SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર નહિ? ઉપાધ્યાયજી મહારાજ તો કહે છે કે પોતાનું જીવન શાસ્ત્રાનુસાર સંપૂર્ણ નથી, તો પણ પોતે સિદ્ધાન્તપાક્ષિક છે એટલે કે દર્શનપક્ષનું જ આલંબન લેનાર છે. એટલે જયાં સુધી તત્ત્વશ્રદ્ધાન છે ત્યાં સુધી પોતે સાધનાના સાચા પંથે પ્રગતિ કરતા જ રહેવાના છે. - વર્તમાન કાળે જીવની પોતાની અશક્તિ હોવા છતાં તત્ત્વશ્રદ્ધાન મોક્ષમાર્ગમાં મોટા આલંબનરૂપ બને છે. [૨૦] વિધિથને વિધિ વિધિમાં સ્થાપન વિધી ફૂનામ્. अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥३२॥ અનુવાદ : વિધિ(માર્ચ)નું કહેવું, વિધિ પ્રત્યે રાગ, વિધિની ઇચ્છા રાખનારને વિધિમાર્ગમાં સ્થાપવા (પ્રવર્તાવવા) અને અવિધિનો નિષેધ કરવો–આ અમારી પ્રસિદ્ધ પ્રવચનભક્તિ છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ અહીં અનુભવની દષ્ટિએ પોતાની અંગત વાત કરતાં કહે છે કે “જિનેશ્વર ભગવાનકથિત સિદ્ધાન્તો પ્રત્યે અમારી પૂર્ણ ભક્તિ છે. અમે વિધિમાર્ગનું જ કથન કરીએ છીએ. વિધિમાર્ગ પ્રત્યે અમે રાગ એટલે પ્રીતિ ધરાવીએ છીએ. એમાં અમને પૂરો રસ છે. જેઓ વિધિમાર્ગ જાણવાની ઇચ્છાવાળા હોય છે તેઓને અમે વિધિમાર્ગ બતાવીને એમાં પ્રવર્તાવીએ છીએ. ધર્મના ક્ષેત્રે વિધિનિષેધ એટલે કે શું શું કરવું અને શું શું ન કરવું એ ફરમાવવામાં આવે છે. અમે પણ અવિધિનો નિષેધ કરીએ છીએ. આ અમારી પ્રસિદ્ધ પ્રવચનભક્તિ છે. અલબત્ત, પ્રવચન-સિદ્ધાન્ત અનુસાર જીવન જીવવારૂપ, ચારિત્રપાલનરૂપ પ્રવચનભક્તિ પૂરેપૂરી અમારામાં હજુ પ્રગટી નથી.” [૨૧] અધ્યાત્મભાવનોક્યત્નોવૃત્તિ દિનઃ વૃત્વમ્ पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥३३॥ અનુવાદ : અધ્યાત્મભાવનાથી ઉજ્વળ ચિત્તવૃત્તિને યોગ્ય એવું અમારું કૃત્ય છે. વળી પૂર્ણ ક્રિયાની અભિલાષા છે. આ બે આત્માની શુદ્ધિ કરનાર છે. વિશેષાર્થ : આ શ્લોક પણ આત્મનિવેદનરૂપે છે. આગળના શ્લોકમાં ગ્રંથકર્તાશ્રીએ વિધિ અને પ્રવચન ઇત્યાદિ સ્વરૂપે પોતાની જિનપ્રવચન પ્રત્યેની ભક્તિ દર્શાવી છે. “એ અમારું કાર્ય કે કર્તવ્ય અમારા જેવા ઇચ્છાયોગવાળા માટે હાલ ઉચિત જ છે, કારણ કે અધ્યાત્મયોગ અને ભાવનાયોગ વડે નિર્મળ થયેલા અમારા ચિત્તને માટે એ જ ઉચિત છે. એટલે અમારાથી વિધિથનાદિ જે કૃત્ય શક્ય છે એનો અમે આરંભ કરી દઈએ છીએ. પૂર્ણ ક્રિયા વિધિ કરવાની શક્તિ હજુ અમારામાં પ્રગટી નથી. અમે હજુ સામર્થ્યયોગ સુધી પહોંચ્યા નથી. પરંતુ તેવી પૂર્ણ ક્રિયાવિધિ કરવાની અભિલાષા તો અમારા મનમાં સતત રહેલી છે અને તે દિશામાં અમારો પુરુષાર્થ પણ ચાલુ છે.” આમ શક્ય તે ક્રિયાનો હાલ આરંભ કરી દેવો અને સંપૂર્ણ ક્રિયા કરવાની ભાવના કે અભિલાષા રાખવી–આમ શુભારંભ અને પૂર્ણ ક્રિયા-અભિલાષા એ બે જ્યાં હોય ત્યાં આત્માની શુદ્ધિ કરવામાં તે કારણરૂપ બને છે. ધર્માનુષ્ઠાનના ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા જીવ માટે હાલ પ્રમાદ વગર જેટલું થઈ ૫૨૭ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy