SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં ભાવ આદિ ધારો. [૨૧૫ પૂર્વક્રોડનાં વર્ષ સમજવાં. તથા સર્વજીવની અપેક્ષાએ મતિજ્ઞાનનો સર્વકાળ છે, એટલે નિરંતરગમે ત્યારે પણ મતિજ્ઞાનવાળા જીવો હોય છે જ. ૪૩૬ . હવે અંતર આદિ દ્વારો કહે છે. एगस्स जहन्नेणं, अंतरमन्तोमुहुत्तमुक्कोसं । પોપત્તિપરા, રેસૂપ ટોસવદુસ જરૂછો जमसुन्नं तेहिं तओ, नाणाजीवाणमन्तरं नत्थि । મનાઇ સાપ, નવાગામ, મામ્ भावे खओवसमिए, मइनाणं नत्थि सेसभावेसु । थोवा मइनाणविऊ, सेसा जीवा अणंतगुणा ॥४३९॥ नेहऽत्थओ विसेसो, भाग-प्पबहूण तेण तस्सेव । पडिवज्जमाण-पडिवन्नगाणमप्पा-बहुं जुत्तं ॥४४०॥ थोवा पवज्जमाणा, असंखगुणिया पवन्नयजहण्णा । उक्कोसपय-पवन्ना, होति विसेसाहिया तत्तो ॥४४१॥ अहवा मइनाणीणं, सेसयनाणीहिं नाणरहिएहिं । कज्जं सहोभएहि य, अहवा गच्चाइभेएणं ॥४४२॥ लक्खण-विहाण-विसया-णुओगदारेहिं वणिया बुद्धी । तयणंतरमुद्दिढे, सुयनाणमओ परुवेस्सं ॥४४३॥ ગાથાર્થ - એક જીવને (મતિજ્ઞાન પ્રાપ્તિનું) અંતર જઘન્યથી અન્તર્મુહૂતનું, અને ઉત્કૃષ્ટથી (આશાતનાદિ) બહુ દોષવાળાને અર્ધપગલપરાવર્તમાં કંઈક ન્યૂનકાળ પર્યતનું છે. આભિનિબોધિક જ્ઞાનવાળાઓ વડે આ જગત શૂન્ય નથી, તેથી સર્વ જીવોની અપેક્ષાએ મતિજ્ઞાનનું અંતર નથી, તથા તે મતિજ્ઞાનવાળાઓ શેષશાનવાળાઓના અનન્તમા ભાગે છે. ક્ષાયોપથમિકભાવમાં મતિજ્ઞાન છે, બાકીના ભાવોમાં નથી; મતિજ્ઞાનવાળા થોડા છે, અને બાકીના જ્ઞાનાવાળા તેથી અનન્તગુણા છે. અહીં ભાગ અને અલ્પબદુત્વમાં અર્થથી કંઈ ભેદ નથી, તેથી તે મતિજ્ઞાન પામેલા અને પામતાઓનું અલ્પ-બહુત્વ કહેવું યોગ્ય છે. મતિજ્ઞાન પામતા થોડા અને તે કરતાં પૂર્વે પામેલા જઘન્યથી અસંખ્યાત ગુણા, ઉત્કૃષ્ટથી વિશેષાધિક છે. અથવા મતિજ્ઞાનવાળાઓનું અલ્પ બહુત્વ, શેષજ્ઞાનવાળાઓ સાથે, જ્ઞાન રહિતની સાથે, એ ઉભય સાથે, અને ગતિઆદિ ભેદે કરીને કરવું જોઈએ. લક્ષણ-ભેદ-વિષય-અને અનુયોગવારો વડે મતિજ્ઞાનનું વર્ણન કર્યું. હવે તે પછી ક્રમથી આવેલું શ્રુતજ્ઞાન પ્રરૂપીશું. ૪૩૭ થી ૪૪૩. અત્તરદ્વાર - કોઈ જીવ સમ્યક્ત્વ સહિત મતિજ્ઞાન પામીને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય, તે પછી અન્તર્મુહૂર્ત મિથ્યાત્વે રહીને, જો પુનઃ પણ સમ્યકત્વ સહિત મતિજ્ઞાન પામે, તો તેને મતિજ્ઞાનની પ્રાપ્તિના વિરહકાળરૂપ અંતર જઘન્યથી અન્તર્મુહૂર્તનું છે. અને મોટી આશાતના વિગેરે બહુ દોષવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy