SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સમ્યકત્વ અને મિથ્યાત્વને આશ્રયે જ્ઞાન અજ્ઞાન. [૧૬૫ સમસ્ત વસ્તુસ્વરૂપને ગ્રહણ કરનાર હોય તે જ જ્ઞાન છે, એક દેશને ગ્રહણ કરનાર જ્ઞાન નથી, એ કથન અયોગ્ય છે, કારણ કે - अहवा न सबधम्मावभासया तो न नाणमिळं ते । नणु निन्नओऽवि तद्देसमेत्तगाहि त्ति अन्नाणं ॥३१७॥ जइ एवं तेण तुहं, अन्नाणी नत्थि कोइ संसारे । मिच्छद्दिट्ठीणं ते, अन्नाणं नाणमियरेसिं ॥३१८।। सदसदविसेसणाओ, भवहेऊ जहिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अण्णाणं ॥३१९॥ एगं जाणं सव्वं, जाणइ सव्वं च जाणमेगं ति । pય સંઘમાં સર્વ સમ્મસિ નં વન્યું .રૂરના जे संसयादिगम्मा, धम्मा वत्थुस्स तेऽवि पज्जाया । તદિશામપત્તિ ૩ો, તે ના વિય સંસયા રૂરશી અથવા તે સર્વ ધર્મને જણાવનાર ન હોવાથી તે જ્ઞાનરૂપ નથી. જો એમ હોય તો નિર્ણય પણ અજ્ઞાન થાય, (કેમ કેતેના એક દેશનેજ ગ્રહણ કરે છે. શંકા-જો એમ હોય તો, તમારા મતે કોઇપણ સંસારી અજ્ઞાની નહી થાય, ઉત્તર-મિથ્યાષ્ટિને અજ્ઞાન છે અને સમ્યગ્દષ્ટિને જ્ઞાન છે. સદ્-અસના અવિશેષપણાથી, ભવહેતુકપણાથી, યદચ્છાએ, ઉપલબ્ધિ થતી હોવાથી, અને જ્ઞાનના વિરતિરૂપ ફળનો અભાવ હોવાથી, મિથ્યાદષ્ટિનું (જ્ઞાન) અજ્ઞાનરૂપ છે. સમ્યગૃષ્ટિ એક વસ્તુને જાણતાં સર્વ વસ્તુ જાણે છે, અને સર્વ વસ્તુ જાણતાં એકને જાણે છે, એમ તેને સર્વ વસ્તુ સર્વમય છે, એવો બોધ છે (તેથી તેને જ્ઞાન છે) જે સંશયાદિગમ્ય ધર્મો છે, તે વસ્તુના પર્યાયો છે, તેને જાણનાર સંશયાદિ છે, માટે તે પણ જ્ઞાન છે. ૩૧૭ થી ૩૨૧. સંશયાદિ ગાય વિગેરે વસ્તુના સર્વ ધર્મને ગ્રહણ કરતા નથી, માટે તે જ્ઞાનરૂપ નથી, પણ જે સંપૂર્ણ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરે, તે જ જ્ઞાનરૂપ છે. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે; કારણ કે એથી તો જ્ઞાનરૂપે માનેલ નિર્ણય પણ અજ્ઞાન થશે. એ નિર્ણય પણ ગાય આદિ વસ્તુના એક દેશનેજ ગ્રહણ કરે છે. ઉદાહરણ તરીકે - ગૌર આવું રૂપ છે માટે“આ બળદ છે” આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ નિર્ણયવડે બળદ, ઘટ, પટ, વિગેરે વસ્તુના ઘટત્ત્વ વિગેરે એક દેશજ પ્રહણ કરાય છે. તેથી તે પણ જ્ઞાન કેમ થાય ? ધર્મ ધર્મીથી કદીપણ જુદો હોતો નથી, તેથી એક દેશરૂપ ધર્મ ગ્રહણ કરવાથી, ધર્મારૂપ સંપૂર્ણ વસ્તુ પણ નિર્ણયવડે ગ્રહણ કરાય છે. માટે નિર્ણય જ્ઞાનરૂપ છે. આમ કહેવામાં આવે તો સંશયાદિમાં પણ એમજ છે. “શું આ સ્થાણુ છે કે પુરુષ છે ?” ઇત્યાદિ પ્રકારના સંશયથી “સ્થાણુત્વાદિરૂપ” વસ્તુના એક દેશને જાણે છે. વિપર્યાસ પણ વસ્તુના એક જ દેશને જાણે છે, અને અનધ્યવસાય પણ સામાન્યમાત્રરૂપ વસ્તુના એક દેશને જાણે છે, તેથી વસ્તુના એક દેશને જાણનાર હોવાથી સંશય વિગેરે સમગ્ર વસ્તુને જાણે છે, તો પછી તે પણ જ્ઞાન કેમ ન કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy