SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ છે. સિદ્ધાત્મા સ્વરૂપે અદ્વૈત છે. આપણા આત્માના વિકારી ભાવો, આપણા આત્માના કર્મનો સંયોગ એ દૈત અવસ્થા છે. આત્માના કર્મસંયુક્ત બધા જ ભાવો દૈત કહેવાય. કારણ કે તે ભાવો એકલા આત્મામાં ઉત્પન્ન થતા નથી તેથી કર્મના ઔદયિક ભાવો બધા જ વૈત છે. ઉપશમ અને ક્ષાયોપથમિક ભાવો પણ દ્વૈત છે અને જીવથી રહિત પુદ્ગલ સ્કંધો જીવના વ્યવહારમાં આવે છે એ પરમાણુથી ભિન્ન સ્કંધ રૂપ હોવાથી તે પણ દૈત છે. મંદિર, મૂર્તિ, આગમ, ગુરુ અને ગ્રંથ બધું જ વૈત છે. આમ જીવની કર્મજનિત અવસ્થા અને ઉપકરણાદિ બધું વૈત છે. તે દ્વિતની વચ્ચે રહીને આત્માએ પોતાની સિદ્ધાવસ્થા - અદ્વૈત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. જે દ્વૈત, અદ્વૈતની સ્મૃતિ કરાવે અને અદ્વૈત તરફ લઈ જાય એ દ્વત નિશ્ચય રૂપે સાધન છે. જે દૈત અદ્વૈતની સ્મૃતિ ન કરાવે અને અદ્વૈત તરફ લઈ ન જાય તે વ્યવહાર સાધન છે. જે વૈત, અદ્વૈતની સ્મૃતિનો નાશ કરે અને અદ્વૈતની સાધનાને રોકે તે અપ્રધાન સાધન વૈત છે. જે Principle Matterમાં ત્રણે કાળમાં ફેરફાર ન થાય. દા.ત. ૨ x ૨ = ચાર, ૩ + ૧ = ૪, ૫ - ૧ = ૪, ૮ : ૨ = ૪ આ પ્રિન્સીપલ છે. ૪નો એક યુનીટ આ નક્કી થયો. હવે એમાં ફેરફાર ન થાય. જ્યારે Policy Matterમાં ફેરફાર થઈ શકે છે. તમે પહેલાં ધંધામાં નફાનું ધોરણ ૫%નું રાખ્યું. પછી મોંઘવારી વધી, ખર્ચ વધ્યો તો તમે ૧૦% પણ નફો રાખી શકો છો. એમાં તમારી સામે કોઈ વાંધો ન ઉઠાવી શકે. કોઈ કહી ન શકે કે પહેલાં ૫% અને હવે ૧૦% કેમ ? પણ કોઈની પાસે પાંચ ટકા ને કોઈની પાસે દશ ટકા લઈએ તો કોઈ પૂછી શકે કે આમ કેમ ? જૈન શાસનમાં ૧૪ ગુણસ્થાનકો પ્રિન્સીપલ છે. કષાયસ્થાનો રસબંધના-સ્થાનો વગેરે...આ બધું પ્રિન્સીપલ છે. જેમાં જગતમાં ફેરફાર ન થાય. પણ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તે તે દ્રવ્ય ક્ષેત્ર – કાલ – ભાવમાં આત્મા જે વ્યવસ્થાને સ્વીકારી આગળ વધે તે સામાચારી છે. કાલે કાલે ફરે છે તે સામાચારી છે. અરે, ક્ષેત્રભેદે એક જ કાલે પણ સામાચારી ફરે છે. અને કાલભેદે એક જ ક્ષેત્રમાં પણ સામાચારી ફરે છે. ખુદ ૧૧ ગણધરોની સામાચારીમાં ભેદ હતો. સામાચારી આપણે ઊભી કરેલી વ્યવસ્થા છે. છદ્મસ્થ ઊભી કરેલી વ્યવસ્થા છે. અને ગીતાર્થ ગુરુભગવંતો જ શિષ્યોની યોગ્યતા પ્રમાણે તે તે પદ્ધતિ - સામાચારી દ્વારા તેમનું યોગ-ક્ષેમ કરે છે. ચોરી મંડાવે તેનું નામ ગોર, સંસાર મંડાવે તેનું નામ ગોર, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004611
Book TitleYogadraushtina Ajwala Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy