SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : ધર્મધ્યાન પછી ચોથા શુકલધ્યાનનો વિષય હવે લેવામાં આવે છે. શુકલધ્યાનના ચાર પ્રકાર છે. એ ચાર પ્રકારને ચાર પાદ, પાયા એટલે કે પગથિયાં કહેવામાં આવે છે, કારણ કે તે અનુક્રમે જ લેવાનાં છે. પહેલાં ત્રણ ધ્યાન જે કહ્યાં—આર્ત્ત, રૌદ્ર અને ધર્મ—તેમાં એના પેટાપ્રકારો આગળ પાછળ પણ થઈ શકે. તે અનુક્રમે જ લેવાનું ફરજિયાત બંધન નથી. પરંતુ શુકલધ્યાનમાં સાધક એના પેટાપ્રકારોમાં અનુક્રમે જ આગળ વધી શકે છે. શુકલધ્યાનમાં ત્રીજા પ્રકારના ધ્યાન પછી પહેલા પ્રકારના ધ્યાનમાં ન આવી શકાય. શુકલધ્યાન ધરનાર અપ્રમત્ત ગુણસ્થાનકે હોય એટલે કે તેઓ મુનિ હોય. તેઓ કેવળી ભગવંત હોય તો તેમા ગુણસ્થાનકે હોય. જો તેઓ મુનિ હોય તો એમણે શુકલધ્યાનના પહેલા અને બીજા પાયાનું ધ્યાન ધરવાનું હોય અને જો તેઓ કેવળી હોય તો ત્રીજા અને ચોથા પાયાનું ધ્યાન ધરવાનું હોય. છદ્મસ્થ ધ્યાતા ક્ષમા, મૃદુતા, આર્જવ, નિસ્પૃહતા વગેરે ગુણોની ઉત્કૃષ્ટ ભાવનાના આલંબન વડે શુકલધ્યાન પર ચડે છે. તે પોતાના મનના વિષયોનો સંક્ષેપ કરીને તેને પરમાણુમાં જોડે છે. આ સંક્ષેપમાં ક્રમ રહેલો છે. તે ધર્મધ્યાનમાં શરૂઆતમાં ત્રણ ભુવનનું ધ્યાન ધરતો હોય છે. હવે શુકલધ્યાનમાં તે ધ્યાનના વિષયોનો સંક્ષેપ કરે છે ને જે વિષય છોડ્યા તેના પર પાછો જતો નથી અને તેમ વિષયોનો સંક્ષેપ કરતાં કરતાં, વિષયોનો ત્યાગ કરતાં કરતાં છેવટે એક પરમાણુના ધ્યાનમાં પોતાના મનને કેન્દ્રિત કરે છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં સંકોચના આ ક્રમ માટે ત્રણ દૃષ્ટાન્ત આપ્યાં છે : (૧) વિષનું દૃષ્ટાન્ત—જેમ કોઈ માણસને ડંખથી ઝેર ચડ્યું હોય તો મંત્રવિદ્ તેના શરીરના એક પછી એક ભાગનું ઝેર ઉતારતો જઈને છેવટે જ્યાં ડંખ વાગ્યો હોય ત્યાં આવે છે અને પછી મંત્રના યોગથી એ ડંખમાંથી ઝેર કાઢી નાખે છે, એમાં સંકોચનો ક્રમ રહેલો છે. (૨) અગ્નિનું દૃષ્ટાન્ત—જેમ એક સાથે ઘણાં લાકડાં સળગતાં હોય તો તેમાંથી એક પછી એક લાકડું ખેંચી, ઓલવીને અગ્નિ ઓછો કરતા જઈ છેવટે થોડાંક ઈંધણ પર રહેલા અગ્નિને ઓલવવામાં આવે છે. (૩) પાણીનું દૃષ્ટાન્ત–જેવી રીતે તપેલામાં કે કોઈ વાસણમાં પાણી ગરમ થતું હોય તો તે છેવટે એક ટીપું રહીને તે પણ બળી જાય. આવી રીતે ધ્યાનના વિષયોનો સંકોચ કરતાં કરતાં છેવટે એક પરમાણુ પર ધ્યાતાનું ધ્યાન સ્થિર થાય છે. શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં વિષયોનો સંકોચ થતાં થતાં છેવટે મનની એક પરમાણુમાં સ્થિરતા થાય છે. આ ધ્યાન છદ્મસ્થને હોય છે. શુકલધ્યાનના છેલ્લા બે પ્રકારનું ધ્યાન જિનને એટલે કેવળજ્ઞાનીને અંતસમયે હોય છે. મોક્ષ પામવાને અંતર્મુહૂર્તની વાર હોય તે વખતે યોગનિરોધ થાય છે. તેમાં મનોયોગનો નિરોધ થતાં કેવળજ્ઞાની અ-મન બની જાય છે. [૬૫૧] સવિત મવિચાર પૃથવત્વ તમિમ્ । नानानयाश्रितं तत्र वितर्कः पूर्वगं श्रुतम् ॥७४॥ અનુવાદ : સવિતર્ક, સવિચાર અને સમૃ એમ આ (શુકલધ્યાનનો પહેલો પાયો) છે. એમાં વિવિધ નયનો આશ્રય કરીને રહેલું પૂર્વગત શ્રુત તે વિતર્ક છે. Jain Education International_2010_05 ૩૭૪ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy