SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મતિ શ્રુતનો વિશેષ વિચાર [ ૬૭. सुयविण्णाणप्पभवं, दब्बसुयमियं जओ विचिंतेउं । पुव्वं पच्छा भासइ, लक्खिज्जइ तेण भावसुयं ॥११३॥ अविसेसिया मइ च्चिय, सम्मद्दिट्ठिस्स सा मइन्नाणं । मइअन्नाणं मिच्छदिट्टिरस सुयंपि एमेव ॥११४॥ सद-ऽसदविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अण्णाणं ॥११५॥ મતિપૂર્વક શ્રુતજ્ઞાન કહ્યું છે, પણ શ્રુતપૂર્વક મતિજ્ઞાન નહિ; આટલો ભેદ આ બેમાં છે; કેમ કે મતિ પૂર્વમાં રહીને શ્રુતને પૂરણ કરે છે અને પાલન કરે છે. મતિ વડે જ (શ્રુત) પૂરણ કરાય છે, પ્રાપ્ત કરાય છે, અને અપાય છે, પણ મતિ સિવાય નહિ. વળી ગ્રહણ કરેલું શ્રુત મતિ વડે જ પાલન કરાય છે, તે સિવાય નાશ પામે છે; (શંકા) જેથી મતિ-શ્રુતજ્ઞાન અને તે બન્ને અજ્ઞાન પણ સમકાળે થાય છે, તેથી શ્રુત મતિપૂર્વક નથી, એમ નહિ માનો તો મતિજ્ઞાન થયે છતે પણ શ્રુતઅજ્ઞાન માનવું પડશે, (ઉત્તર) અહીં મતિ-શ્રુત સમકાળે કહ્યાં છે, તે લબ્ધિથી જાણવાં, પણ ઉપયોગથી નહિ. અમે મતિપૂર્વક શ્રુત કહીએ છીએ તે મતિથી થયેલ શ્રુતનો ઉપયોગ છે. (શંકા) સાંભળીને જે મતિજ્ઞાન થાય છે, તે મતિજ્ઞાન પણ શ્રુતપૂર્વક છે; તેથી તે બેના પૂર્વપૂર્વપણામાં પરસ્પર ભેદ નથી. (ઉત્તર) તે મતિ દ્રવ્યશ્રુતથી થયેલ છે, પણ ભાવશ્રુતથી થયેલ નથી. કાર્યરૂપે મતિ નથી થતી, પણ અનુક્રમે થતી મતિનો કોણ નિષેધ કરે છે? કેમ કે શ્રુતપયોગથી ચ્યવેલાને મતિમાં અવસ્થાન છે. દ્રવ્યશ્રુત અતિપૂર્વક છે, કેમ કે ચિંતવ્યા સિવાય કોઈ બોલતું નથી એમ માનનારાઓને ભાવશ્રુતનો અભાવ પ્રાપ્ત થાય છે; અને (તેથી ફકત મતિ જ રહેવાથી ચિંતવવાનો) ભેદ નહિ રહે. દ્રવ્યહ્યુત મતિથી થાય છે, અને તે મતિ પણ દ્રવ્યઋતથી થાય છે, તેથી તે બંનેમાં ભેદ નથી, માટે ભાવશ્રુત મતિપૂર્વક છે, અને દ્રવ્યશ્રુત તે ભાવૠતનું લક્ષણ છે, એમ માનવું યોગ્ય છે. શ્રતવિજ્ઞાનથી આ દ્રવ્યશ્રુત થયેલું છે, કેમકે પહેલા વિચારીને પછી બોલે છે, ને તે દ્રવ્યશ્રુતથી ભાવશ્રુત જણાય છે. અવિશેર્ષિત-સામાન્યપણે મતિ જ છે, અને સમ્યગ્દષ્ટિની મતિ તે મતિજ્ઞાન તથા મિથ્યાદષ્ટિની મતિ તે મતિઅજ્ઞાન છે. એ પ્રમાણે શ્રુતમાં પણ જાણવું. સત-અસતુનાં વિવેક શૂન્ય છે, ભવનો હેતુ છે, સ્વતંત્રપણે પ્રવર્તે છે, જ્ઞાનનાં ફળથી રહિત છે, તેથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. ૧૦૫ થી ૧૧૫. મતિપૂર્વક શ્રુત છે.” એ વચનથી આગમમાં પહેલાં મતિ અને પછી શ્રુત કહ્યું છે, પણ શ્રુતપૂર્વિકા મતિ એમ કહ્યું નથી, એટલો આ બે જ્ઞાનમાં ભેદ છે. જો કદિ મતિ-શ્રુત એક રૂપ હોય, તો ઘટ અને ઘટના સ્વરૂપની પેઠે, એક બીજાના પૂર્વ પશ્ચાદ્ભાવ ઘટે નહિ. પરંતુ અહીં પૂર્વ-પશ્ચાદ્ભાવ છે, તેથી બન્નેમાં ભેદ છે. મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનની પહેલાં ઉત્પન્ન થાય છે, તથા શ્રતને પૂરણ કરે છે, અને પાળે છે, તેથી શ્રુત પહેલાં મતિ કહી છે, અહીં પૂર્વશબ્દનો અર્થ કારણ છે. તે કારણ તો કાર્યની પૂર્વે જ હોય છે. “સમ્યગુજ્ઞાનપૂર્વક સર્વપુરુષાર્થની સિદ્ધિ છે” ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy