SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર પ્રતિકૃતિ એટલે પ્રતિમા કે ચિત્રપટ, એનું દર્શન પણ સાધકને માટે પ્રેરક બની રહે છે. એનું મન ત્યાં સ્થિર થાય છે. પ્રતિમા ઉપરાંત આત્મા વિશેનાં પદમાં પણ મન સ્થિર થઈ શકે છે. આત્મા વિશેનાં પદનો બીજો એક અર્થ શ્રત કરીએ તો શ્રુતસાહિત્યમાં પણ તેનું ચિત્ત એકાગ્રતાપૂર્વક પરોવાઈ જાય છે. આવી રીતે મનને અસત્ અવલંબનમાંથી મુક્ત કરાવવા માટે શુભ વિષયોનું અવલંબન ઉપકારક થાય છે. [૩૨૧] તદ્દન વન નિશ્ચયપના विगलितव्यवहारपदावधिः । न किमपीति विवेचनसंमुखी भवति सर्वनिवृत्तिसमाधये ॥१८॥ અનુવાદ : ત્યાર પછી વ્યવહારપદની અવધિ વિચલિત થતાં કોઈક પ્રકારની નિશ્ચય દશાની કલ્પના થાય છે. એથી “કાંઈ પણ નથી' એવો વિવેક સન્મુખ થાય છે. એથી તે સર્વનિવૃત્તિરૂપ સમાધિ મેળવી આપનારી થાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જણાવ્યું તે પ્રમાણે અશુભ વિકલ્પોને દૂર કરવા પ્રાથમિક કક્ષાના સાધકો માટે તાત્કાલિક ઉપાય જો હોય તો તે શુભ વિકલ્પોનો આશ્રય લેવાનો છે. પરંતુ ત્યાં અટકવાનું નથી. એટલે શુભોપયોગમાં પ્રવર્તતું મન અનુક્રમે “આ વ્યવહારનું મારે હવે કંઈ પ્રયોજન નથી' એમ સમજીને એને છોડી દઈ નિશ્ચયની કલ્પના કરશે. એટલે કે વ્યવહારનયની અપેક્ષાએ પ્રવર્તેલું મન નિશ્ચય નય ઉપર આવશે. એથી વ્યવહારનો આપોઆપ ત્યાગ થવા લાગશે. વળી અહં નલ્થિ છે ોડું‘હું એકલો છું, મારું કોઈ નથી'. એવો સ્વ-પરનો ભેદ, અર્થાત્ આત્મા અને પુદ્ગલનો વિવેક (વિવેચન) નજર સમક્ષ સ્પષ્ટ થતાં સર્વનિવૃત્તિરૂપ સમાધિ પ્રાપ્ત થવા લાગે છે. આવી નિર્વિકલ્પ, નિશ્ચય સ્વરૂપ આત્મદશા બહુધા સર્વવિરતિધર મહાત્માઓ પ્રાપ્ત કરી શકે છે. [૩૨૨) રૂદ દિ સર્વવર્વિષયેચુત हृदयमात्मनि केवलमागतम् । चरणदर्शनबोधपरंपरा परिचितं प्रसरत्यविकल्पकम् ॥१९॥ અનુવાદ : આ રીતે સર્વ બાહ્ય વિષયોથી વિમુક્ત થયેલું, કેવળ આત્મામાં જ આવેલું (સ્થિર થયેલું), દર્શન, જ્ઞાન અને ચારિત્રની પરંપરાથી પરિચિત થયેલું હૃદય (મન) નિર્વિકલ્પ દશાને વિશે પ્રસરે છે. ' વિશેષાર્થ : અહીં “હૃદય' શબ્દ પ્રયોજીને ગ્રંથકાર મહર્ષિએ મન અને હૃદયની એકરૂપતા દર્શાવી છે. અધ્યાત્મ દશામાં આગળ વધતાં મન અને હૃદય એકરૂપ થઈ જાય છે. સમગ્ર વ્યક્તિત્વમાં તે એકાકાર થઈ રહે છે. એવા મનની એક નિષેધાત્મક અને એક વિધેયાત્મક એમ બે બાજુ અહીં બતાવી છે. પ્રથમ ૧૭૬ For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy