SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો વિષય પરિમાણ. [૧૭૯ સમજવું, અને જઘન્યથી તો ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, એટલે કે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દાદિ અર્થને ગ્રહણ કરે છે. ૩૪૯ ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ જેટલું છે, પણ અસંખ્યાતમા ભાગ જેટલું નથી, કેમકે અતિશય નજીકમાં રહેલ અંજન-સળી-મેલ વિગેરેને ચક્ષુ જોઈ શકતી નથી. ક્ષેત્રથી મનનો વિષય અપરિમિત છે. તે દૂર, નજીક, મૂર્ત, અમૂર્ત સર્વ વસ્તુને કેવલજ્ઞાનની જેમ વિષય તરીકે ગ્રહણ કરે છે. કેવળ પુગલોને જ તે જાણી શકે છે, એવો નિયમ તેને માટે નથી. “જે પુલ માત્રને જ ગ્રહણ કરવામાં નિયત નથી, તેને વિષયનું પરિમાણ નથી.” મૂર્ત, અમૂર્ત સર્વને ગ્રહણ કરનાર હોવાથી જેમ કેવળજ્ઞાનનો અપરિમિત વિષય છે, તેમ મનને પણ અપરિમિત વિષય છે. અને જેને વિષયનું પરિમાણ છે, તે અવધિ-મન:પર્યય-જ્ઞાનની જેમ પુગલ માત્રને જ ગ્રહણ કરવારૂપ નિયમ સહિત છે. પ્રશ્ન :- આપે કહેલો હેતુ મતિ-શ્રુતજ્ઞાન સાથે અસંગત જણાય છે, તેથી તે અનેકાન્તિક છે, કારણ કે મૂર્ત-અમૂર્ત સર્વ વસ્તુને વિષયરૂપે એ બન્ને ગ્રહણ કરે છે, છતાં તે બન્ને પોતાના વિષયોને ગ્રહણ કરવામાં નિયમવાળા છે. શ્રોત્રાદિ ઇન્દ્રિય જન્ય મતિધૃતનું ક્ષેત્રથી વિષયપરિમાણ બાર યોજન આદિનું છે, કેમ કે બાર યોજન આદિથી આવેલા જ શબ્દાદિ વિષયો ગ્રહણ થાય છે. ઉત્તર :- ઇન્દ્રિયજન્ય મતિશ્રુતના વિષયનું એ પરિમાણ છે, અને ઇન્દ્રિયો તો પુદ્ગલમાત્રને જ ગ્રહણ છે, એટલે એમાં કંઈ હરકત નથી; પરંતુ મનોજન્ય મતિ-શ્રુત જેમ પુદ્ગલમાત્ર ગ્રહણ કરવામાં નિયત નથી, તેમ ક્ષેત્રથી વિષયનું પરિમાણ પણ તેમને નથી. તો પછી અમે કહેલ હેતુમાં અનેકાન્તિક દોષ કયાંથી આવે ? ૩૫૦. પ્રશ્ન :- ૩૩૬મી ગાથામાં “સ્પર્શાએલો શબ્દ (શ્રોસેન્દ્રિય) સાંભળે છે” એમ આપે કહ્યું છે. તેમાં શબ્દપ્રયોગથી મૂકાએલાં શબ્દદ્રવ્યો જ કેવળ સંભળાય છે, અથવા બીજાં તેથી વાસિત એવાં શબ્દદ્રવ્યો સંભળાય છે, કે મિશ્ર શબ્દદ્રવ્યો સંભળાય છે ? ઉત્તર :- વચનયોગથી મૂકાયેલાં કેવળ શબ્દદ્રવ્યો સંભળાતાં નથી, પણ મિશ્ર શબ્દદ્રવ્યો અથવા બીજા તલ્લાસિત શબ્દદ્રવ્યો સંભળાય છે, કેમ કે તે વાસિત કરવાનાં સ્વભાવવાળા છે અને શબ્દદ્રવ્યથી લોક આખો વ્યાપ્ત છે. આ વાતની વધુ સ્પષ્ટતા માટે વિસ્તારથી કહીએ છીએ. (૬) મસિસનસેફ, સર્વ = સુગડું મીસર્ચ સુગરૂ वीसेढी पुण सई, सुणेइ नियमा पराधाए ॥३५१॥ सेढी पएसपंती, वदतो सबस्स छद्दिसिं ताओ। जासु विमुक्का धावइ, भासा समयम्मि पढमम्मि ॥३५२॥ भासासमसेढिठिओ, तब्भासामीसियं सुणइ सदं । તમાવિયા, ૩સુરૂ વિસિલ્ય રૂપરૂા. अणुसेढीगमणाओ, पडिघायाभावओऽनिमित्ताओ। समयंतराणवत्थाणओ य मुक्काइं न सुणेइ ॥३५४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy