SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અવગ્રહ આદિનો અર્થ [૯૯ મતિવાળા પુરુષને, વ્યવહાર કાળે તેવા શ્રુતની અપેક્ષાવિના જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે કૃતનિશ્રિતજ્ઞાન છે, અને જે તેવા શ્રુતના સંસ્કાર વિના સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થાય, તે અશ્રુતનિશ્રિત જ્ઞાન છે. તેમાં અવગ્રહ-ઇહા-અપાય અને ધારણાના ભેદથી શ્રુતનિશ્રિતજ્ઞાન ચાર પ્રકારે છે. અને ઔત્પાતિકીવનયિકી-કર્મચા તથા પારિણામિકી એ બુદ્ધિ ચતુષ્કના ભેદે અશ્રુતનિશ્રિતજ્ઞાન પણ ચાર પ્રકારે છે. જો કે ઔત્પાતિકી વિગેરે બુદ્ધિઓમાં અવગ્રહાદિ થાય છે. તો પણ “પૂર્વે અદષ્ટ, અશ્રુત પદાર્થ જાણે છે અને તરતજ વિશુદ્ધપણે અર્થ ગ્રહણ કરે છે.” ઈત્યાદિ વચનથી પરઉપદેશઆદિની અપેક્ષા સિવાય જ્ઞાન થતું હોવાથી તે શ્રતનિશ્રિત નથી. અવગ્રહાદિ તો પૂર્વે શ્રતના સંસ્કાર થયા વિના સંભવતા નથી, કેમ કે ઈહાગત અભિલાપ પરોપદેશ વિના ઘટે નહિ, માટે તે શ્રુતનિશ્ચિત કહેવાય છે. ઔત્પાતિકી આદિમાં ઇહાદિગત અભિલા૫, તથાવિધ કર્મના ક્ષયોપશમથી, પરઉપદેશઆદિ સિવાય પણ થાય છે. તેથી તે અશ્રુતનિશ્ચિત કહેવાય. ૧૭૭. રૂપાદિપદાર્થના પ્રથમ દર્શન થયા બાદ તરત જ, તેને અવ્યક્ત-સામાન્યપણે ગ્રહણ કરવું (જાણવું), તે અવગ્રહ કહેવાય છે. અવગૃહિત (તેવી રીતે જાણેલ) અર્થના ભેદનો વિચાર કરવો, એટલે અવગ્રહ થયા પછી અને અપાય થયા પૂર્વે, સદ્ભૂત પદાર્થ વિશેષને ગ્રહણ કરવા સન્મુખ તથા અસદ્ભૂત અર્થવિશેષને ત્યાગ કરવા સન્મુખ થવું જેમ કે અહીં ઘણું કરીને કાગડા વિગેરે પક્ષીના માળાઆદિ સ્થાણું (ઠુંઠા)ના ધર્મો જણાય છે, પણ માથું ખંજવાળવું વિગેરે પુરૂષના ધર્મો જણાતા નથી. ઇત્યાદિ રૂપે જે મતિવિશેષ થાય તે ઇહા કહેવાય છે. આ સ્થાણુંજ છે અથવા પુરૂષ જ છે, એ પ્રમાણે એક પ્રકારનો નિશ્ચયાત્મક બોધ અથવા વિશિષ્ટનિશ્ચય તે અપાય, અને તે અપાયવડે નિશ્ચિત અર્થને અવિશ્રુતિ સ્મૃતિ-યા વાસનારૂપે ધારી રાખવું તેને ધારણા કહે છે. ૧૭૮-૧૭૯. એ અવગ્રહાદિકનો ક્રમ પણ એજ પ્રમાણે છે. એટલે કે અવગૃહિત અર્થની જ ઇહા થાય, ઇહિત અર્થનો જ નિશ્ચય થાય, અને નિશ્ચિત અર્થનીજ ધારણા થાય છે. એ રીતે મૃતનિશ્રિત આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન)ના સંક્ષેપથી ચાર ભેદો છે, અને વિસ્તારથી અઠ્ઠાવીસ ભેદો છે, તે આગળ કહેવાશે. ૧૮૦. હવે અવગ્રહાદિ ચારેની બીજાઓ જે અન્યથા વ્યાખ્યા કરે છે અને તેથી તેમાં જે વિરોધ છે, તે દૂર કરવા માટે ભાષ્યકાર કહે છે કે – सामण्णविसेसस्स वि, केई उग्गहणमुग्गहं बेंति । = મરિä તાં તિ , તે નો વઘુવોસમાવાડ #l૨૮ ईहा संसयमेतं केइ, न तयं तओ जमन्नाणं । મનાઇસા વેરા, મા તડું ગુd l૮રી जमणेगत्थालंबणमपज्जुदासपरिकुंठियं चित्तं । संयइव सबप्पयओ, तं संसयरूवमन्नाणं ॥१८३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy