SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું ] જીવાજીવાભિગમ ૧૨૭ આ ઉવંગના વીસ વિભાગ હેવાનું કથન છે, પણ એને આધાર જાણ બાકી રહે છે. HCLJ (પૃ. ૧૩૯ )માં મેં જે નવ વિભાગ કહ્યા છે તે નવ પરિવત્તિને લક્ષીને છે એટલે કે અહીં મેં પહેલી પડિવત્તિની પહેલાનાં સુની સંખ્યા નહિ જેવી હોવાથી તેની ગણના કરી નથી. ત્રીજી પવિત્તિમાં દીપ અને સમુદ્રો વિષે જે વિસ્તૃત હકીકત અપાઈ છે તે પ્રક્ષિપ્ત ભાગ છે એમ HIL (Vol. II, p. 486)માં કહેવાયું છે પણ તે વ્યાજબી જણાતું નથી. પહેલી પડિવત્તિમાં સંસારી જીવના સ્થાવર ને ત્રસ એ બે પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. એવી રીતે બીજીમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકરૂપ જીવના ત્રણ પ્રકારનું, ત્રીજમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ જીવના ચાર પ્રકારનું, ચોથીમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવના પાંચ પ્રકારનું, પાંચમીમાં પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છવના છ પ્રકારનું, છઠ્ઠીમાં નારકો તેમજ તિર્યંચાદિ ત્રણનાં પુરુષો અને સ્ત્રીએ એમ છવના સાત (૧+૭+૩) પ્રકારનું, સાતમીમાં નારકાદિ ચારનો પ્રથમ સમય અને અપ્રથમ સમય આશ્રીને બબે ભેદ પાડી છોના આઠ પ્રકારનું આઠમીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય અને હીન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય એમ જીવના નવ (૫+૪) પ્રકારનું, અને નવમામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના પ્રથમ સમય અને અપ્રથમ સમયને ઉદ્દેશીને બબ્બે ભેદ પાડી છવના દસ પ્રકારનું વિસ્તારથી વર્ણન કરાયું છે. પ્રસંગવશાત્ ૧૫૬મા સુત્તમાં ભરતી અને ઓટનાં કારણ સમજાવાયાં છે. વિવરણાદિ–છવાછવાભિગમ ઉપર ચુણિ છે, પણ એ અમુ૧ અહીં એ પણ ઉલ્લેખ છે કે આ વિભાગને સમ્બન્ધ જબુદ્દીવપત્તિ સાથે છે. ૨ વિજયદેવના અભિષેકમાં (સુર ૧૪૧ )ના વિવરણ (પત્ર ૨૪૬ આ– ૨૪૭ આ)માં મલયગિરિસૂરિએ નાટકના ૩૨ પ્રકાર તેમજ વાઘના, ગેયના અને અભિનયના ચાર ચાર પ્રકાર સમજાવ્યા છે. વાઘાદિના નિર્દેશ માટે જુઓ પૃ. ૧૨૩. મલયગિરિસૂરિએ રાચપસેણિય(સુ. ૧૦૮ )ના વિવરણમાં આ યુણિણમાંથી અને એના સુ. ૪૮ના વિવરણમાં સૂયગડથુણિણમાંથી એકેક અવતરણ આપેલું છે. અકીને બા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy