SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ જ જીવતું ઉડાડી દીધું. સર્વજ્ઞના વચનની ગંભીરતા સમજવી ઘણી દુષ્કર છે. સમ્યક્ત્વનું વચન પણ ઔચિત્ય - મર્યાદા-વિવેકનો ભંગ કરનાર ન હોય તો સર્વજ્ઞનું વચન ઔચિત્ય, મર્યાદા-વિવેકનો ભંગ કરનાર કેવી રીતે હોઈ શકે ? મૂર્તિનો અપલાપ કરનારા, સ્થાપના નિક્ષેપનો અપલાપ કરનારા છે. તેઓને હું પૂછું કે ચાંદલો જે સ્ત્રી કપાળમાં કરે છે તે શું છે ? તમારી (=પતિની) સ્થાપના છે. આખો સંસાર સ્થાપનાથી ચાલે છે. સ્થાપના વિના બધો વ્યવહાર ઊડી જાય છે. હજાર રૂ.ની નોટ, પાંચસો રૂ.ની નોટ આખરે કાગળ જ છે. તેના ઉપર રીઝર્વ બેંકે સ્ટેમ્પ દ્વારા સ્થાપના કરી છે તેથી નોટ હજાર રૂ. પાંચસો, તરીકે વ્યવહાર્ય બને છે એમાંથી જે દિવસે સ્થાપના નીકળી જાય. એટલે એ કાગળ બની જાય. દુઃખમુક્તિનો પ્રશ્ન અધ્યાત્મથી ઉકેલાય છે. દુઃખમુક્તિ અધ્યાત્મથી સિદ્ધ થાય છે. બીજી રીતે દુ:ખમુક્તિ કરવા માટે તમારી શક્તિઓને વેડફો નહીં. એનાથી અધ્યાત્મ હાથમાં નહીં આવે પણ ક્લેશ અને સંઘર્ષ હાથમાં આવે છે. અધ્યાત્મના નામે સંઘર્ષ વધતા હોય તો સમજવું કે અધ્યાત્મ સંબંધી અજ્ઞાન પ્રવર્તે છે. અધ્યાત્મ પોતે આત્માના આનંદને બતાવે છે. - આત્માના આનંદ પાસે સંસારનો આનંદ કચરા જેવો છે. કષાયો ખરાબ છે. ઉપશમભાવ શ્રેષ્ઠ છે. અંદરમાં રહેવામાં મઝા છે. બહાર વેદના છે. આ વાત અન્યદર્શનમાં સમજાઈ જાય છે. એટલે સર્વજ્ઞ વચન સમજાઈ ગયું છે. આપણે સર્વજ્ઞ શાસનમાં જન્મ્યા છતાં આપણને આ ન સમજાય તો આપણે – તત્ત્વથી શાસનની બહાર છીએ. જગત સુખ કહે છે માટે જ્ઞાની સંસારના આભાસિક સુખને સુખ શબ્દથી વાચ્ય કરે છે, તે માટે સુખ શબ્દનો પ્રયોગ કરે છે. બાકી વિડંબના છે, નાલેશી છે. પરિણામની દૃષ્ટિથી આ પાંચમાં પ્રધાનતાથી ઉપશમભાવ શ્રેષ્ઠ છે. કારણ કે જીવનો મુખ્ય–પ્રધાન ગુણ ઉપશમ છે. પ્રાપ્તિક્રમમાં જીવ સમ્યકત્વ પામે ત્યારે પહેલાં આસ્તિક્ય આવે છે પછી અનાદિકાળથી સંસારની ચોર્યાસી લાખ યોનિમાં રખડતા પોતાના આત્માની ભાવાનુકંપા આવે છે. પછી નિર્વેદ, સંવેગ, શમની પ્રાપ્તિ થાય છે. આસ્તિષ્પથી શ્રદ્ધા પાકી થઈ જાય છે કે સુખ આત્મામાં જ છે બીજે ક્યાંય નથી. આ જીવનમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરો, તેના માટે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, મનુષ્ય જીવનનું કર્તવ્ય આ જ છે. એમાં જ સફળતા છે. નહીંતર “હીરો ઘોઘે જઈ આવ્યો ડેલે હાથ દઈ આવ્યો' એના જેવો ઘાટ થશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004611
Book TitleYogadraushtina Ajwala Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy