SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું ] પીઠબબ્ધ ઈ. સ. ૧૯૧૦માં આયારના પ્રથમ સુફખંધનું અને ઈ. સ. ૧૯૧૮માં વવહાર, નિસીહ અને મહાનિસીહનું અને વાલે શાપેન્ટિયર (Jarl Charpentier) દ્વારા ઈ. સ. ૧૯૨૧માં ઉત્તરજઝયણનું સંપાદન થયું છે. રૂપરેખાની ભાષાદીઠ સામગ્રી આગમોની આછી કે ઘેરી રૂપરેખાઓ ઓછેવત્તે અંશે અત્યાર સુધીમાં અનેક વિદ્વાનોને હાથે વિવિધ ભાષામાં આલેખાઈ છે. આની આપણે ભાષાદીઠ રચનાવર્ષ અનુસાર સંક્ષિપ્ત નેંધ લઈશું. અદ્ધમાગહી–સૂયગડ (૨, ૧, ૧૧; પૃ. ૭૩)માં બાર અંગે ગણાવાતાં પહેલાં બેને અને છેલ્લા અને વિવાહ (સ. ૭૩૨)માં પહેલા અને છેલ્લા સાક્ષાત ઉલ્લેખ છે, જ્યારે બંનેમાં બાકીનાં જાવ - થી સૂચવાયાં છે. ઠાણ (ઠા, ૧૦; સુ. ૭૫૫)માં દસ દસ અજઝયણવાળી દસ દસાનાં નામ છે. વિશેષમાં ઠા. ૩, ઉ. ૧; સુ. ૧૫રમાં ચંદપણુત્તિ, સૂરપત્તિ અને દીવસાગરપત્તિ એમ ત્રણ પણુત્તિઓ ગણવાઈ છે. સમવાય (સુ. ૧૩૬ )માં બારે અંગોનાં નામ છે એટલું જ નહિ પણ એ અને એના પછીનાં સુત્ત ૧૩૭–૧૮૭માં એ બારેને સંક્ષિપ્ત પરિચય અપાય છે. સુત ૧૪૮માં દ્વાદશાંગ ગણિપિટકની આરાધનાનું અને વિરાધનાનું ફળ દર્શાવાયું છે. નંદીમાં સમ્યફ-કૃતના પરિચયના પ્રસંગે ૪૦ મા સુત્તમાં બાર અંગેનાં નામ ગવાયાં છે. વિશેષમાં ૪૪માં સુત્તમાં પણ આ જ બાર નામનો ઉલ્લેખ છે તેમજ ૨૯ કાલિય અને ૩૧ ઉકાલિય આગમોનાં નામ છે. સુ. ૪૫–૫૬ માં બારે અંગોને પરિચય અપાયો છે. ૧. આ મારા જેવામાં આવ્યું નથી. A History of Indian Literature (Vol. II, p. 465 )માં આ સંબંધમાં “Das Mahanisihasutha, Berlin 1918 (A BA 1918 No 8)” એ ઉલેખ છે. ૨. આગમો પુસ્તકારૂઢ કરાયા તે વેળા બજાવ” થી પૂર્વે લખાયેલા આગમમાં પાઠને અનુસરવાનું સૂચન કરાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy