SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર ક્રિયાની વિચિત્રતાને કારણે અર્થાત્ તરતમતાને લીધે સંવરભાવ મૃદુમધ્યમાદિભાવવાળો થાય છે. ઉપયોગધારાની વધતી જતી વિશુદ્ધિની સાથે યોગધારાની વિશુદ્ધિ પણ ઉત્તરોત્તર વધવા લાગે છે. [૮૨૯] યવા તુ સર્વત: શુદ્ધિ તે ધાયોઈયો: शैलेशीसंज्ञितः स्थैर्यात् तदा स्यात्सर्वसंवरः ॥१५२॥ અનુવાદ : જ્યારે બંને ધારાઓની સર્વ પ્રકારે વિશુદ્ધિ થાય છે ત્યારે સ્થિરતાને કારણે શૈલેશી' નામનો સર્વસંવર થાય છે. વિશેષાર્થ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જીવની જ્ઞાનધારા વિશુદ્ધ બને છે અને તે સંવરરૂપ હોય છે. પરંતુ ક્રિયાની વિચિત્રતાને લીધે જીવની અશુદ્ધ યોગધારા ઉત્તરોત્તર વિશુદ્ધ થતી જાય છે. એમાં જેટલે અંશે અશુદ્ધિ તેટલે અંશે આશ્રવ અને જેટલે અંશે વિશુદ્ધિ તેટલે અંશે સંવર. આમ ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી જે બંને ધારાઓ ચાલતી રહે છે એ સંપૂર્ણપણે વિશુદ્ધ તો ચૌદમા ગુણસ્થાનકે થાય છે. ગુણસ્થાનકે શૈલેશીકરણ થાય છે. શૈલ એટલે પર્વત, શૈલેશ એટલે પર્વતોમાં શ્રેષ્ઠ એવો મેરુ પર્વત. પર્વત અચલ, અડોલ અને સ્થિર હોય છે. આત્મપ્રદેશોમાં શૈલેશીકરણ થતાં મન, વચન અને કાયાના યોગનો નિરોધ થાય છે. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન અને કર્મોનું બંધાવું. યોગનિરોધ થતાં આત્મપ્રદેશો શૈલેશ મેરુ પર્વતની જેમ નિષ્કપ, સ્થિર બની જાય છે. આત્મપ્રદેશો નિષ્કપ બનતાં તે નવા પુદ્ગલપરમાણુઓને આકર્ષતા નથી. એટલે આશ્રવની ક્રિયા બંધ થઈ જાય છે. આમ, આત્મપ્રદેશોનું સ્વૈર્ય પ્રાપ્ત થતાં યોગધારા પણ વિશુદ્ધ થઈ જાય છે અને તે પણ સંવરરૂપ બની જાય છે. આમ ચૌદમા ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં સર્વસંવર થાય છે, અર્થાત્ નવાં કર્મ બંધાવાની હવે કોઈ જ શક્યતા રહેતી નથી. [८3०] ततोऽर्वाग् यच्च यावच्च स्थिरत्वं तावदात्मनः । संवरो योगचांचल्यं यावत्तावत्किलाश्रवः ॥१५३॥ અનુવાદ : તેનાથી પૂર્વે જેવું અને જેટલું આત્માનું સ્થિરત્વ તેટલો આત્માનો સંવર. જેટલું યોગનું ચંચળપણું તેટલો આશ્રવ જાણવો. વિશેષાર્થ : અર્વાચ્ એટલે પૂર્વેનું અથવા નીચેનું. શૈલેશીની અથવા સર્વસંવરની પૂર્વેની જે અવસ્થા છે તેમાં જેટલું સ્થિરત્વ છે તેટલો આત્માનો સંવરભાવ છે અને જેટલું યોગચાંચલ્ય છે તેટલો આશ્રવભાવ છે. સર્વસંવરની પૂર્વેની બધી અવસ્થા લઈએ તો પ્રથમ ગુણસ્થાનકે ગાઢ મિથ્યાત્વ હોવાથી ત્યાં કેવળ આશ્રવભાવ છે, સંવરભાવ નથી. ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં, મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને જ્ઞાનધારા વિશુદ્ધ બનતાં સંવરભાવ પ્રાપ્ત થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને રાગાદિ હોય છે, પણ કદાગ્રહ હોતો નથી. એને યથાર્થ બોધની અલ્પતા હોઈ શકે, પણ કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા ન જ હોય. જેમ જેમ એના રાગાદિ ભાવો શાંત થતા જાય છે તેમ તેમ એની વિશુદ્ધ થતી જ્ઞાનધારા સંવરરૂપ બનતી જાય છે. દેશવરતિ અને સર્વવિરતિના ગુણસ્થાનકે વિશુદ્ધ જ્ઞાનધારા સાથે સમ્યક્ચારિત્ર જેટલે Jain Education International_2017_05 ૪૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy