SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ પાંચમો અધિકાર સત્તરમો 26 ધ્યાનસ્તુતિ અધિકાર 7 [૬૪] યંત્ર અછત પરં પરિવા पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद् ध्यानमेव भवनाशि भजध्वम् ॥१॥ અનુવાદ : જે (ધ્યાન) પરમ પરિપાકને પામતાં ઇન્દ્ર(પાક)ના શાસનનું પદ પણ તૃણ સમાન લાગે છે, જે ધ્યાન સ્વપ્રકાશક, સુખરૂપ, બોધમય અને ભવભંજક છે તેનું જ તું સેવન કર. ' વિશેષાર્થ : ધ્યાનસ્તુતિ’ નામના આ અધિકારમાં ઉચ્ચ કોટિના શુભ ધ્યાનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઉચ્ચ કોટિના ધ્યાનયોગનાં ચાર મુખ્ય લક્ષણો છે : (૧) સ્વપ્રકાશક, (૨) સુખરૂપ, (૩) બોધમય અને (૪) ભવભંજક. આ લક્ષણોનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ધ્યાન સ્વપ્રકાશક છે, એટલે કે સ્વસ્વરૂપનું પ્રકાશક છે. જીવ આવા ધ્યાન વડે સ્વસ્વરૂપમાં લીન બને છે અને આત્માના દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે. એ અનુભવ સુખરૂપ હોય છે, આનંદસ્વરૂપ હોય છે. આ ધ્યાનના યોગથી બોધ થાય છે. વળી આવું ધ્યાન જન્મમરણના ચક્રનો અંત આણી મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. એ ધ્યાન ભવનાશક અર્થાત્ ભવભંજક છે. આવા પરમ પ્રકૃષ્ટ ધ્યાનનો આત્માર્થીને જયારે અનુભવ થાય છે ત્યારે તેને દુન્યવી લક્ષ્મી તુચ્છ લાગે છે, એટલું જ નહિ ખુદ ઇન્દ્રનાં દૈવી વૈભવ અને સત્તા પણ તણખલાં જેવાં તુચ્છ ભાસે છે. આના પરથી કલ્પી શકાશે કે આ ઉચ્ચતમ ધ્યાનનો અનુભવ કેટલો આનંદમય, સમૃદ્ધ અને મહિમાવંત હોય છે. જ્યાં સુધી એવો અનુભવ જીવે કર્યો નથી હોતો ત્યાં સુધી જ તેને ભૌતિક સુખસમૃદ્ધિ અને સત્તાનો મોટો મહિમા જણાય છે. પરંતુ એ ભૌતિક સુખાનુભવ માત્ર આભાસરૂપ જ હોય છે. એટલે સાચા આત્મિક સુખનો અનુભવ કરાવનાર શુભ ધ્યાનનું આલંબન લેવાની સાધકને અહીં ભલામણ કરવામાં આવે છે. [૬૫] મારા કપિ સાક્ષાત્ सुत्यजा हि विषया न तु रागः। ध्यानवांस्तु परमद्युतिदर्शी तृप्तिमाप्य न तमृच्छति भूयः ॥२॥ અનુવાદઃ આતુર અને જડ માણસો માટે વિષયોને સાક્ષાત્ ત્યજવા સહેલા છે, પરંતુ રાગ ૩૮૩ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy