SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલુ ] પૂરવણી બધું અંગપ્રવિષ્ટ હેય એ માન્યતા ભૂલભરેલી છે, પણ અંગપ્રવિષ્ટ શાસ્ત્ર ગણધરનાં જ કરેલાં હોય એ માન્યતા વ્યાજબી છે, અર્થાત અંગબાહ્ય શ્રુત ગણધર કે અન્ય સ્થવિરકત હોય તેમાં અડચણ નથી.” પૃ. ૧૭૬માં ઈરિયાવહિય સુરને મહાવીરસ્વામી કેવલી થયા તે પૂર્વેનું એ છે એમ કહ્યું છે. અન્તમાં પૃ. ૧૭૬માં સારાંશ નીચે મુજબ અપાયેલ છે – “(૧) આવશ્યક સૂત્ર જે વર્તમાનમાં છે તે અસલથી છે. ' (૨) આ આવશ્યકસૂત્રનું કથન અર્થ થકી ભગવાન મહાવીર મહારાજે કરેલું છે અને સૂત્ર થકી રચના તેની ગણધર મહારાજે જ કરેલી છે. ( ૩) તીર્થસ્થાપનાને દિવસેજ આવશ્યક સૂત્રની રચના થએલી છે. (૪) અંગપ્રવિષ્ટ નહિ છતાં પણ આવશ્યક સૂત્રની રચના ગણધરોએ જ કરેલી છે.” પ્રખર વક્તા મુનિ રામવિજયજી(વિજયરામચન્દ્રસૂરિજી)એ “સનાતન સત્યને સાક્ષાત્કાર ” એ નામના પુસ્તિકારૂપે લખેલા લેખમાં (પૃ. ૧૬૭)માં, સુખલાલજીએ પંચપ્રતિક્રમણની પ્રસ્તાવનામાં ઉપસ્થિત કરેલા પ્રશ્ન “આવશ્યકસૂત્રના કર્તા કોણ”ને ઉત્તર વિસ્તારથી સૂચવ્યું છે. આવસયના કર્તુત્વ અંગે B C D J(પૃ. ૧૫૮)માં મેં નોંધ લીધી છે અને સેનપ્રશ્ન( પત્ર ૨૦૪ અને ૫૧અ )માંથી અવતરણ આપી પડાવશ્યકત્ર ગણધરકૃત છે એવું સેનપ્રશ્નકારનું મન્તવ્ય નોંધ્યું છે કે જે બાબત હું સુખલાલજીનું સાદર ધ્યાન ખેચું છું. - “ણકાર” (નમસ્કાર) મન્ન-વૈદિક હિન્દુઓમાં જે સ્થાન ગાયત્રીનું છે અને બાહોમાં “ તિસરણમ– "નું જે હતું તેવું મહત્વનું અને પ્રસિદ્ધ સ્થાન જેનેના ત્રણે ફિરકાઓમાં નવકાર મન્ત્રનું છે. ૧ આ લેખ શ્રી વીર સમાજ, અમદાવાદથી ઈ. સ. ૧૯૨માં છપાયે છે. ૨ આ માત્ર તેમજ એનું જૈન, નેયાયિક, વૈશેષિક, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈમિનીય સમ્પ્રદાય પ્રમાણેનું ઉપાધ્યાય શુભતિલકે રચેલું વ્યાખ્યાન મેં સમ્માદિત કરેલી અનેકાર્થરત્નમંજૂષા(પૃ. ૭૧-૮૨ )માં છપાયેલ છે. ૩ આના “નમો અરિહંતાણું” એ પદના ૧૧૦ અર્થ અ૦ ૨૦ મં૦માં (પૃ. ૧૦૩-૧૧૮)માં છપાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy