SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : જો જીવમાં સમતા આવી હોય અને મન નિર્મળ હોય તો એવા જીવો સાંસારિક અભિપ્રાયો પ્રત્યે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા નથી. વસ્તુતઃ એમને એવી ઇચ્છા થતી નથી કે એવી આવશ્યકતા જણાતી નથી. એથી આગળ જતાં કેટલાકમાં એવી પ્રતિક્રિયા જ થતી નથી, કારણ કે તેમની સ્વભાવદશા જ એટલી ઊંચી હોય છે. સંસારમાં પ્રતિપળે રાગદ્વેષની પ્રવૃત્તિ ચાલ્યા જ કરતી રહે છે. સગાંઓ, સ્વજનો, સંબંધીઓ, જ્ઞાતિજનો કે સમાજના વિશાળ વર્ગમાં સ્વાર્થ, અહંકાર, દ્વેષ, ઈર્ષા, પક્ષપાત ઇત્યાદિને કારણે નિંદા-કુથલી થયા કરે છે. તેમાં પણ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય વગેરે ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં પડેલાઓ માટે રાગનાં કે વૈષનાં મોટાં નિમિત્તો વખતોવખત ઊભાં થાય છે. એવે વખતે સામાન્ય સારા ગણાતા માણસો પણ, પોતાને માટે થયેલા આક્ષેપો કે થયેલા અન્યાયને સહન ન થતાં તરત તેની પ્રતિક્રિયા રૂપે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ ચાલુ કરી દે છે. પણ જેઓ સ્વસ્થ છે, નિર્મલ છે, ઉદાર છે, સ્વપર હિતચિંતક છે, સમતાયુક્ત છે અને આરાધક છે એમના મનમાં એથી એવી કોઈ પ્રતિક્રિયા નથી ચાલતી. એ માટે દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે પૂર્ણિમાનો નિર્મળ ચંદ્ર આકાશમાંથી શીત કિરણો રેલાવી રહ્યો છે. એથી જગતના લોકોને અત્યંત આનંદ થાય છે. પરંતુ જે વિરહી પુરુષ કે સ્ત્રી હોય તેના મનને તે વિહ્વળ કરી નાખે છે. ચંદ્રકિરણથી એને અરતિ થાય છે. આમ, જગતના લોકોને રતિ થાય કે વિરહીઓને અરતિ થાય, ચંદ્ર તો પોતે અવિકારી જ રહે છે અને નિર્મળતાથી પ્રકાશે છે. એવી રીતે નિર્મળ મનના સમતાયુક્ત સાધકોમાં આવી કોઈ પ્રતિક્રિયા થતી નથી. [૩૬] વિતવયનુપસ્થિત स्वमनसैव हि शोचति मानवः । उपनते स्मयमानमुखः पुन र्भवति तत्र परस्य किमुच्यताम् ॥३॥ અનુવાદઃ મનુષ્ય પોતાની રુચિકર વસ્તુ ઉપસ્થિત નથી એવું જાણીને પોતાના મનમાં જે ખેદ કરે છે અને તે પ્રાપ્ત થતાં પાછો હસતા મુખવાળો થાય છે, એમાં બીજાને કારણભૂત શી રીતે કહેવાય? વિશેષાર્થ : અભીષ્ટ વસ્તુનો કે વ્યક્તિનો યોગ અને વિયોગ મનુષ્યના ચિત્તમાં હર્ષ અને શોકની લાગણી જન્માવે છે. કોઈ સુંદર, આકર્ષક ચીજવસ્તુ પોતાને જોઈતી હોય અને તે ન મળે તો તરત મનમાં ખેદ થવા લાગે છે. એ જ વસ્તુ મળે કે તરત એના ચહેરા ઉપર આનંદ પ્રસરી રહે છે. આમ હર્ષ કે શોકની લાગણી માણસના મનમાં થાય છે. એટલે જો પ્રશ્ન કરીએ હર્ષ કે શોકનું કારણ પદાર્થ છે ? કે એની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી તેવી લાગણી અનુભવનાર ચિત્ત છે ? તો ઉત્તર સ્પષ્ટ છે કે ચિત્તમાં જ હર્ષશોકાદિની લાગણીઓ ઉદ્દભવે છે. એટલે હર્ષ કે શોક માટે બીજાને કારણભૂત કે દોષિત બતાવવાનો કોઈ અર્થ નથી. [૩૭] વરVTયો પ્રિવિયન शमरसं सकलं विकिरत्यधः । चपल एष मनःकपिरुच्चकैः रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥४॥ અનુવાદ : આ અત્યંત ચપળ એવો મનરૂપી વાનર ચારિત્રના યોગરૂપી ઘડાઓને ઊંધા ૧૬૬ Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy