SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર બાણોથી ધર્મરાજાનું સૈન્ય હણાઈ ગયું છે અને તેથી ઘણા રાગરૂપી રુધિરથી હૃદયપ્રદેશો લેપાઈ ગયા છે તથા સેંકડો પ્રકારનાં વ્યસનોરૂપી ક્રૂર ગીધો મસ્તક ઉપર ઊડી રહ્યાં છે. વિશેષાર્થ : અહીં સંસાર માટે યુદ્ધભૂમિનું રૂપક યોજવામાં આવ્યું છે. આ સંસાર મોહરાજાની સમરાંગણભૂમિ જેવો છે. યુદ્ધભૂમિમાં શું શું થાય છે ? ત્યાં ઘણું બધું થાય છે. જેમકે યુદ્ધભૂમિને નજર સમક્ષ તાદેશ કરવાનો પ્રયત્ન કરીએ, તો અનેક સૈનિકો શસ્ત્રોથી હણાઈને ભોંય ઉપર જ્યાં ત્યાં પડેલા જણાશે. એમનાં ઘવાયેલાં શરીરમાંથી લોહી નીકળતું હશે. યુદ્ધભૂમિમાં મડદાં પડ્યાં હોવાથી જેમને મડદાં અત્યંત પ્રિય છે એવાં ગીધ પક્ષીઓ ઊડીને આવી પહોંચશે. આવું વરવું રણભૂમિનું ચિત્ર છે. દુનિયામાં વાસ્તવિક અર્થમાં અને લાક્ષણિક અર્થમાં જુદી જુદી લડાઈઓ ચાલી રહી છે. એમાંથી એક માત્ર મોહરાજાની લડાઈનો વિચાર કરીએ તો પણ કેવું ચીતરી ચડે એવું દશ્ય નજર સમક્ષ ખડું થાય છે ! મોહરાજાનું યુદ્ધ એટલે મોહનીય કર્મરૂપી શત્રુનો ખેલ. મોહનીય કર્મમાં મુખ્યત્વે કામદેવની લીલા. કામદેવ પોતાના બાણ વડે ભલભલાને ઘાયલ કરી નાખે છે. ક્યાં છે આ બાણ ? યુવતીઓનાં નયનકટાક્ષમાં તે બાણ છે. એનાથી બ્રહ્મચર્યવ્રતધારી કેટલાયે ધર્મસૈનિકો ઘાયલ થઈ જાય છે. કેટલાક મૃત્યુ પામે છે. કેટલાક પોતાની જાતને બચાવી લે છે. ઘાયલ સૈનિકોના હૃદયમાંથી નીકળેલાં રાગરૂપી લોહીથી એમનાં શરીર ખરડાય છે. જમીન પણ રુધિરવાળી બને છે. મડદાંઓની વાસ આવતાં કષ્ટરૂપી અથવા આપત્તિરૂપી સેંકડો ગીધો ઊડીને આવી પહોંચે છે. આવું વરવું ચિત્ર છે આ સંસારની રણભૂમિનું. એમાં કોને રસ પડે ? [૫] ક્ષત્તિ ક્ષત્તિ ક્ષU/મથ બ્રિતિ વદુથા | रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते ॥ पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा । भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥२०॥ અનુવાદ: આ સંસારમાં મોહનો ઉન્માદ પામેલાં પ્રાણીઓ પરાધીનપણે ક્ષણમાં હસે છે, ક્ષણમાં ક્રિીડા કરે છે, ક્ષણમાં ઘણો ખેદ કરે છે, ક્ષણમાં રહે છે, ક્ષણમાં આક્રંદ કરે છે, ક્ષણમાં વિવાદ (કલહ) કરે છે, ક્ષણમાં નાસી જાય છે, ક્ષણમાં હર્ષિત થઈ જાય છે અને ક્ષણમાં નૃત્ય કરે છે. વિશેષાર્થ : દુનિયામાં મનુષ્યોના વર્તનનું જો ઝીણવટપૂર્વક અવલોકન કરીએ તો હસવું આવ્યા વગર રહે નહિ, કારણ કે એમાં એટલી બધી અતિશયતા, વિચિત્રતા, નિરર્થકતા વગેરે જોવા મળશે. મોહના ઉન્માદને કારણે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે માણસો ક્ષણવારમાં ખડખડાટ હસે છે, ક્ષણવારમાં આનંદપ્રમોદ કરે છે, તો પાછા ક્ષણવારમાં રૂદન કરે છે, આક્રંદ કરે છે; ક્ષણવારમાં તેઓ ખેદ પામે છે, તો ક્ષણવારમાં વિવાદ, ઝઘડો, કંકાસ કરે છે. ક્યારેક તેઓ હર્ષ પામી નાચગાન કરવા લાગે છે, તો ક્યારેક ઘરબાર છોડી નાસી જાય છે. મનુષ્યના શરીરનો વિચાર કરીએ તો અહો, કેવા કેવા પ્રકારની એની વિડંબના થાય છે ! માણસના શરીરમાં ભૂતપ્રેત કે માતાજી આવ્યાં હોય અને એ જેમ ધૂણવા લાગે ત્યારે એની ૫૧ Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy