SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આવેલે બીજો પુરુષ કમળ લેવા ગયા તેની પણ આવી દશા થઈ. પશ્ચિમ દિશામાંથી આવેલા ત્રીજા પુરુષની અને ઉત્તર દિશામાંથી આવેલા ચોથા પુરુષની પણ આ વલે થઈ. એવામાં રાગદ્વેષથી રહિત એવા એક ભિક્ષુ ત્યાં આવ્યા. તેમણે પેલા ચાર પુરુષોને કાદવમાં ખેંચી ગયેલા જોયા. એમણે પુષ્કરિણુમાં ઊતરવાને બદલે કાંઠે ઊભા રહી બૂમ પાડીઃ હે ધળા કમળ ! અહીં ઊડી આવ” અને થયું પણ તેમજ ! - શ્રમણ ભગવાનના આ રૂપકને અર્થ, કેઈ સાધુ કે સાધ્વીથી ન સમજાતાં એમણે એનું રહસ્ય સમજાવ્યુંઃ પુષ્કરિણી એ સંસાર છે, એનું પાણું તે કર્મો, કાદવ તે કામભોગે, ધેલાં કમળો તે જનસમુદાય, ઉત્તમ કમળ તે રાજા, જુદા જુદા વાદીઓ તે પેલા ચાર પુરુષ, પેલા ભિક્ષુ તે સદ્ધર્મ, કાંઠે તે સંઘ, ભિક્ષુએ પાડેલી બૂમ તે ધર્મોપદેશ અને કમળનું ઊડીને આવવું તે મેક્ષની પ્રાપ્તિ. આમ આ કમળનું રૂપક છે. આ પછી તજજીવત૭રીરવાદ, પંચમહાભૂતવાદ, ઈશ્વરને કારણ માનનારાને વાદ અને નિયતિવાદનું સ્વરૂપ સમજાવાયું છે. બહિરંગ પદાર્થો, નિકટનાં સગાંવહાલાં અને એથી પણ નિકટનું શરીર આપત્તિસમયે કંઈ કરી શકતાં નથી એથી એના ઉપર મમતા ન રાખવી ઘટે. આમ જાણું સુભિક્ષુ અહિંસાદિ પૂર્ણપણે પાળે છે અને આહારની શુદ્ધિ માટે કાળજી રાખે છે. એવા સુભિક્ષુ પાસેથી ધર્મ સાંભળી પરાક્રમી પુરુષ સંપૂર્ણ સિદ્ધિ મેળવે છે. - કિરિયાઠાણ( ક્રિયાસ્થાન)–ક્રિયાનું સ્થાન” એ આને શબ્દાર્થ છે. પ્રાણુઓ મનુષ્યાદિ પ્રાણીઓ પ્રત્યે તે પ્રકારે પાપકર્મ કરે છે અને એમ એમને કર્મ બંધાય છે. આ દરેક પ્રકારને “ક્રિયાસ્થાન” કહે છે. ૧. આ અઝયણને અંગે આગદ્દારક આનન્દસાગરસૂરિએ જે વ્યાખ્યાને આપ્યાં હતાં તે “આગમ દ્વારકની અમેઘ દેશના શ્રી સૂયગડાંગ પુંડરીકાધ્યયનમ્” એ નામથી હાલમાં છપાય છે. શ્રી મહાવીરકથા(ખડ ૭)માં ભગવાન મહાવીરની જે “પંદર દષ્ટાંત-કથાઓ ” અપાઈ છે તેમાં પૃ.૪૬-૮માં પદરમી કથા તરીકે “ “વેત કમળ ”ની કથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy