SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગદર્શન [ પ્રકરણ વિષય-આસવ-દારમાં હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે વિસ્તારથી ઊહાપોહ કરાય છે. આ હિંસાદિ પાંચે અવ્રતનાં ત્રીસ ત્રીસ નામો અહીં અપાયાં છે. અન્તમાં ઉપસંહારરૂપે પાંચ પડ્યો છે. સંવર-દારમાં અહિંસાનાં સાઠ નામો અપાયાં છે. આ સાર્વભૌમ મહાવ્રત ઉપરાન્ત બીજાં ચાર મહાવ્રતો વિષે અહીં વિસ્તૃત હકીકત અપાઈ છે. વિશેષમાં પાંચે મહાવ્રતો પૈકી પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાનું પણ નિરૂપણ છે. વિવરણાદિ–આ દસમા અંગ ઉપર અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિવૃતિ રચી છે અને એનું “નિર્વાતિ’ કુળના દ્રોણુસૂરિએ સંશોધન કર્યું છે. મૂળ સહિત આ વિકૃતિ આ૦ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ થઈ છે. આ અંગ ઉપર જ્ઞાનવિમલસૂરિએ સંસ્કૃતમાં વિવરણું રચ્યું છે. એને પ્રથમદર્શ સુખસાગરે તરણિપુર(સુરત)માં તૈયાર કર્યો હતો. આ વિવરણ મૂળ સહિત બે ખડમાં “મુક્તિવિજયજી જૈન ગ્રન્થમાલા "માં ગ્રન્થાંક ૭ અને ૮ તરીકે વિ. સં. ૧૯૯૩ અને વિ. સં. ૧૯૯૫માં અનુક્રમે પ્રસિદ્ધ થયું છે. આસવ-દાર પૂરત વિભાગ ગુજરાતી અનુવાદ સહિત નગીનદાસ નેમચંદ શાહ તરફથી વિ. સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયે છે. એના અન્તમાં એમાં જ્ઞાનવિમલસૂરિકૃત વિવરણને લાભ લેવાયાને ઉલેખ છે. વિવાગસુય (વિપાકકૃત) નામ અને વિભાગ–પાપ અને પુણ્યના વિપાકને–ફળને લગતું આ અંગ હોવાથી આનું આ નામ સાર્થક છે. એમાં બે સુયફબંધ છે. પહેલાનું નામ “દુહવિવાગ” (દુઃખવિપાક) છે અને બીજાનું “સુહવિવાગ' (સુખ-વિપાક) છે. દુહવિવાળમાં તેમજ સુવિચાગમાં દસ દસ અજઝયણ છે. બીજો સુયફબંધ પહેલાની અપેક્ષાએ ઘણો માને છે. ઠાણ (ઠા. ૧ આમાં પ્રાસંગિક લોકો પુષ્કળ છે. લબ્ધિસ્તંત્ર અને પિંડનિસ્તુત્તિને સંક્ષેપમાં આ વિવરણમાં સમાવેશ કરાયો છે. ૨ આ આવૃત્તિ તૈયાર કરવામાં ગંગવિજયના શિષ્ય નિયવિજયે વિ. સં. ૧૭૯૨માં એટલે વિવરણકાર કાળધમ પામ્યા ત્યાર બાદ વીસ વર્ષે લખેલી હાથપોથીને ઉપયોગ કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy