SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી ચાર ઇજિયો પ્રાપ્યકારી છે [ ૧૧૧ સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં જ થાય છે, તેથી ચક્ષુ અને મન એ બે સિવાય સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. * પ્રશ્ન :- ઇન્દ્રિયપણું સર્વમાં સમાન છતાં એમ કેમ કહો છો કે સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયોમાં જ તે વ્યંજનાવગ્રહ થાય છે બીજે નહિ. ઉત્તર :- તે સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર એ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે, પણ ચક્ષુ મન પ્રાપ્તકારી નથી, તેથી ઉપરોક્ત ચાર ઈન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે. પ્રાપ્યકારી એટલે ઈન્દ્રિય અને વિષયના સંબંધ દ્વારા, પ્રાપ્ત થયેલ એવા વિષયભૂત શબ્દાદિ વસ્તુને જાણે તે પ્રાપ્યકારી, અથવા પ્રાપ્યકારી- એટલે સ્પષ્ટ અર્થને ગ્રહણ કરનારી. વિષયના કરેલ ઉપઘાત અને અનુગ્રહ દેખાય છે, તેથી એ સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયો જ પ્રાપ્યકારી છે, જેમકે કર્કશ કામળી આદિનો સ્પર્શ થતાં સ્પર્શનેન્દ્રિયમાં, ત્રિકટુઆદિનો સ્વાદ લેતાં રસનેન્દ્રિયમાં, અશુચિ આદિના પુદ્ગલો સુંઘતાં ધ્રાણેન્દ્રિયમાં, ભેરી વિગેરેનો શબ્દ સાંભળતાં શ્રવણેન્દ્રિયમાં; અનુક્રમે ચામડી છોલાવી વિગેરે ઉપઘાત દેખાય છે. તથા ચંદન-સ્ત્રી-હંસ-તૂલ વિગેરેના સ્પર્શથી, દૂધ-સાકર વિગેરેના સ્વાદથી, કપૂરાદિ પુદ્ગલોને સુંઘવાથી, કોમળ-મંદ્ર આદિ શબ્દો સાંભળવાથી, અનુક્રમે સ્પર્શનાદિ ઈન્દ્રિયોમાં શીતળતા વિગેરે અનુગ્રહ દેખાય છે, તેવી રીતે તીક્ષ્ણ તલવાર ભાલાં વિગેરે જોવા છતાં ચક્ષને ચીરાવું વિગેરે ઉપઘાત જણાતો નથી, તેમજ ચંદન-અગરુ-કપૂર વિગેરે જોવાથી અનુગ્રહ થતો પણ જોવાતો નથી. તથા અગ્નિ આદિનું ચિંતવન કર્યા છતાં પણ મનને દાહઆદિ ઉપઘાત જણાર્તા નથી, તેમજ જળચંદન આદિ ચિતવતાં તૃષા છીપવી વિગેરે અનુગ્રહ પણ જણાતો નથી. ર૦૪. અહીં વાદી શંકા કરીને પૂછે છે કે - जुज्जइ पत्तविसयया, फरिसण-रसेण न सोत्त-घाणेसु । गिण्हंति सविसयमिओ, जं ताइं भिन्नदेसं पि ॥२०५॥ સ્પર્શન અને રસેન્દ્રિયમાં પ્રાપ્તવિષયતા ઘટે છે, (પણ) શ્રોત્ર અને ધ્રાણેન્દ્રિયમાં ઘટતી નથી; કારણ કે ભિન્ન દેશમાં રહેલા સ્વવિષયને પણ તે અહીંથી ગ્રહણ કરે છે. ૨૦૫. સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયમાં પ્રાપ્યકારીપણું ઘટે છે, કારણ કે તે બે ઇન્દ્રિયો પોતાને ગ્રાહ્ય વસ્તુરૂપ વિષય સ્પર્ધાયેલ હોય, તો તેને ગ્રહણ કરે છે, પરંતુ શ્રોત્ર-અને ઘાણેન્દ્રિયમાં એ પ્રાપ્તવિષયતા ઘટતી નથી, કારણ કે તે ઈન્દ્રિયો પોતાના દેશથી ભિન્ન દેશમાં રહેલા પોતાના વિષયને ગ્રહણ કરે છે, આ બાબત તો અનુભવ સિદ્ધ છે, કેમકે શબ્દ કંઈ શ્રોસેન્દ્રિયમાં પેસીને જણાવતો નથી. તેમ શ્રોત્રેન્દ્રિય જ્યાં શબ્દ હોય છે ત્યાં જઈને તેને ગ્રહણ કરતી નથી, આ બે સિવાય ત્રીજા પ્રકારે વિષયનો સ્પર્શ થવો ઘટતો નથી. વળી “દૂર કોઈનો આ શબ્દ સંભળાય છે” એવી માનવોક્તિ પણ સંભળાય છે. તથા દૂર રહેલા કપૂર-પુષ્મ-કુંકુમ વિગેરેનો ગબ્ધ નિર્વિવાદ અનુભવાય છે, માટે શ્રોત્ર ઘાણેન્દ્રિયમાં પ્રાપ્તવિષયતા ઘટતી નથી. ર૦૫. આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy