SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું ] દિગમ્બરીય મતવ્ય . ૨૨૧ ૧૬૨) વર્ષે અને શ્વેતામ્બર માન્યતા અનુસાર ૫૮૪ (૪૧૪+૧૭૦) વર્ષે દસ પુષ્યનું જ્ઞાન ધરાવનાર કેજી રહ્યું નહિ. શ્વેતામ્બરેના કથન મુજબ આર્યરક્ષિતસૂરિએ સંપૂર્ણ નવ પુષ્ય અને દસમા પુષ્યના ૨૪ જવિએ (યવિક) સુધી અભ્યાસ કર્યો હતો. એમના શિષ્ય પિકી દુર્બલિકા પુ૫મિત્ર નવ પુત્વ ભણ્યા હતા, પણ અભ્યાસ ન રહેવાથી એ ભૂલી ગયા. આગળ ઉપર તે એક્ર પુત્રના જ્ઞાતા પણ. રહ્યા નહિ. શ્વેતાંબર માન્યતા મુજબ વીરસંવત્ ૧૦૦૦ બાદ અને દિગ અરેની માન્યતા અનુસાર વીરસંવત્ ૬૮૩ બાદ કોઈ પૂર્વધર કે અંગધર પણ રહ્યા નહિ. જયધવલા( ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯)માં કહ્યું કે પાંચ જ એકાદશાંગધારીઓ થયા છેઃ નક્ષત્ર, જસ( યુ )પાલ, પાડુ, ધ્રુવસેન અને કંસાચાર્ય. આ પાંચનાં ૨૨૦ વર્ષ દર્શાવાયાં છે. એવી રીતે કેવળ આયારના-એક અંગના જાણકાર તરીકે સુભદ્ર, યશોભદ્ર, યશેબાહુ અને લોહાચાર્યને તેમજ એમનાં વર્ષ તરીકે ૧૧૮ વર્ષને ઉલ્લેખ અહીં કરાય છે. આને લક્ષ્યમાં લેતાં તેમજ ગતમાદિ પૂર્વેના ત્રણ કેવલીનાં ૬૨ વર્ષ, વિષ્ણુ વગેરે પાંચ શ્રુતકેવલીનાં ૧૦૦ વર્ષ, અને વિશાખાચાર્યાદિ અગિયાર દશપૂર્વીનાં ૧૮૩ વર્ષ લેતાં વીરસંવત ૩૬૮૩ બાદ કોઈ અંગધર પણ રહ્યા નહિ એમ જોઈ શકાય છે. વળી દિગમ્બરનું એ પણ કહેવું છે કે ચદ અંગબાહ્ય આગમને પણ નાશ થયો છે. કેટલાક દિગમ્બર કહે છે કે શ્વેતામ્બરના તમામ આગમ ( પછી એ ૪૫ હે કે ૩૨ હે ) બનાવટી છે એ નવા ઊભા કરેલા છે, પણ આ કથન યુક્તિયુક્ત જણાતું નથી એટલું જ નહિ, પણ દિગમ્બરોના ગ્રન્થ-આગમ આધારશૂન્ય હોવાની સામી દલીલને નોતરે છે. જૈન વેદ–અંગપ્રવિષ્ટ ને અંગબાહ્ય એમ બન્ને પ્રકારના આગમન સર્વથા ઉચ્છેદ માનનાર દિગમ્બરોએ એને સ્થાને “જૈન વેદ' સંજ્ઞા આપી કેટલાક ગ્રન્થોને આગમ જેટલું મહત્વ આપ્યું છે, અને એને ચાર ૧ જુઓ વિશેસા (ગા. ૫૧?)ની હેમચન્દ્રસૂરિકૃત ટીકા ( પત્ર ૧૦૦૩). ૨ અગિયાર અંગના ધારક. ૩ ૧૨+૧૦૦+૧૮૩+૨૨૦+૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy