનન્તા છે. અને તે દરેક સંયોગ સ્વ-પર પર્યાયથી અનન્ત પર્યાયવાળા છે. ૪૪૫. અહીં શિષ્ય પૂછે છે કે – ___ संखेज्जक्खरजोगा, होंति अणंता कहं ? जमभिधेयं । पंचत्थिकायगोयरमण्णोण्णविलक्खणमणंतं ॥४४६॥ અક્ષરસંયોગો સંખ્યાતા હોઈ શકે. અનન્તા કેમ હોય? ઉત્તર-પંચાસ્તિકાય સંબંધી જે અભિધેયો તે અન્યોન્ય વિલક્ષણ હોવાથી અક્ષર સંયોગો અનન્તા છે. ૪૪૬. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy