SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર રૌદ્ર ધ્યાનને ત્યજીને ધર્મ અને શુકલ ધ્યાનમાં બુદ્ધિને સ્થિર રાખનાર તથા પ્રમાદરહિત થઈ ધ્યાનમાં તલ્લીન થનાર મુનિ જ્ઞાનયોગી બને છે. વિશેષાર્થ : આ ત્રણ શ્લોકમાં સાધના દ્વારા જ્ઞાનયોગી બનનારા મહાત્માનાં કેટલાંક મહત્ત્વનાં સ્કૂલ અને સૂક્ષ્મ લક્ષણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ માટે ગ્રંથકાર મહર્ષિએ શ્રીમદ્ભગવદ્ગીતા, પાતંજલ યોગસૂત્ર વગેરે પ્રાચીન ગ્રંથોનો આધાર લીધો છે. જેઓ જ્ઞાનયોગી હોય છે તેઓ નિર્ભય હોય છે. સંસારમાં આકસ્મિક દુર્ઘટનાઓ બને છે, યુદ્ધ, રોગચાળો વગેરેના ઉપદ્રવો થાય છે, કુદરતી આપત્તિઓ આવે છે, સ્વજનોનો વિયોગ થાય છે, મારણાન્તિક (મરણાત્તિક) ઉપસર્ગો સહન કરવા પડે છે – આવી આવી બધી જ પરિસ્થિતિમાં સમદર્શી સાધકો અડોલ અને ભયરહિત હોય છે. તેમનું ચિત્ત અસ્વસ્થ, વ્યગ્ર કે ઉદ્વિગ્ન બનતું નથી. અભય તેમના જીવનમાં સતત વણાયેલો હોય છે. તેઓને કોઈના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર ઇત્યાદિ થતાં નથી. તેઓને કોઈ પણ વાતે ચિંતા થવા લાગી તો સમજવું કે તેઓ હજુ જ્ઞાનયોગીની ભૂમિકાએ પહોંચી શક્યા નથી. આવા મુનિઓ જ્યારે ધ્યાનયોગમાં બેસે છે ત્યારે તેઓ સુખાસનમાં (થાક કે કંટાળો ન આવે એવી રીતે પદ્માસનમાં કે પલાંઠી વાળીને) બેઠેલા હોય છે. તેમની દૃષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર હોય છે. તેઓ આડુંઅવળું જોતા નથી. તેમની કરોડરજ્જુ સીધી ટટ્ટાર હોય છે એટલે કે એમની કમર, ડોક અને મસ્તક સીધી ઊભી એક લીટીમાં હોય છે. તેમના બંને હોઠ બીડેલા હોય છે. મુખમાં તેમના ઉપરના દાંત નીચેના દાંતને અડતા નથી. તેમની મુખમુદ્રા પ્રસન્ન હોય છે. આવી રીતે ધ્યાનમાં બેઠેલા એ મહાત્માઓના ચિત્તમાં આર્ત અને રૌદ્ર ધ્યાન ચાલતાં નથી. તેઓ ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પોતાના ચિત્તને પરોવી દે છે. આવી રીતે પોતાના ધ્યાનમાં તેઓ અપ્રમત્ત ભાવથી લીન બની ગયા હોય છે. ધ્યાનમાં લીન થનાર જ્ઞાનયોગીનું એક સરસ સુંદર શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓને માટે કેવી રીતે બેસવું અને કેવી મુદ્રા ધારણ કરવી એ વિશે અહીં સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અલબત્ત, અહીં જેટલી વાત ગણાવવામાં આવી છે એટલી જ છે એવું ન માનવું. અહીં તો મુખ્ય મુખ્ય વાત ગણાવવામાં આવી છે. ધ્યાનના માર્ગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવાની અભિલાષાવાળાઓએ તો પોતાના પ્રાજ્ઞ ગુરુ ભગવંતનું માર્ગદર્શન સમયે સમયે મેળવતા રહેવું જોઈએ. [૫૭૭] શ્રમયો સામગ્રી જ્ઞાનયોગાસાહિતઃ | ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥८३॥ અનુવાદ : કર્મયોગનો સારી રીતે અભ્યાસ કરીને, જ્ઞાનયોગમાં સારી રીતે સ્થિર થઈને, (મહાત્મા) ધ્યાનયોગ પર આરૂઢ થઈને મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : યોગ વિશેના આ અધિકારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને મુક્તિયોગ એ ચારેની મહત્તા દર્શાવે છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને મુક્તિયોગ ૩૨૭ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy