SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર વિકલ્પમય વ્રતોની ઉપાસના દ્વારા અશુભ વિકલ્પોને ટાળવા પડશે. સાધક હજુ પ્રાથમિક દશામાં હોય, અશુભ પ્રવૃત્તિઓમાં અને અશુભ અધ્યવસાયોમાં વારંવાર અટવાઈ જતો હોય અને તે જો શુદ્ધ નિશ્ચયનય અનુસાર સ્વસ્વરૂપમાં સ્થિર થવા માટે કૂદકો મારે તો સંભવ છે કે એ ત્યાં સ્થિર રહી ન શકે. ચિત્ત ઘણું સંકુલ છે. એના વ્યાપારો અત્યંત ચંચલ છે. જીવને અનાદિ કાળના સંસ્કાર પડેલા છે. એટલા માટે એની પાસે અશુભ અધ્યવસાયનું તત્કાલ નિવારણ કરવા માટે અભ્યાસ હોવો જરૂરી છે. એ માટે સાધકને અહીં ભલામણ કરવામાં આવે છે કે પોતાની પાત્રતા અને ક્ષમતાનો વિચાર કરી લઈને પ્રથમ એણે હિંસાદિના વિચારો, મૃષાવાદ, માયાચાર, દંભ, લંપટતા, પરધન વગેરેની વાસનાઓ, વિરોધીઓ હોય તો તેમના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, અસદુભાવો ઇત્યાદિ વિવિધ પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ અને અશુભ અધ્યવસાયોમાંથી નિવૃત્ત થવાનો મહાવરો રાખવો જોઈએ. એમ કરવાનો એક સરળ અને અકસીર ઉપાય તે ચિત્તને શુભ પ્રવૃત્તિમાં જોડી દેવાનો છે. એ યાદ રાખવું જરૂરી છે કે આ પ્રાથમિક તબક્કાની વાત છે. એ માટે સાધકે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોના સંનિષ્ઠ પાલનમાં તથા આવશ્યક ક્રિયાઓમાં, ઉપવાસ વગેરે બાહ્ય તથા સ્વાધ્યાય વગેરે અભ્યતર તપમાં પોતાના ચિત્તને જોડી દેવું જોઈએ. ચિત્ત જરા પણ નવરું પડે નહિ અને પડે તો એને શુભ વિકલ્પોમાં જોડી દેવું જોઈએ, આ રીતે વ્યવહાર નયમાં સ્થિર થવા માટે સાધકને શક્તિ પ્રાપ્ત થતી જશે, અશુભ વિકલ્પને દ્વારા દૂર કરવાની આ ક્રિયા માટે ઉદાહરણ કાંટાનું આપવામાં આવે છે. કોઈ કાંટો પગમાં હોય તો બીજો કાંટો લઈ એની અણીથી પહેલા કાંટાની વાગેલી અણી કાઢી શકાય છે. અહીં તાત્કાલિક ઉપચારનો આશય છે. એ ઉપચાર જો કરવામાં ન આવે તો કાંટાની પીડા વધતી જવાની. ચાલવાનું કષ્ટભર્યું કે અશક્ય બની જવાનું. પરંતુ આ ઉપચારનો આશય બીજા કાંટાનું ગૌરવ કરવાનો નથી, એની તાત્કાલિક ઉપયોગિતા દર્શાવવાનો છે. એવી રીતે અશુભ અધ્યવસાયોને દૂર કરવા માટે તાત્કાલિક શુભ અધ્યવસાયોમાં ચિત્તને જોડી દેવું જોઈએ. | [૩૧૯] વિષમધીત્ય પનિ : શનૈ हरति मंत्रपदावधि मांत्रिकः । भवति देशनिवृत्तिरपि स्फुटा गुणकरी प्रथमं मनसस्तथा ॥१६॥ અનુવાદ : જેમ યાંત્રિક મંત્રપદોની અવધિ સુધી પદો ધીમે ધીમે બોલીને વિષનું હરણ કરે છે તેમ આરંભમાં મનની દેશનિવૃત્તિ પણ પ્રગટ રીતે ગુણકારી થાય છે. વિશેષાર્થ : મનને એવું શુદ્ધ કરવું જોઈએ કે જેથી તે શુભ કે અશુભ એવા સર્વ વિકલ્પોથી રહિત થાય. પરંતુ આ કોઈ એવી વાત નથી કે નિર્ણય કરવાથી તરત અમલમાં આવી જાય. ચિત્તના વ્યાપારોમાં શુભાશુભ વિકલ્પોની પરંપરા સતત વહેતી જ રહે છે. એટલે ગ્રંથકાર મહર્ષિએ આગલા શ્લોકમાં વ્યવહાર નયથી જણાવ્યું કે શુભ વિકલ્પોમાં સ્થિર થવાથી જો અશુભમાંથી નિવૃત્તિ થતી હોય તો એટલી આંશિક નિવૃત્તિ એટલે કે દેશનિવૃત્તિ પણ ગુણકારી છે. એથી લાભ જ થાય છે. આ નિયમને સમજાવતાં તેઓ ગારુડી વિદ્યાના જાણકાર માંત્રિકનું ઉદાહરણ આપે છે. મંત્રપદોમાં ચમત્કારિક વિશિષ્ટ શક્તિ રહેલી છે. ૧૭૪ Jain Education Interational 2010_05 nternational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy