SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ દ્વાદશાંગીઓને ઉચ્છેદ અન્ય ગુભાઈ કે શ્રીસુધર્મ સ્વામી પાસે તેમણે તે અંગે પોતાના ગુરુ શ્રીઇન્દ્રભૂતિની દ્વાદશાંગી અનુસાર પૂરું ભણું લીધું હશે અને પછી કોઈ અંગ કે અંગે ભણવાનું કાર્ય બાકી રહી ગયું હશે તે તે તે શ્રીસુધર્મ સ્વામી પાસેથી જ અને તે પણ તેમની જ દ્વાદશાંગી અનુસાર પૂરું કરાયું હશે એવી સંભાવના માટે અવકાશ છે. જેમ આપણે અહીં શ્રીઇન્દ્રભૂતિને ઉદ્દેશીને વિચાર કર્યો તેમ એઓ તેમજ શ્રીસુધમસ્વામી સિવાયના બાકીના ગણધરોને ઉદ્દેશીને પણ વિચાર થઈ શકે તેમ છે, પરંતુ એ કાર્ય તો પાઠકવર્ગ જાતે સહેલાઇથી કરી શકે તેમ છે એટલે એ વાત અત્ર જતી કરવામાં આવે છે. જોકે આપણે આ ઉપરથી જાણી શક્યા છીએ કે શ્રીસુધર્મસ્વામી સિવાયના ગણધરની દ્વાદશાંગીને પ્રવાહ તે ગણુધરે અનશન શરૂ કર્યું ત્યારે પ્રાયઃ અટકી ગયો છતાં કયા ગણધરની દ્વાદશાંગીને પ્રવાહ એ ગણધરના કેટલા દીક્ષાપર્યાય પછી બહુધા અટકી ગયો એ વિચારનું બાકી રહે છે. આથી એ માટે સૌથી પ્રથમ આપણે નીચે મુજબની હકીકતો વાંધી લઇશું – (0) ભણનાર રેગાદિ કારણને લીધે તે ભણતા અટકી જાય. (૪) ભણાવનારે પિતે પૂરેપૂરું ભણાવી શકશે કે કેમ તેને પહેલેથી વિચાર ન કર્યો હોય, (૫) પૂરેપૂરું ભણાવી રહેવાય એવી વ્યવસ્થા ભણાવનારે કરી ન હોય અને ) તેમની તેવી ઈચ્છા છતાં તેઓ તેમ કરી શકે તેમ ન હોય. આ બધામાં પહેલા ત્રણ વિકપ શિષ્યને-છાત્રને અંગેના છે, જ્યારે બાકીના ત્રણ ગુરુનેઅધ્યાપકને અંગેના છે. અત્રે પ્રથમ વિકલ્પ વિશેષતઃ સંભવે છે, કેમકે સામાન્ય શિક્ષક પણ પોતે રજા પર જનાર હોય, નિવૃત્ત થનાર હોય કે ચાલુ નોકરી છોડીને અન્યત્ર તે સ્વીકારનાર હોય તો તે પણ કોઈ પ્રકરણ અપૂણ રાખીને તેને જવું પડે તેવી કઢની સ્થિતિ બને ત્યાં સુધી ઊભી થવા ન જ દે. તે પછી પૂર્વધર ગણધર જેવા વિશિષ્ટજ્ઞાની કે જેઓ અનશન સમયથી વાકેફગાર હોય તેઓ પોતે જે અંગ જે શિષ્યને ભણાવતા હોય તેમનું તે અંગ અપૂર્ણ રહે અને પાછળથી અન્ય પારે તે શિષ્યને તે પૂરું કરી લેવું પડે એવી કઢંગી સ્થિતિમાં તેમને ન જ મૂકી જય-એવી સ્થિતિ ન ઉદ્ભવે તેની તેઓ પૂરેપૂરી દરકાર રાખે જ, બાકી ભવિતવ્યતાના વેગે પછી તેમ બનવાનું હોય અને તેમ બને તે તે જુદી વાત છે. અત્ર કદાચ એમ પ્રશ્ન કરવામાં આવે છે જેમ તીર્થકરને હાથે કંઈ અભચને દીક્ષા ન જ અપાય તેમ ગણધરને હાથે કાઈનો અભ્યાસ અપૂણ રડે જ નહિ એટલે કે અમુક અંગ અધૂરું રહી જવાની પરિસ્થિતિ મણને હાથે ઉદ્દભવી નથી, જિતુ ગણધર કેવલજ્ઞાની થયા બાદ દ્વાદશાંગી ભણાવે નહિ એટલે એ ગણધર છમદશામાં એ કાર્ય કર્યું, પરંતુ ત્યાર બાદ પિતાને ગણ શ્રી સુધમં સ્વામીને મેં ત્યાં સુધી દ્વાદશાંગીની વાચના આપ નું કાર્ય એમના કાઈ ચાદપૂર્વધર શિષ્ય કયું છે, તો કેમ ? અને ઉત્તર એ છે કે પ્રથમ તે વલજ્ઞાની દ્વાદશાંગી ભણાવે જ નહિ એમ કહેવું સપ્રમાણ છે કે કેમ તે વિચારવું જોઈએ અને કદાચ એ પ્રશ્નને હાલ તુરત જ કરીએ તે પણ એ વિચારવું જરુરી છે કે ચિદપૂર્વધર જેવા શિષ્ય કંઇ લેભાગુ ગુરુ ન ગણાય. એ તકેવલી હાઇ અભ્યાસ પૂર્ણ ન રહી જાય તેની પૂરેપૂરી તકેદારી જરુર રાખી શકે બાકી ભાવિભાવ જ તેવા હોય કે ભગ્નાર મંદમતિ હોય તે તેમાં તેઓ શું કરે ? બાકી શું પોતાના શિષ્યોને અભ્યાસ કથળી ન જાય તે માટે શ્રીઆષાઢભૂતિ આચાર્ય દેવ થયા પછી પણ તેમને ભણાવ્યા ન હતા ? જુઓ આવયસુરની ચૂણિ (ભા ૧ પત્ર ૪ર). આ ઉપરથી હું એ સૂચવવા માંગું છું કે અમુક અંગનું ભણતર અધૂરૂ પ્રાયઃ હે એવી રિથતિમાં કોઈ ગણુધરે અનશન અંગીકાર નહિ કર્યું હોય, અને કદાચ તેમ થયું હોય તો તેમાં ભણનારની ગ્રહણશહિતની મંદતા કે ભવિતવ્યતા કારણભૂત હશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy