SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો સજ્જનસ્તુતિ અધિકાર [૯૩૯] વિવિત્સામવેન્ટ્સ થે વિતે વેન્દ્રનીનામાં ! तेषां न प्रमदावहा तनुधियां गूढा कविनां कृतिः ॥ ये जानन्ति विशेषमप्यविषमे रेखोपरेखांशतो । वस्तुन्यस्तु सतामितः कृतधियां तेषां महानुत्सवः ॥६॥ અનુવાદ : જેઓ કંઈક સામ્ય જોઈને કાચ અને ઈન્દ્રનીલ મણિ વચ્ચે અભેદ કરે છે તે મંદબુદ્ધિવાળાને કવિઓની ગૂઢ કૃતિ આનંદ આપનારી થતી નથી. જેઓ વિષમતા વિનાની વસ્તુમાં (રચનામાં) રેખાના અંશના પણ અંશથી (ઝીણામાં ઝીણી) વિશેષતાને જાણે છે તે બુદ્ધિમાન સપુરુષોને માટે આ કૃતિ મહોત્સવરૂપ બની રહેશે. વિશેષાર્થ : દરેક ક્ષેત્રમાં કેટલાક માણસો સામાન્ય બુદ્ધિના અને કેટલાક વિશેષજ્ઞ હોય છે. એ બંનેની તુલના ન થઈ શકે. બંનેની વસ્તુની પરખશક્તિ પણ જુદી જુદી રહેવાની. કેટલાક વસ્તુના માત્ર બાહ્ય સ્વરૂપને જ ઓળખી શકે, પણ વસ્તુના અંતરંગ ગુણોને ન જાણી શકે. કેટલાક બાહ્ય સ્વરૂપ ઉપરાંત વસ્તુના અંતરંગ ગુણોને પણ બરાબર જાણી શકે. કાચ અને ઇન્દ્રનીલ મણિ બાજુબાજુમાં રાખવામાં આવ્યા હોય તો બંનેના સરખા ચળકાટને લીધે ગમાર માણસો તે બંનેનું મૂલ્ય એકસરખું આંકવાના. દૃષ્ટાંતકથામાં આવે છે તેમ પેલા ભરવાડને રત્ન મળે છે, પરંતુ એની એને પરખ નથી. એટલે તે તો એને સુશોભિત કાચ સમજીને બકરીના ગળામાં બાંધી દે છે અને રાજી રાજી થાય છે, પરંતુ જ્યારે કોઈ એનું ધ્યાન ખેંચે છે ત્યારે એને એ રત્નની કિંમત સમજાય છે. તેવી રીતે ઉત્તમ કાવ્યની મુલવણી કરવાનું બધાંને ન આવડે. કેટલાક તો માત્ર છંદ કે શબ્દપસંદગીનું સામ્ય જોઈને બે કાવ્યોને એકસરખાં ગણી કાઢે છે. રત્નની પરીક્ષા કરતાં પણ કાવ્યની પરીક્ષા કે મુલવણી કરવા માટે સવિશેષ સજ્જતા અને અધિકારની અપેક્ષા રહે છે. જેઓ અલ્પ મતિવાળા છે તેઓને કવિની ગૂઢાર્થથી ભરેલી, વ્યંજનાસભર કૃતિ બહુ આનંદ આપી શકતી નથી, પણ જેમ ચિત્રકલામાં ઝીણામાં ઝીણી રેખા અને ઉપરેખાનું મહત્ત્વ સમજનાર વિશેષજ્ઞને વધુ આનંદ થાય છે, તેમ ઉત્તમ કાવ્યતત્ત્વથી અને પ્રૌઢ અર્થથી ભરેલી કાવ્યકૃતિ સાચા અધિકારી માટે માત્ર આનંદ આપનારી નહિ, એક મહોત્સવ જેવી બની જાય છે. કાવ્યનો આનંદ જગતના ભૌતિક આનંદ કરતાં ચડિયાતો, બ્રહ્માનંદ સહોદર જેવો હોય છે. [४०] पूर्णाध्यात्मपदार्थसार्थघटना चेतश्चमत्कारिणी । मोहाच्छन्नदृशां भवेत्तनुधियां नो पंडितानामिव ॥ काकुव्याकुलकामगर्वगहनप्रोद्दामवाक्चातुरी । कामिन्याः प्रसभं प्रमोदयति न ग्राम्यान् विदग्धानिव ॥७॥ અનુવાદ : સંપૂર્ણ અધ્યાત્મપદાર્થના અર્થથી ભરેલી રચના જ્ઞાનીઓના ચિત્તમાં જેવી ચમત્કાર કરનારી થાય છે તેવી મોહથી જેમની દષ્ટિ ઢંકાયેલી છે એવા સ્વલ્પ બુદ્ધિવાળાને નહિ થાય. કામિનીઓની કાકુવાળી (વિશિષ્ટ ઉચ્ચારવાળી) ઉક્તિ વડે વ્યાકુલ અને કામના મદ વડે ગહન Jain Education Interational 2010_05 ૫૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy