SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર દ્વારા અનુભવ કરાવે છે. એટલે કે આ આત્મા છે અને આ તેના જ્ઞાનાદિગુણો છે' (આ ગુણી છે આ ગુણો છે) એવો અનુભવ વ્યવહારનય કરાવે છે. ‘આત્મા જ્ઞાનાદિમય છે' એમ કહીએ તો તેમાં નિશ્ચયનય રહેલો છે અને ‘આત્મા જ્ઞાનાદિગુણવાળો' છે એમ કહીએ તો તેમાં વ્યવહારનય રહેલો છે. પદાર્થને સમજાવવા માટે વ્યવહારનયની આવશ્યકતા છે. વસ્તુતઃ નિશ્ચયનય જ એમાં મુખ્ય છે. [६८८] वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथक् । आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥११॥ અનુવાદ : વસ્તુતઃ તો તે ગુણોનું સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. અન્યથા આત્મા અનાત્મારૂપ થશે અને જ્ઞાનાદિ પણ જડ થશે. વિશેષાર્થ : આત્મા અને એના જ્ઞાનાદિ ગુણો ભિન્ન નથી પણ અભિન્ન છે એ સમજાવવા માટે અહીં એક તાર્કિક કસોટી બતાવવામાં આવી છે. વસ્તુતઃ આત્માના પોતાનાથી એના જ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપ પૃથક્ એટલે કે ભિન્ન નથી. છતાં ધારો કે આત્માને એના જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન કરવામાં આવે તો શું થશે ? તો આત્મા જે ચેતનવંત છે તેમાંથી જ્ઞાનાદિ ગુણો નીકળી જશે તો તે મૃત શરીરરૂપ બની જશે, એટલે કે તે જડ બની જશે. બીજી બાજુ જ્ઞાનાદિ ગુણો છૂટા પડી આધારરહિત બની જાય તો તે પણ ઇષ્ટાનિષ્ટ ગણવાની પોતાની શક્તિ ગુમાવી દેતાં માટીના ઘડાની કે લાકડાના ટુકડાની જેમ જડ બની જશે. પરંતુ એવું ક્યારેય શક્ય નથી. માટે આત્મા અને એના જ્ઞાનાદિ ગુણો વચ્ચે અભિન્નતા છે. [૬૮૯] ચૈતન્યપરસામાન્યાત્ સર્વેષામેતાત્મનામ્ । निश्चिता कर्मजनितो भेदः पुनरुपप्लवः ॥१२॥ અનુવાદ : સર્વ આત્માઓની પરસામાન્યથી (શુદ્ધ સંગ્રહનયથી) ચૈતન્યરૂપ એકતા નિશ્ચિત છે, પરંતુ કર્મજનિત ભેદ તેમાં ઉપપ્લવરૂપ (અનિષ્ટ વિષમતારૂપ) છે. વિશેષાર્થ : અહીં ‘પરસામાન્ય’ શબ્દ ચૈતન્યના સંદર્ભમાં સંગ્રહનયની દૃષ્ટિએ પ્રયોજાયો છે. સંગ્રહનય ભેદમાં અભેદને જુએ છે. ભિન્નભિન્ન તત્ત્વો કે પદાર્થોમાં રહેલા સમાન તત્ત્વને એ નિહાળે છે અને એમ કરતાં કરતાં તે ઉપર ચડતો રહે છે. પરસામાન્ય એટલે પરમ સામાન્ય, મહાસામાન્ય, સામાન્યતાઓમાં પણ જે ચડિયાતી સામાન્યતા છે તે. ઉદાહરણ તરીકે એક સરખા કદના ઘડા હોય તો તેમાં કદનું સરખાપણું એ સામાન્ય છે. નાનામોટા ઘડા હોય તો તેમાં ઘડાપણું એ સામાન્ય છે. માટીનાં ઘડા, મટકી, કોડિયાં વગેરેમાં માટીપણું સામાન્ય છે. માટીનાં, લોઢાનાં, તાંબાનાં, રૂપાનાં વગેરે પ્રકારનાં વાસણોમાં વાસણપણું સામાન્ય છે. આમ એક સામાન્ય કરતાં બીજું સામાન્ય ચડિયાતું હોઈ શકે. એ રીતે સંસારના સર્વ જીવોમાં આટલું બધું વૈવિધ્ય જોવા મળતું હોવા છતાં તેમાં સર્વશ્રેષ્ઠ સામાન્યપણું અર્થાત્ પરસામાન્ય તે ચૈતન્ય છે. આ ચૈતન્યરૂપ એકતા સર્વ જીવોમાં સામાન્ય છે. આ ચૈતન્યરૂપ એકતા સર્વ જીવોમાં રહેલી હોવા છતાં નીચેની ભૂમિકાએ એમાં કર્મજનિત એટલું બધું વૈવિધ્ય જોવા મળશે કે એનું વર્ગીકરણ Jain Education International_2010_05 ૩૯૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy