SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું] આગનેના પઠન પાઠન માટેની વ્યવસ્થા મુનિ દીક્ષા પર્યાય શ્રુતજ્ઞાન કયા સૂત્રમાં ? મહાબલ ૧૨ વર્ષ સામાયિકાદિ ૧૪ પૂર્વ ભગવતીસૂત્ર પૃ. ૯૬૭-૯૬૮ બા સુદર્શન પૃ. ૯૬૯ બા. કાર્તિક પૃ. ૧૩૮૧ બા. સુદર્શન ૫ , એકાદશાંગ અંતકૃદ્દશા સ. પૃ. ૨૩ પૂણભદ્ર * * કાલી આર્યા ૮ બ છે ૨૫-૩૦ સુકલી , મહાકાલી કૃણા સુકૃણા મહાકણ વીરકૃષ્ણા રામકૃષ્ણ ધન્ય ૯ માસ અનુત્તરપપાતિકદશા સ. પૃ. ૪ હલ્લક ૬ , , ૮ આ પ્રમાણે કઠો રજુ કર્યા પછી પં. બેચરદાસ પૃ. ૧૯૬-ર૦૦માં કહે છે – પર્યાયના ક્રમ પ્રમાણે જ સૂત્રના દાનનું વિધાન પણ અર્વાચીન છે અને તે પદ્ધતિ તથા કઠીન તપરૂપ ઉપધાનની પદ્ધતિ પણ એ ચૈત્યવાસિઓને પાછા પાડવા માટે જ રચાએલી છે–એને આદિસમય પણ ત્યારથી જ છે–જે એ બન્ને રીતે પ્રાચીન હોત અને વિધિ-વિહિત હેત તો સૂત્ર ગ્રંથોમાં તેનો ઉલલેખ શા માટે ન મળતા અને સૂત્રમાં વર્ણવાએલા આદર્શ શ્રમણે એ રીતને શા માટે ન અનુસરત? ઉપર જણાવેલો સૂત્રદાન માટે પર્યાયક્રમ સૂત્રોમાં આવેલા સાધુઓએ સાચવેલ નથી તેથી તે અર્વાચીન છે અને અવિહિત છે. તે રીતે સૂત્રમાં આવેલા સાધુઓ ઉપધાન (ગોહન) કરીને જ સૂત્રો ભણ્યાં હોય એવો પણ ઉલ્લેખ મળતો નથી, તેથી તે પ્રકાર પણ અર્વાચીન અને અવિહિત છે. જ્યાં જ્યાં સાધુઓના સુત્રાભ્યાસના ઉલલેખો મળે છે, ત્યાં કોઇ પણ ઠેકાણે તેઓએ સૂત્રો ભણવા પહેલાં યોગેહન કર્યું હોય, એવી છાંટ પણ આવતી નથી. હું તો માનું છું કે, જે શ્રમણે નિરંતર યોગનિષ્ઠ, તપસ્વી, અકષાયી અને સુવિનીત હોય તેઓ માટે તે યોગદહનનો વિધિ તદ્દન નિરર્થક છે, પરંતુ જે શ્રમણે હરિભદ્રે દર્શાવ્યા તેવા હેય તેઓ માટે–તેવા ગયુત ઉદરંભરિઓ માટે–એ યોગોઠહનની પદ્ધતિ ઉચિત હોઈ શકે છે અને તેમ હોવાથી જ તે પદ્ધતિનો સમય ચિત્યવાસીને સમવર્તી છે એમ મારે જણાવવું પડ્યું છે..ઉપધાન કરીને સૂત્રો વાંચવા એવું વિધાન પણ સૂત્રગત આચારવિધાનમાં ક્યાંય મળતું નથી–જણાતું નથી. માત્ર “મહાનિશીથ સૂત્ર જે અંગ બહારનું સૂત્ર છે, અને ચૈત્યવાસીઓની હલકી સ્થિતિને સમયે સંકળાએલું છે, તેમાં જ આ ઉપધાનાદિને ઉલ્લેખ મળી આવે છે. આ સત્ર કાંઈ સર્વ માન્ય નથી. પ્રાચીન આચાર્યોમાં પણ સૂત્રની પ્રમાણિકતા માટે મોટો મતભેદ થએલે છે-જૂઓ શતપથી અને મહાનિશીથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy