SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૮૬૮] રૂતું હિ પરમાધ્યાત્મમમૃત જીર્ વ ચ । इदं हि परमं ज्ञानं योगोऽयं परमः स्मृतः ॥१९१॥ અનુવાદ : આ જ પરમ અધ્યાત્મ છે, આ જ અમૃત છે, આ જ પરમ જ્ઞાન છે અને આ જ પરમ યોગ કહેવાય છે. વિશેષાર્થ : આત્મતત્ત્વના ઉત્કૃષ્ટ સંવેદનને પરમ અધ્યાત્મ તરીકે અહીં દર્શાવ્યું છે. વ્યવહારનય અને નિશ્ચયનયથી આત્મદશાનો નિર્ણય કરવો તે ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે. તે જીવને અજરામર એવા મોક્ષ સુધી ગતિ કરાવનાર હોવાથી તથા સર્વ કર્મરૂપી રોગથી વિમુક્ત કરાવનાર હોવાથી પરમ અમૃતરૂપ છે. આ જ તત્ત્વબોધરૂપી અને તત્ત્વસંવેદનરૂપી પરમ જ્ઞાન છે અને એ જ અયોગી અવસ્થા સુધી લઈ જઈ, મોક્ષગતિ સાથે જોડી આપનાર પરમ યોગ છે. આ રીતે સાધનાની ઉચ્ચ દશામાં થતા આત્મજ્ઞાનનો અહીં મહિમા દર્શાવવામાં આવ્યો છે. [૮૬૯] શુદ્ઘાળુાતાં તત્ત્વમેતત્સૂક્ષ્મનયાશ્રિતમ્ । न देयं स्वल्पबुद्धीनां ते ह्येतस्य विडंबका: ॥ १९२॥ અનુવાદ : ગુહ્યથી પણ ગુહ્ય એવું આ તત્ત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે. અલ્પ બુદ્ધિવાળાને તે આપવું નહિ, કારણ કે તેઓ એની વિડંબના કરનારા છે. વિશેષાર્થ : શુદ્ધ આત્મદ્રવ્યની સમજણ અત્યંત ગુહ્ય છે અને એનો અનુભવ તો એથી યે વધારે ગુહ્ય છે. એટલે કે આવું સૂક્ષ્મ તત્ત્વ સામાન્ય માણસોથી ગુપ્ત રાખવા જેવું છે. આવા સૂક્ષ્મ તત્ત્વની વિચારણા સૂક્ષ્મ નયને આશ્રિત છે. કોઈ પણ એક નયને જ માત્ર પકડીને વિચારવા જતાં સમજણ અધૂરી અને અવળે માર્ગે દોરી જનારી નીવડે છે. તેમાં વિવિધ નયોની સમજણ હોવી જરૂરી છે. વળી તેમાં સામંજસ્ય સધાવું જોઈએ. તત્ત્વગવેષણામાં અસમતોલપણું જીવને ઊંધે રવાડે ચડાવી દે એવું જોખમ રહેલું છે. વ્યવહારનય, અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનય ઇત્યાદિની અપેક્ષાએ આત્મતત્ત્વને સમજવાનું છે અને તેનું સંવેદન કરવાનું છે. સામાન્ય, અનિપુણ, અરુચિવાળા જીવો આગળ ગહન તત્ત્વજ્ઞાનની વાત કરવામાં આવે તો તેઓ એ સમજે નહિ, એટલું જ નહિ, એની હાંસી ઉડાવે. એકંદરે સામાન્ય લોકો તો ઇન્દ્રિયાર્થ પદાર્થોના ભોગોપભોગવાળું બાહ્ય જીવન જીવવાવાળા હોય છે. એવાની આગળ સૂક્ષ્મ આત્મતત્ત્વની વાત કરવા કરતાં મૌન રહેવું સારું. તેઓ સમજે નહિ અને સારી, સાચી વાતની વિડંબના કરે, ઉપહાસ કે તિરસ્કાર પણ કરે. સંસારમાં બહુમતી એવા લોકોની હોય છે. એટલા માટે યોગ્ય, અધિકારી, સુપાત્ર જીવ આગળ જ સૂક્ષ્મ નયાશ્રિત આત્મતત્ત્વની, આત્મસ્વરૂપના અનુભવની વાત કરવી જોઈએ. [૮૭૦] નનાનામહ્ત્વબુદ્ધીનાં નૈતત્તત્ત્વ હિતાવમ્ । निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥१९३॥ અનુવાદ : જેમ નિર્બળ ક્ષુધાતુરને ચક્રવર્તીનું ભોજન હિતાવહ નથી, તેમ અલ્પબુદ્ધિવાળા માણસોને આ તત્ત્વ હિતાવહ નથી. વિશેષાર્થ : શક્તિ વગરનો માણસ પરાક્રમ કરવા જાય તો તેથી એને પોતાને જ હાનિ થાય છે. જીવનનાં Jain Education International2010_05 ૪૯૪ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy