SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અસંખ્યાતા અધ્યવસાયો એક દિવસે થાય છે, તે કેમ જણાય ? અસંખ્યાતા સમય સુધી શબ્દાદિ દ્રવ્ય સંબંધનો સદ્ભાવ છતાં પણ, જો તે અજ્ઞાન છે, તો છેલ્લા સમયે શબ્દાદિ દ્રવ્યના વિજ્ઞાનનું સામર્થ્ય કેવી રીતે થાય ? જે વસ્તુ સર્વથા પૃથફમાં નથી, તે રેતીના કણની પેઠે સમુદાયમાં પણ નથી, પ્રત્યેકમાં જ્ઞાન ન માનતાં તેના સમુદાયમાં તું કેવી રીતે માને છે ? જો સમુદાયમાં જ્ઞાન છે તો કંઈક ન્યૂન સમુદાયમાં તે કેમ ન હોય ? અથવા સમુદાયમાં ન હોય તો તે સર્વ ન્યૂનમાં કેમ હોય ? તંતુ પટનો ઉપકારી છે, સમસ્તપટ રૂપ નથી; પરંતુ તે સર્વ સમુદિત હોય તો સમસ્તપટ થાય છે. તેવી જ રીતે સર્વ સમયોમાં જ્ઞાન છે. ૧૯૬ થી ૨૦૩. તે વ્યંજન સંબંધકાળે પણ, ત્યાં પૂર્ણ ઈન્દ્રિય સંબંધી વ્યંજનાવગ્રહમાં જ્ઞાન છે. પરંતુ માત્ર એકજ તૈજસ અવયવના પ્રકાશની પેઠે અતિશય અલ્પ હોવાથી અવ્યક્ત છે, તેથી સ્વસંવેદનથી પ્રગટ જણાતું નથી. જો એ અવ્યક્ત છે, તો તેનો સદ્ભાવ કેમ મનાય ? એમ કોઈ પૂછે તો તેનો ઉત્તર આગળ પ્રસંગે આપીશું, પણ તે પહેલાં દષ્ટાન્તમાં બહેરા વિગેરેને જ્ઞાનનો અભાવ કહ્યો છે, તે તો યોગ્ય જ છે. કારણ કે બહેરાને તથા જેની પ્રાણઆદિ ઈન્દ્રિયો નબળી હોય, તેવાઓને તે વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપ નથી, કેમ કે તેમને ઉભય-વ્યંજનરૂપજ્ઞાનના કારણનો અભાવ છે, અને અવ્યક્ત જ્ઞાનનો પણ અભાવ છે. ૧૯૬. પ્રશ્ન :- જેમ “અંધકાર એ પ્રકાશ છે” ઈત્યાદિ કહેવું એ વિરુદ્ધ છે, તેમ “જ્ઞાન અવ્યક્ત છે” એમ કહેવું એ પણ વિરૂદ્ધ છે. ઉત્તર :- તારા આ પ્રશ્નનો ઉત્તર ઉપર જ કહ્યો છે, કે એક તૈજસ અવયવના પ્રકાશની પેઠે તે જ્ઞાન સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત છે. અથવા સુતેલા-ઉન્મત્ત અને મૂચ્છ પામેલા વિગેરે પ્રાણીઓને પોતાનું જ્ઞાન, જેમ તે વખતે અતિસૂક્ષ્મ હોવાથી, અનુભવમાં આવતું નથી. તેમ અહીં પણ સમજવું. ૧૯૭. પશ્ન :- જો તે સુતલા પ્રાણીઓને પોતાનું જ્ઞાન અનુભવાતું નથી, તો પછી તેમને તે જ્ઞાન છે એમ કેમ માની શકાય ? ' ઉત્તર :- સ્વમાવસ્થામાં સુતેલા પ્રાણીઓને બોલવું વિગેરે ચેષ્ટાઓથી જ્ઞાન છે, એમ જણાય છે. કેટલાક સુતેલા પ્રાણીઓ સ્વપ્રાવસ્થામાં કંઈક બોલે છે, સંકોચ-વિકોચ આળસ મરડવી-બગાસું ખાવું-ખજવાળવું વિગેરે ચેષ્ટાઓ કરે છે, તે ચેષ્ટાઓને તેઓ તે વખતે અનુભવતા જાગ્યા પછી પણ તેને સંભારતા નથી, તે છતાં એ ચેષ્ટાઓ અમતિપૂર્વક નથી પણ મતિપૂર્વક છે. જો એમ ન હોય તો કાષ્ટ વિગેરે જડ પદાર્થને પણ તે ક્રિયાઓ થવી જોઈએ. માટે ધૂમથી જેમ અગ્નિ જણાય છે, તેમ તે ચેષ્ટાઓથી તેઓમાં જ્ઞાન જણાય છે. ૧૯૮. પ્રશ્ન :- શું સ્વચેષ્ટિત પણ કોઈકને નથી જણાતું, કે જેથી સુતેલાને સ્વચેષ્ટિતનું અસંવેદના કહો છો ? ઉત્તર :- હૃદયગોચર અધ્યવસાયસ્થાનો છબસ્થ આત્મા જાગતાં છતાં પણ જાણતો નથી, તો પછી સુતેલો આત્મા તે કેવી રીતે જાણી શકે ? કેવળી ગમ્ય સૂક્ષ્મ અધ્યવસાય સ્થાનો, એક અન્તર્મુહૂર્તમાં અસંખ્યાતા ચાલ્યા જાય છે, તે આખા દિવસમાં કેટલા જાય? આ સર્વ અધ્યવસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy