SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર મનુષ્યજીવન માટે ઉપકારક એવા કેટલાક મહત્ત્વના ઉચ્ચ નિયમોને જુદા જુદા નામથી ઓળખાવવામાં આવ્યા છે. વસ્તુતઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને જૈન ધર્મમાં સાધુ માટે મહાવ્રત તરીકે અને ગૃહસ્થો માટે અણુવ્રત તરીકે ગણાવ્યાં છે. આ પાંચને માટે કોઈક દર્શનમાં ‘વ્રતધર્મ', વળી કોઈમાં ‘યમ-નિયમ”, તો કોઈકમાં ‘કુશળધર્મ” જેવા શબ્દો પ્રયોજાયા છે. તે એક બીજાના પર્યાય જેવા છે તો પણ તે તે વિશેની વિભાવના પણ દરકની થોડી થોડી જુદી છે. વળી તેના ક્રમમાં પણ ક્યાંક ફરક રહેલો છે. [૩૩૮] પ્રદુમાવતા તંત્ર દ્વતોપદ્રતપંવમ્ | यमांश्च नियमान् पाशुपता धर्मान् दशाऽभ्यधुः ॥१३॥ અનુવાદ : એમાં ભાગવતવાળા પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત એમ દશ ધર્મ કહે છે અને પાશુપતમતવાળા પાંચ યમ અને પાંચ નિયમ એ દશને ધર્મ માને છે. વિશેષાર્થ : પ્રાચીન કાળમાં જ્યારે જીવનમીમાંસા થતી હતી ત્યારે ક્યા ક્યા સદ્ગણો વ્યક્તિ માટે, ક્યા સગુણો કુટુંબ માટે, ક્યા સગુણો સમાજ માટે અને ક્યા સગુણો રાજય માટે તથા સમગ્ર વિશ્વ માટે ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી ઉપયોગી અને ઉપકારક છે અને ક્યા સગુણની સમાજને વિશેષ જરૂર છે એવો અગ્રતાક્રમ નક્કી થતો તથા શું શું હોય તો વ્યક્તિ અને સમાજ સુખી બને તેની મીમાંસા પણ થતી. પ્રાચીન કાળમાં વર્ણવ્યવસ્થા હતી અને તેનાં બંધનો દઢ હતાં. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં ઉત્તમ લક્ષણો નક્કી થતાં. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કક્યસ્મૃતિ વગેરેમાં તેની તલસ્પર્શી વિચારણા કરાઈ છે. તદુપરાંત વ્યક્તિના નૈતિક અને આધ્યાત્મિક જીવનના ઉત્કર્ષ માટે શું શું ઉપયોગી છે તે વિશે પણ દરેક ધર્મમાં પોતપોતાના દૃષ્ટિબિન્દુથી વિચારણા થયેલી છે. અલબત્ત, એક ધર્મે કહેલા સદ્ગણોનો વિરોધ બીજો ધર્મ કરે એવું ન જ હોય, કારણ કે અંતે તો તે સદ્ગુણ છે, પણ કોને મુખ્ય અને કોને ગૌણ ગણવા એ વિશે ફરક પડતો; તેવી રીતે એના ક્રમમાં પણ ફરક પડતો. આમાં ભાગવતવાળાએ પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત એમ દસ પ્રકારનો ધર્મ ગણાવ્યો છે. પાશુપતમતવાળાએ પાંચ યમ અને પાંચ નિયમ એ પ્રમાણે દસ પ્રકારનો ધર્મ બતાવ્યો છે. એ વિશે હવે કહેવામાં આવે છે. [૩૩૯] ૩હિંસા સત્યવચનમર્તચં વાન્વિના ! ब्रह्मचर्यं तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ॥१४॥ [૩૪૦] સંતોષી ગુરુશકૃષી રૂચેતે વશ સીર્તિતા: | નિદત્તે યમદ સાંઐપિ વ્યાસનુસfમ: IIકા અનુવાદ : અહિંસા, સત્યવચન, અતૈન્ય (અસ્તેય), અકલ્પના (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય તથા અક્રોધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા એમ દશ કહેલા છે. વ્યાસને અનુસરનારા સાંખ્યમતવાળા પણ આ યમને માને છે. વિશેષાર્થ : પ્રાચીન કાળમાં જેમ દરેક વર્ગના પોતાના કેટલાક ધર્મ (ગુણલક્ષણ) હતા, તેમ ૧૮૫ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy