SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર [૨૦૫] વિપુનર્ધ્વિપુભાષાર-પ્રવત્તાશીવિષમુષ્યતવ્યયઃ । न मदाय विरक्तचेतसा - मनुषंगोपनताः पलालवत् ॥२३॥ અનુવાદ : અનુષંગથી વિપુલલબ્ધિ, પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ, મોટી આશીવિષલબ્ધિ વગેરે મુખ્ય લબ્ધિ પ્રગટ થાય તો પણ, જેમ ખેતીમાં અનાજની સાથે ઉત્પન્ન થતા પરાળ વગેરે માટે અભિમાન થતું નથી, તેમ વૈરાગી આત્માઓને તેનું અભિમાન થતું નથી. વિશેષાર્થ : અનુષંગ એટલે બીજો ઉદ્દેશ હોય, છતાં નહિ ઇચ્છેલા પદાર્થોની પ્રાપ્તિ થવી તે. કેટલાક લબ્ધિસિદ્ધિ મેળવવાના આશયથી જ સાધના કરે છે. એવા કેટલાક સાધકોને તેવી લબ્ધિ કદાચ પ્રગટ થતી હોય તો પણ તેના વારંવાર પ્રયોગથી, તેના અભિમાનથી, તેના થયેલા દુરુપયોગથી કે પોતાનામાં જાગતી ધન, સ્ત્રી, યશ વગેરેની લાલસાથી તેવી લબ્ધિસિદ્ધિ થોડા કાળમાં પાછી ચાલી જાય છે. લબ્ધિસિદ્ધિ પ્રગટ થવી અને તે કાયમ ટકી રહેવી તે ઘણી કઠિન વાત છે. પરંતુ મોક્ષની સાધનાના માર્ગે આગળ વધેલા મહાત્માઓને પોતાની સાધના કરતાં કરતાં પોતાની કોઈ ઇચ્છા ન હોવા છતાં સહજ રીતે કેટલીક લબ્ધિઓ પ્રગટ થાય છે. ક્યારેક તો વિપુલલબ્ધિ, પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ, આશીવિષલબ્ધિ વગેરે મોટી લબ્ધિઓ પ્રગટ થાય છે. વિપુલલબ્ધિ એટલે વિસ્તારવાળી લબ્ધિ. એ દ્વારા મન:પર્યવજ્ઞાનવાળા મુનિઓ ઘટપટ વગેરે વસ્તુઓના સમસ્ત પર્યાયોને ગ્રહણ કરી શકે છે. ચારણલબ્ધિવાળા સાધકો આકાશમાં આવવાજવાની શક્તિ ધરાવે છે. આશીવિષલબ્ધિવાળા સાધકોએ આપેલો શાપ (અથવા આશીર્વાદ) નિષ્ફળ જતો નથી. પુલાકલબ્ધિવાળા સાધકો શત્રુની સેનાને પરાજિત કરવાની શક્તિ ધરાવે છે. વિવિધ લબ્ધિઓ ઉપરાંત મંત્રવિદ્યાઓ, તંત્રવિદ્યાઓ, ચમત્કારિક ઔષધિપ્રયોગો વગેરેની સિદ્ધિઓ પણ કેટલાક યોગીઓને પ્રાપ્ત થાય છે. આવી મોટી મોટી લબ્ધિઓ કે સિદ્ધિઓ જે પ્રગટ થાય છે તે તો ખેતી કરનાર ખેડૂતને અનાજ ઊગવા સાથે જ ઘાસ, ફોતરાં વગેરે પણ પ્રાપ્ત થાય છે તેના જેવું છે. પોતે આટલું બધું ઘાસ ઉગાડ્યું એવું અભિમાન ખેડૂતને ક્યારેય નહિ થાય, કારણ કે ઘાસ તો એની મેળે ઊગે છે. તેવી રીતે આ લબ્ધિઓ તો આત્મસ્વરૂપની સાધના કરતાં કરતાં સ્વયમેવ પ્રગટ થાય છે. એનું અભિમાન કરવાનું ન હોય. સાચા વૈરાગી મહાત્મા એવું અભિમાન ક્યારેય કરતા નથી. પોતાને એવી લબ્ધિ પ્રગટ થઈ છે એવો નિર્દેશ પણ તેઓ કરતા નથી. લબ્ધિની લપસણી ભૂમિ ઓળંગી જવામાં જ તેઓ પોતાની સાધનાની સાર્થકતા સમજે છે. [૨૦૬] તિતાતિશયોપિ જોપિ નો વિવુધાનાં મળુળદ્રન: / अधिकं न विदन्त्यमी यतो निजभावे समुदचति स्वतः ॥२४॥ અનુવાદ : પોતાનો કોઈ ગુણસમૂહ અતિશયતાને પામેલો હોય તો પણ મહાત્માઓને તે મદ કરાવનાર થતો નથી. તેઓ તો નિજ સ્વભાવમાં આનંદ અનુભવતા હોવાથી તેને અધિક ગણતા નથી. Jain Education International_2010_05 ૧૧૧ For Private & Personal Use Only www.jaihelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy