SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પારાયણની વ્યાપકતામાં વિઘરૂપ બની છે, કારણ કે દરેક. પ્રશ્ન ઉપર રોકડ નાણું મૂકવાનું હોય, તો ૧૩૮ શતકા. ઉપર મૂકવા માટે કેટલું બધું નાણું જોઈએ! મૂળ ભગવતીસૂત્રને, મૂળ પાઠ સાથે શબદશઃ વિસ્તૃત અનુવાદ ચાર ખંડોમાં આની અગાઉ આ સંસ્થા તરફથી. બહાર પડી ચૂક્યો છે. તથા તેના સળંગ અનુવાદક પંડિત બેચરદાસજીએ આખા સૂત્રની વિદ્વત્તાભરી વિસ્તૃત સમાલોચનાં. ચોથા ખંડની શરૂઆતમાં ઉમેરી છે. એટલે અત્રે તો આ છાયાનુવાદ પૂરતું જ થોડું ઘણું કહેવાનું છે. ભગવતીસૂત્રના બીજા નામ “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' ઉપરથી. સૂચિત થાય છે તેમ, આ આખું સૂત્ર પ્રશ્નો અને તેની વ્યાખ્યાઓ એટલે વિસ્તૃત ઉત્તરરૂપ છે. એ પ્રશ્ન પૂછનારાઓમાં મુખ્ય તો ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય. ગૌતમ ઇદ્રભૂતિ જ છે; ભગવાનના બીજા શિબેમાંથી કોઈ વાર માકદિપુત્ર, કોઈ વાર રેહ, કેાઈ વાર અગ્નિભૂતિ, કોઈવાર વાયુભૂતિ તથા કઈ વાર મંડિતપુત્ર દેખા દે છે. અન્યતીર્થિક એટલે કે અન્ય સંપ્રદાયીઓ પણ કોઈ કોઈ વાર વિવાદ કરવા કે કોઈ બાબતમાં શંકા કરવા આવી ચડે છે; તથા સમકાલીન ગૃહો કે શ્રાવકે અને જયંતી જેવી શ્રાવિકાઓ પણ આવીને પ્રશ્નો પૂછી જાય છે. પરંતુ એક રીતે કહી શકાય કે, આ ગ્રંથ ગૌતમ અને મહાવીરના સવાલજવાબરૂપ જ છે. તે એટલે સુધી કે એક વખત તો. • એ બધાંનાં સ્થળે માટે જુઓ શ્રીમદ્ભગવતીસૂત્ર.. (વિદ્યાપીઠ) ખંડ ૪; પરિશિષ્ટ ૪ અને પાંચ, પા. ૩૮૩. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy