SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર આવે અને ફરી ઊખેડીને નિચોવવામાં આવે. આ રીતે શરીરમાંથી અશુદ્ધ લોહી જળો દ્વારા કાઢવાનો પ્રયોગ જૂના વખતમાં કરવામાં આવતો. જળો જ્યારે લોહી પીતી હોય છે ત્યારે કેટલી બધી આનંદિત થતી હોય છે. પણ પછી જ્યારે એને નિચોવવામાં આવે ત્યારે એને પાર વગરનું કષ્ટ પડે છે. ક્યારેક મરી પણ જાય છે. એવી રીતે જીવ જયારે પૌગલિક સુખ ભોગવતો હોય ત્યારે એને ખબર નથી હોતી કે પુણ્ય જેવું પૂરું થશે એટલે દારુણ દુઃખ ભોગવવાનું આવશે. [૭૪] તીવ્ર નિસંસંખ્યત્યયસાયમિવ | यत्रौत्सुक्यात्सदाक्षाणां तप्तता तत्र किं सुखम् ॥६७॥ અનુવાદ : તીવ્ર અગ્નિના સંગથી જેનું જળ (પયસ) શોષાઈ ગયું છે એવા લોઢા(અયસ)ની જેમ જેમાં (વિષયસુખમાં) સદા ઉત્સુકતાને લીધે ઈન્દ્રિયો(અક્ષ)ની સંતપ્તતા રહે છે, તેમાં સુખ ક્યાંથી હોય ? ' વિશેષાર્થ : અક્ષ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો સતત તૃપ્તિ ઝંખે છે. માણસને ભૂખ લાગી હોય ત્યારે સ્વાદિષ્ટ ભોજન મળતાં તૃપ્તિ થાય છે. પણ થોડો વખત પસાર થતાં ફરી પાછી ભૂખ લાગે છે. આવી રીતે ઇન્દ્રિયોના સર્વ પ્રકારનાં સુખો જીવ ફરી ફરી ભોગવવા ઝંખે છે. ઇન્દ્રિયો ક્યારેય કાયમને માટે સંતૃપ્ત રહેતી નથી કે થતી નથી. તે સંતપ્ત જ રહે છે. એ માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ અગ્નિથી એકદમ તપી ગયેલા લોઢા ઉપર પાણી છાંટવામાં આવે તો તે તરત શોષાઈ જાય છે અને લોઢું તો પાછું એવું ને એવું જ તપેલું રહે છે. તેવી રીતે ઇન્દ્રિયો સુખના ભોગવટા માટે સતત ઉત્સુકતાથી તપેલી રહે છે. ગમે તેટલું સુખ ભોગવવા મળે તો પણ ઇન્દ્રિયો ભૂખી અને ભૂખી રહે છે, તપ્ત રહે છે. એટલે પુણ્યના ફળરૂપે મળેલા સુખની અંદર અતૃપ્તિરૂપ, તાપરૂપ દુઃખ રહેલું જ છે. શાસ્ત્રકારો કહે છે કે ઇન્દ્રિયો દ્વારા અનુભવાતુ સુખ એ તો અગ્નિની અંદર ઘી હોમવા બરાબર છે. ઘી નાખતાં અગ્નિ વિશેષ પ્રજવળે છે, પણ એ શાંત થતો નથી. ઘી માટેની અગ્નિની વાસના ક્યારેય સંતોષાતી નથી. તેવી રીતે વિષયોના ભોગવટા દ્વારા ઇન્દ્રિય શાંત-સંતુષ્ટ હંમેશ માટે થઈ જાય એવું બનતું નથી. ક્યારેક તો ભોગવટાથી એની વાસના વકરે છે અને એનો અતિભોગ જડતા, ગ્લાનિ, નિર્બળતા ઇત્યાદિમાં પરિણમે છે. [૭૪૫] પ્રવિપશ્ચાખ્યાતિપશત્ પુરપીમુવેયુર ! इन्द्रियाणां गणे तापव्याप एव न निर्वृतिः ॥६८॥ અનુવાદ : પ્રથમ અને પછી પણ અરતિના સ્પર્શથી પુટપાક પામતા ઇન્દ્રિયોના સમૂહને સંતાપનો જ વ્યાપ થાય છે, સુખ નિવૃતિ) થતું નથી. ' વિશેષાર્થ : પુણ્યથી ઉત્પન્ન થતું સુખ એની સાથે સંકળાયેલા પરિતાપથી અંતે તો દુઃખરૂપ જ છે એ સમજાવવા માટે અહીં પુટપાક ઔષધિનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. કેટલીક વનસ્પતિ એવી હોય છે, કે એને પાણીમાં ઉકાળવામાં આવે કે બાળીને ભસ્મ કરવામાં આવે તો તે બહુ ગુણ ન કરે, પરંતુ એ ઔષધિ કે ઔષધિનાં મિશ્રણ, દ્રાવણ એવાં હોય છે કે એને પુટમાં એટલે કુલડી અથવા શકોરામ ૪૨૬ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy