SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વિવરણાદિ–આ ઉવંગ ઉપર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. એ ૧૧ પય પૂરતી . કે. સંસ્થા તરફથી ઇ. સ. ૧૯૪૭માં છપાઈ છે. એના દરેક “પદ” ના અન્તમાંના ઉલેખ ઉપરથી આ વ્યાખ્યાનું નામ “ પ્રદેશવ્યાખ્યા ” છે એમ જાણી શકાય છે. મલયગિરિસૂરિએ વિવરણ રહ્યું છે. એ મૂળ તેમજ પરમાણુંદના બાલાવબોધ સહિત છપાયેલું છે. વળી એ મૂળ સહિત આ૦ સમિતિ તરફથી પણ છપાયું છે. વિ. સં. ૧૪૪૩(રામાબ્દિશક્ર)માં વિચારામૃતસંગ્રહ રચનારા કુલમર્ડને ૫ણવણ ઉપર સંસ્કૃતમાં અવચૂર્ણિ રચી છે. આ મૂળ ઉવંગ એના તેમજ એના ઉપરના મલયગિરિસૂરિકૃત વિવરણના ગુજરાતી અનુવાદપૂર્વક ત્રણ ખંડમાં વિ. સં. ૧૯૯૧માં છપાયેલ છે. અનુવાદક અને સંશોધક પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર છે. ત્રણે ખંડમાં તે તે ખંડ પૂરતો વિષયાનુક્રમ ગુજરાતીમાં અપાય છે. ત્રીજા ખંડમાં ગુજરાતીમાં પ્રસ્તાવના છે. એના પત્ર ૫-૬માં સમવાયનું પણુવણું “ઉપાંગ” શા માટે ગણુય તે દર્શાવતાં કહ્યું છે કે “સમવાયાંગમાં સંક્ષેપથી કહેલા વિષયનું સવિસ્તરપણે પ્રતિપાદન કરતું હોવાથી પ્રજ્ઞાપના તેનું ઉપાંગ છે એમ સ્પષ્ટપણે કહી શકાય છે. અહીં આપેલ કારણ સબળ હોવા વિષે શંકા રહે છે. અભયદેવસૂરિએ પણુવણુતઈયાયસંગહણિ (પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણ) ૧૩૩ ગાથામાં રચી છે. પ્રકરણ ૧૨ ઃ ત્રણ પત્તિ વિયાહને “પત્તિ ' તરીકે ઓળખાવાય છે એટલે એનું તેમજ દીવસાગરપત્તિનું પણ “પત્તિ ” શબ્દથી સૂચન થવા સમ્ભવ છે; તેમ છતાં અહીં તો “ત્રણ પણુત્તિ” એ સંજ્ઞા હું સૂરપતિ , જંબુદીવપણુત્તિ અને ચંદપણુત્તિ એ ત્રણ ઉવંગ માટે નિયત કરું છું. ૧ આની રૂપરેખા માટે જુઓ અ૦ જ૦ ૫૦ (ખડ ૨)ને મારે અંગ્રેજી ઉપઘાત (પૃ. ૧૧-૧૨ ). ૨ જુઓ પૃ. ૧૬. ૩ જુએ પૃ. ૧૭. ૪ પહેલા ખંડમાં ૧-૫ પદે, બીજામાં ૬-૨૦ અને ત્રીજામાં ૨૧-૩૬ પદે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy