SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર કરવાની કે વેર લેવાની ઈચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણું છેસામાન્ય રીતે માણસો તપના ફળ રૂપે ભોગકૃત નિયાણ બાંધે છે. નિયાણ બાંધવાથી કેવી દુર્ગતિ થાય છે તે અંગે સંભૂતિ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. એમણે ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી. એના તપથી પ્રભાવિત થઈ સનતકુમાર ચક્રવર્તી પોતાના પરિવાર સાથે વંદન કરવા જાય છે. એ વખતે સર્વશ્રેષ્ઠ રાણી- (સ્ત્રીરત્ન) જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચા નમતાં, એના ચોટલાના વાળના છેડાનો જરાક સ્પર્શ સંભૂતિ મુનિને થઈ જાય છે. એટલો સ્પર્શ થતાં સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. મનથી તેઓ ચલિત થઈ ગયા અને નિયાણ બાંધ્યું કે જે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના ફળરૂપે જન્માન્તરમાં મને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાઓ.” ભવાન્તરમાં એમને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાય છે. તેઓ બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે અને સ્ત્રીસુખ ભોગવે છે. પરંતુ તે પછી તેઓ પાપકર્મ બાંધી નરકગતિ પામે છે. નંદિષેણ મુનિ પણ નિયાણ બાંધી ભવાન્તરમાં દુર્ગતિ પામે છે. સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ બનેલા મુનિ નંદિષણને, રૂપવતી રમણીને જોતાં ભવાન્તરમાં એવું સુખ ભોગવવાનું મન થાય છે. નિયાણુ બાંધે છે અને ભવાન્તરમાં એવું સુખ મેળવે છે, પરંતુ ત્યાર પછી તેઓ દુર્ગતિ પામે છે. જૈન પાંડવકથા પ્રમાણે દ્રૌપદી પૂર્વ ભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠીપુત્રી હતી. દીક્ષા લીધી હતી, પણ મન વગર. એક વખત પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને, તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકુમાલિકા સાધ્વીથી નિયાણુ બંધાઈ જાય છે. પરિણામે જન્માંતરમાં દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ મળે છે. ધર્મનાથ ભગવાનના સમવસરણમાં એક ઉંદર આવ્યો હતો. ભગવાને કહ્યું, “આ ઉંદરને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એટલે ઉપદેશ સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે રાજકુમાર હતો. દીક્ષા લીધી, પરંતુ એનાથી ઉગ્ર વિહાર અને તપશ્ચર્યા થતાં નહોતાં. એક દિવસ વિહાર કરતાં રસ્તામાં એક ખેતરમાં એક ઉંદરને આમતેમ આનંદપૂર્વક દોડાદોડી કરતાં જોઈને એના મનમાં ભાવ થાય છે કે “મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે ! એમને નથી વિહારનું કોઈ કષ્ટ કે નથી ગોચરીની કોઈ ચિંતા.” આવો વિચાર થતાં જ એમનાથી નિયાણુ બંધાઈ જાય છે અને ભવાન્તરમાં એ જીવ હવે ઉંદર બનેલો છે. પરંતુ હવે જાતિસ્મરણ થતાં એ જીવને પશ્ચાત્તાપ થાય છે અને દેશના સાંભળવા અહીં આવ્યો છે.” - શ્રી હરિભદ્રસૂરિ રચિત સમરાદિત્ય કેવલીની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા, રાજકુમાર ગુણસનના હાથે અવહેલના પામતાં, દીક્ષા લઈ ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણ બાંધે છે. આવું નિયાણ અપ્રશસ્ત પ્રકારનું છે. ભગવાન મહાવીરે એમના સોળમા પૂર્વ ભવમાં વિશ્વભૂતિ મુનિ તરીકે અપ્રશસ્ત નિયાણ બાંધ્યું હતું ભોગકૃત નિયાણ મુખ્યત્વે નવ પ્રકારનું છે : (૧) રાજા, (૨) શ્રેષ્ઠી, (૩) પુરુષ, (૪) સ્ત્રી, (૫) પરપ્રવિચાર, (૬) સ્વ-પ્રવિચાર, (૭) અલ્પવિકાર, (૮) દરિદ્રી અને (૯) વ્રતધારી શ્રાવક. દુનિયામાં સૌથી વધુ સુખ કોણ ભોગવે છે? એ દૃષ્ટિએ ઉપરના નવ પ્રકારના વધુ સુખી છે એટલે તેવા થવાનું નિયાણુ બાંધવામાં આવે છે. કોઈને રાજા થવાથી વધુ સુખી થઈ શકાય એમ લાગે અને કોઈને દરિદ્રી રહેવાથી વધુ સુખશાંતિ ભોગવી શકાય એમ લાગે. ભોગકૃત નિયાણાથી આરાધના નિષ્ફળ જાય છે. ૧૪૭ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy