SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર અવગ્રહ સંશય આદિ જ્ઞાનરૂપ છે. [૧૬૩ છતે સંશયાદિથી અલગ રીતે થનારા અવગ્રહાદિ જ્ઞાનરૂપ છે, એમ સમજવું. પ્રશ્ન :- વિશેષણપૂર્વક હેતુ હોવાથી તેમાં અનેકાન્તિક દોષ નહિ આવે, પણ અસિદ્ધતાદોષ તો નિવારી નહિ શકાય. કેમ કે સંશયઆદિના સદ્દભાવથી અવગ્રહઆદિ સંશયરૂપજ છે. અને તે સંશયાદિથી અલગ થાય છે, માટે આપે કહેલો હેતુ અસિદ્ધ છે. ૩૧૨. વળી પૂર્વે ૩૦૯મી ગાથામાં આપે કહ્યું છે કે “સંશયરહિત જાણે તે નિશ્ચિત” અને “સંદિગ્ધ જાણે તે અનિશ્ચિત” ત્યાં સંદિગ્ધજ્ઞાન થવાથી, તે જ્ઞાન સ્પષ્ટ સંશયરૂપજ છે, જયાં સંશય હોય, ત્યાં તે સંદેહવાળાને કોઇ વખત વિપર્યય પણ થાય, માટે ઉપરોક્ત હેતુમાં સંશય અને વિપર્યય દૂર કરી શકાય એમ નથી. અથવા ઉત્તરભેદરૂપ સંદિગ્ધજ્ઞાનમાં દૂષણ આવે છે એટલું નહિ, પણ મૂળભેદરૂપ જે ઇહા છે, તે પણ સંશયરૂપજ છે. જો એને નિશ્ચયરૂપ માનવામાં આવે તો તે અપાય થાય. વળી ૩૧૦મી ગાથામાં આપે કહ્યું કે “પરધર્મ વડે મિશ્ર જાણે તે નિશ્ચિત” એ નિશ્રિતજ્ઞાન પણ ગાય આદિને અશ્વ આદિ રૂપે ગ્રહણ કરતાં વિપર્યાસરૂપજ છે. અન્ય વસ્તુ અન્યરૂપે ગ્રહણ કરવી, તે વિપર્યાસ કહેવાય છે. તથા નૈઋયિક અર્થાવગ્રહરૂપ અવગ્રહ અનિર્દેશ્ય સામાન્યમા ગ્રાહી હોવાથી, અનધ્યવસાયરૂપજ છે. કેમ કે એમાં કોઇપણ અર્થસંબંધી નિશ્ચય નથી થતો. એ પ્રમાણે અવગ્રહ વિગેરે સંશયઆદિ૩૫ હોવાથી, જ્ઞાનસ્વરૂપ નથી, અને જ્ઞાનસ્વરૂપ ન હોવાથી એ મતિજ્ઞાનના ભેદો નથી, જો તેમને મતિજ્ઞાનના ભેદો માનીએ, તો તેમાં સેંકડો દોષો પ્રાપ્ત થશે. ૩૧૩. ઉત્તર - સંદિગ્ધ એટલે વસ્તુ નહિ જણાવાથી અને વિપર્યય થવાથી, ત્યાં સંશય વિપર્યય થાય. એમ નહીં પણ સત્ય નિશ્ચય થવા છતાં પણ તે જ્ઞાનમાં તથા વિધક્ષયોપશમની વિચિત્રતાથી મનમાં કંઇક અલ્પશંકા રહે તે જેમકે - “બરાબર નથી જાણતો, આ એમ હશે કે અન્યથા હશે ?” એટલી અલ્પશંકા માત્રથી, એ જ્ઞાનને અજ્ઞાનું કહેવું યોગ્ય નથી, કેમ કે એથી વ્યવહારનો ઉચ્છેદ થાય છે. ધૂમ અને વાદળાં આદિથી અગ્નિ અને જલઆદિનો નિશ્ચય થવા છતાં, મુખેથી તે નિર્ણય જણાવતાં બધા પ્રમાતાઓને સ્ટેજ શંકા રહે છે, આથી તેઓ નિશ્ચિત વસ્તુ નથી જાણતા એમ ન કહેવાય, એમને એ જ્ઞાનમાં ક્યાંય પણ સંશય કે વિપર્યય નથી જણાતા. વળી “હા પણ સંશયરૂપજ છે.” એ કથન પણ યોગ્ય નથી કારણ કે “શું આ સ્થાણું છે કે પુરૂષ છે ?” એવા પ્રકારના સંશયને ઈહા નથી માનેલ, પરન્તુ જે બોધ પછી તરતજ અવશ્ય નિશ્ચય થાય છે, તથા અન્વયધર્મના સંભવ અને વ્યતિરેકધર્મના ત્યાગથી સન્મુખ થયેલા બોધને ઇહા માનેલ છે. એ પ્રમાણે પૂર્વે ઘણીવાર કહેલું છે. આવો બોધ નિશ્ચયાભિમુખ હોવાથી સંશય નથી, તેમજ નિશ્ચયની સમીપ હોવાથી નિશ્ચયરૂપ પણ નથી. નિશ્ચય સિવાય અન્ય સર્વ સંશયરૂપ હોવાથી “અજ્ઞાન છે એમ કહેવાથી નિશ્ચયના ઉત્પત્તિક્ષણને પણ અજ્ઞાન કહેવું પડશે. તેમ થવાથી નિશ્ચય પણ અજ્ઞાન બનશે. અવિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિ થાય નહિ. અહીં નિશ્ચય ઉપાદાન ક્ષણ કારણ છે, અને નિશ્ચયરૂપ કાર્ય છે, માટે અજ્ઞાનરૂપ નિશ્ચયઉપાદાનક્ષણથી, જ્ઞાનરૂપ નિશ્ચય ઉત્પન્ન ન થાય. “નિશ્રિતજ્ઞાન તે વિપર્યાસરૂપ છે.” એમ કહેવું પણ અયોગ્ય છે. કારણ કે લિંગઆશ્રિતજ્ઞાન તે નિશ્રિતજ્ઞાન, એવો અર્થ કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy