SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આર્વત આગમનું અવલોકન [પ્રકર૩ શ્રીગુણચન્દગણિએ વિ. સં. ૧૧૩૯માં રચેલા સિરિવીરચરિય (પત્ર ૨૫૭ અ )માં નીચે મુજબ જેવાય છે – __“जायंमि प गुणस्यणागरंमि संघे भगवया इंदभूइपमुहाणं पहासपजवसाणाणं एकारसह पि तेसिं सयलभुवणगयत्थसत्यसंगहधम्माई 'उप्पन्नेइ वा विगएइ वा धुवेइ व' त्ति कहियाई faઉન gયારું” આ પ્રમાણેના નિષદ અને ત્રિપદી કે તેના પર્યાયને લગતા વિવિધ ઉલલેખે ઉપરથી સર્વ જીવોને હિતકારી એવા જૈન સિદ્ધાન્તની રચનામાં એ નિષદ્યા અને ત્રિપદી કેટલું બધું મહત્ત્વ ધરાવે છે તે સમજાયું હશે એટલે હવે શ્રીઇન્દ્રભૂતિ જેવા ગણધર શા માટે એકને એક પ્રશ્ન પૂછે તેને ઉત્તર વિચારીએ. પ્રથમ પ્રશ્ન દ્વારા તત્વ શું છે એમ પૂછાતાં “ઉત્પત્તિ'સૂચક ઉત્તર મળતાં તેમને શંકા ઉત્પન્ન થાય કે જે ઉત્પત્તિ જ એકલી હોય તે દુનિયામાં કોઈ ચીજને નાશ થાય જ નહિ. આથી તેઓ શું ઉત્પત્તિ સિવાય અન્ય કંઈ છે જ નહિ એ જાણવા માટે તત્વ શું છે એ મતલબને પ્રશ્ન પૂછે. આનો ઉત્તર “વિગમ’ એ મળતાં વળી શંકા થાય કે જે દરેક ઉત્પન્ન થયેલી ચીજ સદંતર નાશ પામે છે, એમ જે આને અર્થ હોય તે પછી જગત ન્યાકાર બને. આથી તેઓ ફરી એને એ જ પ્રશ્ન પૂછે અને એને ઉત્તર ધ્રૌવ્ય” એ મળતાં તેમને એ નિશ્ચય થઈ જાય કે “યત સત તદુપાઘૌથપુરમ, અન્યથા વસ્તુનઃ Hisaોજાત” અર્થાત જે વિદ્યમાન છે તે ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાથી યુક્ત છે. જે એમ ન હોય તે વસ્તુની વિદ્યમાનતા જ સંભવતી નથી.' આ પ્રમાણે નિશ્ચય થઈ ગયા પછી અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાયા બાદ ગણધરને પ્રાયઃ ફરી પ્રશ્ન કરવાનું ન રહે તે સ્વાભાવિક જ છે. અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે કે તીર્થકરે પહેલી જ વાર કેમ ત્રણ પદ ન કહ્યાં? આને ઉત્તર એમ સંભવે કે તેમ કરવાથી કદાચ વસ્તુસ્થિતિ પૂરેપૂરી ન સમજાય એટલે કટકે કટકે ઉત્તર આપી પ્રશ્નકારને વિચાર કરવાને સમય આપવો ઠીક એ તેમને હેતુ હોય; અથવા તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણને ગ્ય મહત્ત્વ આપવા માટે ત્રણ ઉત્તર તેઓ આપતા હશે; અથવા તો વિશિષ્ટ જિજ્ઞાસા જાગૃત કરવા માટે તેઓ તેમ કરતા હશે. ગણધરને હાથે દ્વાદશાંગી રચાય તે પૂર્વે તેઓ કેવી રીતે અને શા શા પ્રશ્નો પૂછે અને તીર્થંકર પ્રભુ તેના શા ઉત્તર આપે એ સંબંધમાં જે ઉપર સૂચવવામાં આવ્યું છે તે શ્વેતાંબર મતને અનુસરે છે. દિગંબરની માન્યતા આથી જુદી છે. તેમાંના ઘણુંખરાનું માનવું એમ જોવાય છે કે સમવસરણ રચાતાં તીર્થકર દેશના આપે છે અને એ સમયે એમના સમસ્ત શરીરમાંથી દિવ્ય વનિ નીકળે છે. એ વનિ કંઇ અક્ષરાત્મક વાણીરૂપ હતો નથી, તેમ છતાં ગણધરો એને સમજી શકે છે અને એના આધારે તેઓ દ્વાદશાંગી રચે છે. આ સંબંધમાં તવાર્થરાજવાર્તિક (પૃ. ૫૧)માં જે ઉલ્લેખ છે તે નેધી લઈએ – ૧. વિચારે ઠાણ (સ્થા. ૧૦; સ. ૭૨૭)ની ટીકા (પત્ર ૪૮૧ અ)ગત “પદત્રયી.” ૨. આ સાથે શ્રીકલપસત્રાર્થમબેધિની (પૃ. ૧૧૯)માંની હકીકત સરખાવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy