SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર સમ્યક્ત્વનાં ષટુ સ્થાન અથવા સ્થાનક તરીકે ઓળખાવવામાં આવે છે. આ અધિકારના આરંભમાં એનો ઉલ્લેખ થયો છે. આ છ પદ નીચે પ્રમાણે છે : ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. સમ્યગદર્શનમાં શ્રદ્ધાનું જ સૌથી વધુ મહત્ત્વ છે. વાચક ઉમાસ્વાતિજીએ ‘તત્ત્વાર્થસૂત્ર'માં કહ્યું છે : સ્વાઈશ્રીનું મુખ્યત્વેર્શનમ્ ! એટલે સમ્યકત્વની પ્રાપ્તિ જેઓ ઇચ્છતા હોય તેઓએ મિથ્યાત્વનાં છે પદોનો પ્રતિલોમ કરવો જોઈએ, એટલે કે તે ઉલટાવવાં જોઈએ. એ રીતે ઉલટાવવાથી આત્મા છે, આત્મા નિત્ય છે ઇત્યાદિ છ પદ પ્રાપ્ત થાય છે. તે વિશે આદરભાવ કરવો જોઈએ. એ છ પદોની ભાવના ભાવવાથી મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર દૂર થાય છે અને સમ્યક્ત્વરૂપી ઉવળ પ્રકાશ પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગના સાધકોએ એટલા માટે સમ્યક્ત્વનાં છ સ્થાનકોમાં રતિ, પ્રીતિ, આદરભાવ વગેરે રાખવા કર્તવ્યરૂપ છે. મોક્ષમાર્ગમાં એ આરંભનું મોટું આલંબન છે. इति मिथ्यात्वत्यागाधिकारः । મિથ્યાત્વત્યાગ અધિકાર સંપૂર્ણ ૨૬૨ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy