SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) મશ્રિતનું વિશેષ વિવરણ [૮૫ પ્રશ્ન :- જો ચઉદપૂર્વધરોના મતિવિશેષો શ્રત છે, તો તે મતિવિશેષો પણ નિશ્ચશ્રુતજ્ઞાનજ જાણવા એ પ્રમાણે મૂળમાં કેમ ન કહ્યું,’ અને ‘અભ્યન્તર' શબ્દ નકામો કેમ ગ્રહણ કર્યો ? ઉત્તર - જેમ અંગ તે અંગની અભ્યન્તર ગણાય છે, શ્રુત પણ શ્રુતની અભ્યત્તરજ કહેવાય છે. એ કારણથી “અભ્યન્તર' શબ્દ મૂળમાં ગ્રહણ કર્યો છે. અથવા તો છન્દોભંગ ન થાય તે માટે ગ્રહણ કર્યો છે. તથા “સુચનામન્તરે ગા” એ પદનો અર્થ બીજી રીતે પણ થાય છે, તે આ પ્રમાણે ; “શ્રુતજ્ઞાન” એ શબ્દ વડે ચૌદપૂર્વરૂપ શ્રત સમજવું, અને તેથી ગમ્ય અર્થોના ગ્રહણ કરવાવાળા મતિવિશેષો પણ ચૌદપૂર્વના અક્ષરલાભ શ્રુતની અંદર જ જાણવા, પરંતુ ભિન્ન ન જાણવા. કારણ કે ચૌદ પૂર્વ વડે કેટલાક સાક્ષાત્ અને કેટલાક ગમ્યપણે એમ સર્વ અભિલાપ્ય પદાર્થ જાણી શકાય છે. તેથી ગમ્ય મતિવિશેષો પણ શ્રુતાનુસારી હોવાથી શ્રુતની અભ્યન્તરજ છે. ૧૪૩. અક્ષરાનુસારે (શ્રુત ગ્રંથાનુસારે) જે મતિવિશેષો થાય છે, તે સર્વ શ્રત છે, એ અનેકવાર કહ્યું છે અને જે યથોક્ત શ્રુતની અપેક્ષા વિના સ્વયં વસ્તુતત્ત્વ જાણનારરૂપ મતિવિશેષો થાય છે, તે શુદ્ધ મતિજ્ઞાન છે. એવી રીતે એ પણ અનેક પ્રકારે પૂર્વે કહેલું છે. આ પ્રમાણે હોવાથી ચૌદપૂર્વગત અક્ષરોના અનુસાર ઉત્પન્ન થતા મતિવિશેષો તે સર્વે શ્રુતજ્ઞાન જ છે. ૧૪૪. અહીં સુધી દ્રવ્યશ્રુતાદિનું સ્વરૂપ બતાવવાને “બુદ્ધિદિઢે અત્ય” ઈત્યાદિ મૂળ ૧૨૮મી ગાથાની વ્યાખ્યા કરી, અને “કઈ બુદ્ધિઢેિ” ઇત્યાદિ ૧૩રમી ગાથા વડે કેટલાંક દૂષણ બતાવ્યાં, હજી પણ બીજાં વિશેષ દૂષણ બતાવવાને આચાર્યશ્રી પુનમતાન્તર જણાવે છે - केइ अभासिज्जन्ता, सुयमणुसरओ वि जे मइविसेसा । मन्नंति ते मइ च्चिय, भावसुयाभावओ तन्नो ॥१४५॥ किह मइ-सुयनाणविऊ, छट्ठाणगया परोप्परं होज्जा ! । भासिज्जत मोत्तुं, जइ सव्वं सेसयं बुद्धी ॥१४६।। सामन्ना वा बुद्धी, मइ-सुयनाणाइं तीए जे दिट्ठा । भासइ संभवमेत्तं, गहियं न उ भासणामेत्तं ॥१४७॥ मइसहियं भावसुयं, तं निययमभासओऽवि मइरन्ना । मइसहियंति जमुतं, सुओवउत्तस्स भावसुयं ॥१४८॥ जे भासइ चेय तयं, सुयं तु न उ भासओ सुयं चेव । केई मईय विदिट्ठा, जं दब्बसुयत्तमुवयंति ॥१४९॥ एवं धणिपरिणामं, सूयनाणं उभयहा मइन्नाणं । जं भिन्नसहावाइं, ताई तो भिन्नरूवाइं ॥१५०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy