SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ સાત ને પણ જુદા કર્યા. તેમણે કાલિક શ્રુતમાં નવિભાગ રાખે નહિ-નાના સમવતાર વિનાનું કાલિક શ્રુત બનાવ્યું.' આ પ્રમાણે આપણે તાંબર મંતવ્ય મુજબ દ્વાદશાંગીનો શબ્દથી અને અર્થથી પણ હાસ વિચાર્યો, પરંતુ પજજેસણાક૫ (સૂ. ૧૪૭) માં સૂચવ્યા મુજબ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ એમના નિર્વાણ સમયે નિર્જલ ષષ્ઠ (છ) કરી, ચાર ઘડી રાત્રિ બાકી હતી ત્યારે પદ્માસને બેસી જે પુણ્યરૂ૫ ફલવિપાકવાળાં પપ અધ્યયને ને પાપરૂપ ફલવિપાકવાળાં ૫૫ અધ્યયન અને જેના ઉત્તરો ન પૂછાયા હતાં એવાં ૩૬ અધ્યયન કહ્યાં અને પ્રધાન નામનું અધ્યનન કહેતાં નિર્વાણ પામ્યા, એ કુલે ૧૪૭ અધ્યયનને અંગપ્રવિષ્ટ મુતમાં અંતભવ કરવાને છે કે કેમ અને એ આજે જળવાઈ રહ્યાં છે કે નહિ એ પ્રશ્ન નોંધી લઇએ. આ પ્રશ્નનો ઉત્તર કોઈ સ્થળે અપાયેલ જેવા નથી; પણ કદાચ એમ કહી શકાય કે એ અધ્યયને ગણધરોએ ગૂઠાં હેય તે એનો અંગપ્રવિષ્ટ શ્રતમાં અંતભવ કરાય અને જે અન્ય શ્રુતસ્થવિરાએ ગૂંચ્યાં હોય તો એનો અંગબાહ્ય કૃતમાં અંતભવ કરાય અને કોઈએ પણ એ ગૂંધ્યાં જ ન હોય તે તો પ્રાયઃ તે જ સમયે એને શબ્દદષ્ટિએ તો નાશ થયો એમ કહી શકાય. . એક વેળા સંધ્યા સમયે શ્રીઆ ર્યસુહરતી આચાર્ય નલિગુમ (નલિનગુહમ નામના અજઝયણ (અધ્યયનનું પરાવર્તન કરતા હતા એવો ઉલ્લેખ જોવાય છે. એમાં જે નલિની ગુલ્મ અધ્યયનને નિર્દેશ છે તે કયું ? શું એ અધ્યયન આજે વિદ્યમાન છે ? આને ઉત્તર આગળ ઉપર વિચારાશે એટલે હવે આપણે દ્વાદશાંગીના હાસ પર દિગંબર માન્યતા શી છે તે જોઈ લઈએ. એ માટે વિશિષ્ટ પ્રયાસની અપેક્ષા રહે છે, કેમકે આ વિષય ઉપર પ્રકાશ પાડનાર શ્રી શુભચન્દ્રની અંગપન્નત્તિ બ્રહ્મહેમચન્દ્રને સુખ, શ્રીઈન્દ્રનદિકૃત એ સિવાયનાં છેદસૂત્રો માટે પણ ચરણકણનુગરૂપ પહેલે અનુયાગ રખાયો, કેમ એ શાસ્ત્રોને કાલિક શ્રુતમાં સમાવેશ થાય છે. જુઓ આવલ્સયસુરની નિજજુત્તિ (ગા. ૭૭૮), આવસયસત્તનું મૂલભાસ (ગા. ૧૨૪ અને ૨૨૮) તેમ જ વિસે સાવરયાસ (ગા. ૨૨૯૪- ૨૫). ૧ આથી તે આ કૃત મૂઢયિક કહેવાય છે. ૨ પજજેસણુાકપ (સૂ. ૧૪૭)માંની નીચેની પંક્તિઓ આ વાતની સાક્ષી પૂરે છે - "छठेणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पच्चूस हालसमयंसि संपक्ति. अंनिसन्ने पण पन्नं अज्झयणाई कल्लाणफलविवागाई पणपनं अज्नयणाई पावफलविवागाई छत्तोस अपुवागरणाई वागरिता पहाणं नाम अज्झयण विभावेभ.णे कालगए" ૩ આ નામનું વિમાન ક્યાં આવ્યું તે વિશે મતભેદ જોવાય છે. ઉત્તરાયણ કુત્ત (અ )ની શ્રીદેવેન્દ્રસૂરિકૃત ટીકા (૩)માં એને પ્રથમ દેવલોકમાં આવેલું સૂચવાયું છે, જ્યારે સમવાય (૫ ૩૫ આ)માં નવમા દેવલોકમાં આવ્યાનો ઉલ્લેખ છે અને વસુદેવહિંડી (પૃ ૨૬૧)માં તે બારમાં દેવલોકમાં આવ્યાનો નિર્દેશ છે. આ ત્રણે ઉલલેખે માટે જુઓ જૈન સત્ય પ્રકાશ (વ. ૪, અં. , પૃ. ૨૭૧). ૪ અભિધાન રાજેન્દ્રમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "अन्नया पदोक्षकाले आयरिया णलिणगुम्नं अज्झयणं परियति-आव० ४ अ" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy