SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે. [૧૭૧ ' અથવા જેમ શ્રુતજ્ઞાનના અવસરમાં સામાન્યપણે (શ્રત) કહ્યું છે, તેમ મતિજ્ઞાનના અવસરે સર્વ મતિજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. તે તિજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. સમ્યકત્વાનગત આ સર્વ મતિ તે જ્ઞાન છે. અને વિપર્યયમાં અજ્ઞાન છે. કારણ કે અવિશેષિત સર્વ મતિજ છે. એમ પ્રથમ કહ્યું છે. મિથ્યાદષ્ટિ વિપરીત વસ્તુ ગ્રહણ કરવાથી, સાધનમાં વિપર્યય કરે છે, તેથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે અને સમ્યગૃષ્ટિનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે. જો તે પણ તેનો ધર્મ છે, તો તેમાં) વિપરીતપણું શું છે ? એમ નહિ કહેવું. કેમ કે બધા ધર્મ કાંઇ સાંધન નથી, પણ જે યોગ્ય હોય, તે જ સાધન છે. યોગ્યાયોગ્ય વિશેષ નહિ જાણનાર મિથ્યાદષ્ટિ વિપર્યય કરે છે, અને સમ્યગ્દષ્ટિ સ્વસ્થાને વિનિયોગ કરે છે. ૩૨૮-૩૩૨. . પૂર્વે ૭૯મી ગાથામાં જેમ જ્ઞાન-અજ્ઞાન ઉભયરૂપે શ્રુતજ્ઞાન કહ્યું છે, પણ એકલું સમ્યકુશ્રુત નથી કહ્યું, કારણ કે આગળ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ ગણાવાશે, તેમાં મિથ્યાશ્રુત પણ કહેવાશે. એ રીતે જેમ ટૂંકમાં જ્ઞાનઅજ્ઞાન ઉભયરૂપ શ્રુતજ્ઞાન કહ્યું છે, તેમ અહીં પણ સંશય વિપર્યયઅનધ્યવસાય અને નિર્ણયરૂપ જ્ઞાન-અજ્ઞાનાત્મક સર્વ પ્રકારના મતિજ્ઞાનનું સામાન્યથી નિરૂપણ. કર્યું છે. અહીં પાંચજ્ઞાનનો અધિકાર હોવાથી, સમ્યગુદષ્ટિને ઉદ્દેશીને, લૌકિક પ્રમાણ અપ્રમાણને ઉદ્દેશીને મતિનો નિર્ણય નથી કર્યો, પરંતુ જ્ઞાન, અજ્ઞાન સ્વરૂપમતિનો સામાન્યતયા વિચાર કર્યો છે, અને તેથી અવગ્રહઆદિને સંશયરૂપ નિર્ણયરૂપ માનવામાં કંઈ હાની નથી. અહીં તો શ્રુતની જેમ ટુંકમાં મતિજ્ઞાનની વિચારણા છે. પ્રશ્ન:- ભલે એ સામાન્યમતિનું નિરૂપણ હો. પરંતુ જયારે જ્ઞાન અને અજ્ઞાનનો વિચાર કરવાનો આવે ત્યારે લેવાનું છે. તેમાં જ્ઞાન ક્યું અને અજ્ઞાન કર્યું ? ઉત્તર - સામાન્યપણે કહેલી સમ્યગ્દષ્ટિ સંબંધી, સંશયરૂપ કે નિશ્ચયરૂપ મતિ, જ્ઞાનજ છે, અને મિથ્યાદષ્ટિની સંશયરૂપ કે નિશ્ચયરૂપ મતિ, અજ્ઞાન જ છે. આ સંબંધમાં અવગ્રહાદિનું નિરૂપણ કરતાં પ્રથમ નંદી સૂત્રકારે કહ્યું છે કે “વિજેસિકા મ મનાઈ મ૩ના , વિસેરિયા મર્ડ સિિાસ મ મરુના મિટ્ટિસ મ મન્નાdi ” એટલે કે અવિશેષિત મતિ તે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન છે, તથા વિશેષમતિ એટલે સમ્યગ્દષ્ટિની મતિ, તે મતિજ્ઞાન છે અને મિથ્યાષ્ટિની મતિ, તે મતિ અજ્ઞાન છે. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિનું સર્વ જ્ઞાન જ્ઞાનરૂપ છે, અને મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે સર્વ અજ્ઞાનરૂપ છે. ૩૨૯. અથવા મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ જીવ, જગદ્ગુરૂ પ્રણીત સર્વ વસ્તુતત્ત્વને વિપરીત જ ગ્રહણ કરે છે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સાધનને મોક્ષાદિના સાધનરૂપે નથી માનતો, પણ એથી વિપરીત અજ્ઞાન મિથ્યાત્વ અને અવિરતિ આદિને મોક્ષ આદિના સાધનરૂપે માને છે. તેથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ હોવાથી, નરકાદિનું કારણ બને છે, તેથી અજ્ઞાન જ છે; અને સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ હોવાથી મોક્ષાદિનું કારણ બને છે, તેથી જ્ઞાન જ છે. વળી વિપરીતરૂપે વસ્તુને ગ્રહણ કરનાર મિથ્યાદૃષ્ટિ કહે છે કે “વેહિતા હિંસા ન રોકાય” વેદવિહિત હિંસા દોષવાળી નથી. તેમજ કૃતવચનથી અશ્વમેઘ યજ્ઞના મધ્યના દિવસે, પાંચસો સત્તાણું પશુઓ જોઈએ, તથા હજારો જીવોને હણીને સેંકડો પાપ કરવા છતાં, પવિત્ર ગંગાના જળમાં સ્નાન કરીને જીવો મોક્ષે જાય છે.” એ પ્રમાણે સંસારના હેતુ ભૂત જીવાતાદિના કારણ રૂપ મિથ્યાજ્ઞાનને તેઓ મોક્ષઆદિના સાધનપણે માને છે. તથા જળસ્નાન-પશુવધ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy