SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ત્યાગ કરવો જોઈએ, કારણ કે આપણને પોતાને જો જીવવું ગમતું હોય તો બીજાનો પ્રાણ હરી લેવાનો આપણને કોઈ અધિકાર મળતો નથી. આમ, કોઈ જીવને હણવા નહિ' એ ધર્મનું સૂત્ર બને છે. એ તત્ત્વરૂપ છે, અને તત્ત્વમાં શ્રદ્ધાન એ સમક્તિ છે. જીવોને તત્ત્વ તરફ વાળવા માટે અહિંસા એ પ્રથમ પગથિયું છે. અહિંસા એ આત્માનો ધર્મ છે. હિંસા એ આત્માનો ધર્મ નથી કે સ્વભાવ નથી. એટલે અહિંસાનો સરળ બોધ હૃદયમાં પરિણમે એ સમક્તિ માટે આવશ્યક છે, અનિવાર્ય છે. જીવની વિભાવ દશામાં જો હૃદયમાં હિંસાના ભાવો ઉદ્દભવે તો તે એને સમક્તિથી દૂર લઈ જાય છે. [૩૩૨] શબ્દો થડમિચેંદ્ધિધ્યાત્મિક સ્થિતમૂ | शुद्धानामिदमन्यासां रुचीनामुपलक्षणम् ॥७॥ અનુવાદ : “આ (અહિંસારૂપ) ધર્મ જ શુદ્ધ છે' – એ જ (શ્રદ્ધાન-સમ્યકત્વ) ધર્મરુચિરૂપ છે. આ જ બીજી શુદ્ધ રુચિઓનું ઉપલક્ષણ છે. વિશેષાર્થ : કોઈપણ જીવને હણવા નહિ—એ ધર્મ છે, એ તત્ત્વ છે, એ જીવનું શ્રદ્ધાન છે. જીવને ધર્મમાં રસ પડે, તેમ કરવાની અભિલાષા થાય તે રુચિ છે. આ ધર્મરુચિ તત્ત્વાર્થ-શ્રદ્ધાનરૂપ સમક્તિ છે. આ રુચિ દોષરહિત, પાપરહિત, શુદ્ધ છે. આ ધર્મરુચિ દ્વારા બીજી રુચિઓ પણ સૂચિત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આવી દસ રુચિઓ બતાવી છે, જે નીચે પ્રમાણે છે : (૧) નિસર્ગ રુચિ – જેઓ બીજાના ઉપદેશ વિના, પૂર્વ જન્મના કર્મના ક્ષયોપશમથી, પોતાના આત્મામાં જ ઉદ્ભવેલા યથાર્થ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વને યથાર્થ રીતે જાણીને તેના પર શ્રદ્ધા કરે છે તથા જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોને પોતાના જ્ઞાનથી જાણીને “તે એમ જ છે, અન્યથા નથી' એવી અડગ શ્રદ્ધા રાખે તે ‘નિસર્ગચિ'વાળા છે. (૨) ઉપદેશરુચિ – જિનેશ્વર ભગવાન, કેવળી ભગવંત કે છબસ્થ ગુરુ ભગવંતો દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરીને તેમાં શ્રદ્ધા રાખે તે “ઉપદેશરુચિ'વાળા છે. (૩) આજ્ઞારુચિ – જેમનાં રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયાં છે એવા મહાત્માઓની આજ્ઞામાં રુચિ રાખનાર “આજ્ઞારુચિ'વાળા છે. (૪) સૂત્રરુચિ (શ્રુતરુચિ) – જેઓ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યથી સૂત્રને ભણીને તે સૂત્ર વડે સમક્તિ પામે છે તે “સૂત્રરુચિ'વાળા છે. (૫) બીજરુચિ – પાણીમાં તેલનું એક બિંદુ વિસ્તાર પામે અથવા એક બીજમાંથી અનેક બીજ થાય તેમ જેમને એક પદથી ઘણાં પદ અને પદાર્થ પર શ્રદ્ધા વધે તે “બીજરુચિ'વાળા છે. (૬) અભિગમરુચિ – જેમણે અગિયાર અંગ, પ્રકીર્ણક, દષ્ટિવાદ વગેરેના અર્થને બરાબર જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું હોય તે “અભિગમરુચિ'વાળા છે. ૧૮૨ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy