SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અગબાહમૃતની મીમાંસા આ પ્રમાણેની ચાર હકીકતમાંની છેલી ત્રણમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યનું એકેક લક્ષણ આપેલું છે એટલે કે એનાં એકંદર ત્રણ લક્ષણે છે. (૨) તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સે. ૨૦)ના ભાષ્ય (પૃ. ૯૧-૯૨)ગત નીચે મુજબને ઉલ્લેખ – , “अथ श्रुवज्ञानस्य द्विविधमने द्वादशविधमिति किंकृतः प्रतिविशेष इति ? भत्रोच्यतेवक्तृविशेष द् द्वविधम् । यद् भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभि(हद्भिस्तत्स्वाभाव्यात परमशुमस्य च प्रवचन प्रतिष्ठापनफलत्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिध्यरतिशयवद्भिः उत्तमातिशयवाग्बुद्धिसम्पन्नगणधरैब्धं तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्या देभिस्रवत्यन्तविशुद्धागमः परमप्रकृष्टवाङमतिबुद्धिशक्तिभिराचार्यैः कालवहनमायुर्दोवादपशक्तीनां शिष्याणामनुपहाय पत प्रोक्तं तदङ्गबाह्यमिति।" આને સારાંશ એ છે કે શ્રુતજ્ઞાનના બે પ્રકારરૂપ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય તફાવત વક્તાના ભેદની અપેક્ષાએ છે. તીર્થંકરે દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના અતિશયધારી અને ઉત્તમ બુદ્ધિશાળી એવા શિષ્યોએ–ગણધરોએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગીરૂપે સૂત્રબદ્ધ કર્યું તે “અંગપ્રવિષ્ટ' કહેવાય છે, જ્યારે સમય, સંહનન અને આયુષ્યના દોષથી અ૫ બુદ્ધિવાળા એવા શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે–તેમનાં બુદ્ધિ, બળ અને આયુષ્યને ઘટતાં જોઇ સર્વ સાધારના હિત માટે, ગણધરોના સમકાલીન અને ઉત્તરકાલીન અને આગના અત્યંત વિશુદ્ધ જ્ઞાનવાળા આચાર્યોએ જે કહ્યું–જે શાસ્ત્ર રચ્યાં તે “અંગબાહ્ય' કહેવાય. આ ઉપરથી સામાન્યતઃ એમ ફલિત થાય છે કે ગણુધરેએ રચેલાં શાસ્ત્રો અંગપ્રવિષ્ટ છે અને એમના અનંતરવર્તી તેમ જ ઉત્તરકાલીન આચાર્યોએ રચેલાં શા “અંગબાહ્ય છે. (૩) આ હકીકતને માન્ય રાખવા સાથે શ્રી મલયગિરિસૂરિએ આવલ્સયસુત્તના વિવરણ (પત્ર ૪૮ અઆ)માં અંગબાથનાં અન્ય લક્ષણે પણ બતાવનારે રજુ કરેલો ઉલ્લેખ "अथ अङ्गप्रविष्टानङ्गप्रविष्टयोः कः प्रतिविशेषः ! उच्यते-यद् गणधरैः साक्षात् दुग्ध तदङ्गप्रविष्टं तच्च द्वादशाङ्ग, यत् पुनः स्थविरभद्रबाहुस्वामिभृतिमिराचार्यरुपनिबदं तदन:प्रविष्टं, तश्च आवश्यकनियुक्त यादि, अथवा पारत्रयं गणधरपृष्टेन सता भगवता तीर्थकरेण यत् प्रोच्यते 'उप्पनेइ वा विगमेइ वा धुवेइ वा' इति पदत्रयं तदनुसत्य यनिष्पन्नं तदङ्गप्रविष्टं, यत्पुनर्गणधरप्रश्नव्यतिरेकेण शेषकृतप्रश्नपूर्वकं वा भगवतो मुत्कलं व्याकरणं तदधिकृत्य यन्निध्पन्नं जम्यूप्रज्ञप्त्यादि, यच वा गणबरवास्येवोपजीव्य दृधमावश्यकनियुकयादि पूर्वस्थविरेस्तइनङ्गप्रविष्टं, यदि वा यत्सर्वतीर्थकरतीर्थेष्यनियतं तदनाप्रविष्टं, पर्वपक्षषु તારચાWાબવિ, વાનકૂવવિ” આ ઉપરથી આપણે અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટનાં નીચે મુજબનાં લક્ષણો જોઈ શકીએ છીએ – : (અ) જે મૃત ગણુધરાએ સાક્ષાત ગુંથું–રચ્યું તે “અંગપ્રવિષ્ટ છે, જ્યારે જે વિરેએ શ્રીભદ્રબાહુસ્વામી વગેરે આચાર્યોએ રચ્યું તે અનંગપ્રવિષ્ટ છે. : (આ) ગણુધરે ત્રણ વાર પૂછેલા પ્રશ્ન (નિષવા)ના ઉત્તરરૂપે તીર્થકરે જે ત્રિપદી કહી તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy